PM Modi in Russia: પાકિસ્તાનને રશિયાની ધરતી પરથી આપ્યો કડક સંદેશ

Published: 4th September, 2019 16:39 IST | મૉસ્કો

વડાપ્રધાન મોદી તેમના રશિયા પ્રવાસે પહોંચ્યા છે. જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના ઐતિહાસિક પ્રવાસ પરથી પાકિસ્તાનને કડક સંદેશો આપ્યો છે. તેમણે 20માં ભારત-રશિયા વાર્ષિક સંમેલનમાં નામ લીધા વગર પાકિસ્તાન પર નિશાન સાધ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે રશિયા અને ભારત કોઈ પણ દેશના આંતરિક મામલામાં બહારની દખલની સામે છે. તેમણે આ વાત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહી. આ દરમિયાન બંનેની હાજરીમાં અનેક સમજૂતી થઈ.

વ્લાદિવોસ્તોક આવવું સન્માનની વાત

વડાપ્રધાન મોદીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, મારા માટે પહેલા ભારતીય વડાપ્રધાન તરીકે અહીં આવવું સન્માનની વાત છે. હું મારા મિત્ર, રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માનું છું કે તેમણે મને અહીં આમંત્રિત કર્યો. ભારત અને રશિયાની મિત્રતા તેમના સંબંધિત રાજધાની શહેરો સુધી જ સિમિત નથી. અમે લોકોએ આ સંબંધના મૂળ બનાવી રાખ્યા છે.

બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઉંચાઈએ લઈ જવાનો પ્રયાસ
પીએમ મોદીએ કહ્યું કે, અમે બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઉંચાઈઓ પર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતમાં રશિયાના સહયોગથી ન્યૂક્લિર પ્લાન્ટ બનાવી રહ્યા છે. કેટલાક સમય પહેલા જ ભારતમાં એક પ્રતિનિધિમંડળ અહીં આવ્યું અને આ દરમિયાન સમજૂતીને લઈને વાત થઈ.

વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ વચ્ચે ઉમળકા સાથે મુલાકાત થઈ અને બાદમાં તેમણે જ્વેજ્દા શિપ બિલ્ડિંગ કોમ્પલેક્સની પણ મુલાકાત લીધી અને એક્ઝીબિશન પણ જોયું. જ્વેજ્દા રશિયાનું સૌથી મોટું જહાજ બનાવતું પ્લાંટ છે. જેને જોવા માટે બંને નેતાઓ એકસાથે ગયા. બંને વચ્ચે દ્વીપક્ષીય વાર્તાનું પણ આયોજન છે.

ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું

આ પહેલા વડાપ્રધાન મોદી બુધવારે વહેલી સવારે રશિયાના વ્લાદિવોસ્તોક શહેર પહોંચ્યા. જ્યાં રશિયાના નાયબ વિદેશ મંત્રી ઈગોર મોર્ગુલોવની હાજરીમાં પીએમ મોદીને વ્લાદિવોસ્તોક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું.


ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં થશે સામેલ

વડાપ્રધાન મોદી પોતાની 36 કલાકની આ યાત્રા દરમિયાન ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં સામેલ થશે. ભારત ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમનું સભ્ય નથી, પરંતુ વડાપ્રધાન મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના વિશેષ આમંત્રણ પર પાંચમી ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠકમાં મુખ્ય મહેમાન તરીકે સામેલ થઈ રહ્યા છે. વ્લાદિવોસ્તોરમાં ફાર ઈસ્ટર્ન ફેડરલ યુનિવર્સિટીમાં વડાપ્રધાન મોદીનું ભારતીય પ્રવાસીઓએ સ્વાગત કર્યું.

રશિયાના ફાર ઈસ્ટ રીજનમાં જનારા પહેલા પીએમ

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી રશિયાના ફાર ઈસ્ટ રીજનમાં જનારા દેશના પહેલા વડાપ્રધાન બન્યા છે. વડાપ્રધાની આ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે રક્ષા, અસૈન્ય પરમાણુ ઊર્જા અને અંતરિક્ષના શાંતિપૂર્ણ ઉપયોગના ક્ષેત્રમાં સહયોગ વધારવા પર વિચાર કરવામાં આવશે.

ગગનયાનમાં પણ લેશે સહયોગ

રશિયાએ ભારતના માનવ મિશન ગગનયાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે રશિયા હવે ભારતના અંતરિક્ષયાત્રીઓને આ દિશામાં પ્રશિક્ષણ આપવામાં પણ મદદ કરશે. તો મોદીએ કહ્યું કે તેઓ પુતિનને પહેલી વાર ત્યારે મળ્યા હતા જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK