Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વડાપ્રધાન મોદી કઠુઆમાં: મોદી નથી ડરતા, નથી ઝુકતા

વડાપ્રધાન મોદી કઠુઆમાં: મોદી નથી ડરતા, નથી ઝુકતા

14 April, 2019 01:26 PM IST | કઠુઆ

વડાપ્રધાન મોદી કઠુઆમાં: મોદી નથી ડરતા, નથી ઝુકતા

વડાપ્રધાન મોદી કઠુઆમાં

વડાપ્રધાન મોદી કઠુઆમાં


કઠુઆમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે ભાજપ ખરું ઉતર્યું છે. મને વિશ્વાસ છે કે આ વખતે તમને મને સેવા કરવાનો મોકો આપશો. ડોગરી ભાષામાં સંબોધન સાથે વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. અને કહ્યું કે આજે દેશના સંવિધાનના નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતી છે. હું બાબા સાહેબને કોટી કોટી નમન કરું છું. હું ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા ભાઈ અનિલ પરિહાર અને અજીત પરિહારને પણ નમન કરું છું. આતંકની સામેની લડાઈમાં તમારું આ બલિદાન આખો દેશ યાદ રાખશે. વીર ચંદ્ર શર્માજીએ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. તમારા સાહસ અને હોસલાના કારણે જ ભારતનું લોકતંત્ર અને ભારતની અખંડિતતા આટલી મજબૂત છે.

ભાજપને કોંગ્રેસથી ત્રણ ગણી વધુ બેઠકો મળશે
ભારતના લોકતંત્રની તાકતને તમે પહેલા ચરણાં સિદ્ધ કરી છે. જમ્મૂ અને બારામૂલામાં ભારે મતદાન કરીને આતંકીઓના આકારઓ અને પાકિસ્તાન અને મહામિલાવટીઓને મોટો ઝટકો આપ્યો છે. આખા દેશમાં ભ્રમણ કર્યું અને જમ્મૂમાં આવ્યું છે. અનેક રાજ્યોમાં જઈને આવ્યો. મે 2014માં પણ જબરદસ્ત લહેર જોઈ છે. જેટલા સર્વે આવી રહ્યા છે એમાં સાફ છે કે કોંગ્રેસને જેટલી બેઠકોની સંભાવના છે તેના કરતા ભાજપને ત્રણ ગણી બેઠકો મળશે.

કેપ્ટન પર વરસ્યા મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે કેપ્ટન અમરિંદર સિંહને હું વર્ષોથી ઓળખું છું. હું સમજી શકું છું કે પરિવાર ભક્તિ માટે તેમના પર દબાણ બનાવવામાં આવ્યું. જેના કારણે કેપ્ટને પણ ઝુકવું પડ્યું. કોંગ્રેસે જે કર્યું તે જલિયાંવાલા બાગના શહીદોનું અપમાન હતું કે નહીં? રાષ્ટ્રપતિની ગરિમાનું અપમાન હતું. રાષ્ટ્રભક્તિટને ઓછી આંકનારા આ એ જ લોકો છે, જેઓ પોતાના સ્વાર્થ માટે રાષ્ટ્રના હિત માટે સમજૂતી કરી લે છે. સવાલ એ છે કે કોંગ્રેસ સર્જિકલ સ્ટ્રાઈકનું નામ સાંભળીને આટલી ગભરાઈ કેમ જાય છે? તમે સર્જિકલ સ્ટ્રાઈકનું સાંભળો તો આપણી છાતી પહોળી થઈ જાય છે. તમને ગૌરવ થાય છે. દરેક હિંદુસ્તાઓની અભિમાન થાય છે. સેનાનું નામ આગળ વધે છે. જે રીતે સેના પ્રત્યે કોંગ્રેસનું વલણ રહ્યું છે, એ જોતા મારો વિશ્વાસ પાકો થઈ ગયો છે કે કોંગ્રેસને ક્યારેય દેશની સેના પર ભરોસો નહોતો. અમારા વીર સૈનિકોના પરાક્રમ પર તેમની શક્તિને હંમેશા કોંગ્રેસે ઓછી આંકી. તેના પર કોંગ્રેસે શંકા કરી.

કોંગ્રેસ, નેશનલ કૉન્ફ્રેંસ અને પીડીપીની મહામિલાવટ સામે આવી
કોંગ્રેસની સચ્ચાઈથી આખા દેશ સતર્ક રહેવું જરૂરી છે. તેઓ જે રીતે દેશને લઈ જઈ રહ્યા છે તેનાથી ભારત ક્યારેય મજબૂત રાષ્ટ્ર તરીકે ન સામી આવી શકેત. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે, એ દિવસો જતા રહ્યા છે જ્યારે ધમકીઓથી ભારત સરકાર ડરી જતી હતી. આ નવું હિન્દુસ્તાન છે. આતંકીઓને ઘુસીને મારશે અને એવા લોકોને બેનકાબ પણ કરશે. છેલ્લા કેટલાક દિવસમાં તમે પણ જોયું કે કેવી રીતે કોંગ્રેસ, નેશનલ કૉન્ફ્રેંસ અને પીડીપીની મહામિલાવટ એક્સપોઝ થઈ ગઈ છે. વર્ષોથી જે તેમના મનમાં હતું, ચોરી છૂપે જેના માટે કામ કરી રહ્યા હતા તે હવે સામે આવી ગયું છે.

આ જ ધરતી પર શ્યામા પ્રસાદ મુખર્જીએ તિરંગો ફરકાવ્યો હતો
જમ્મૂ-કશ્મીર ભારતનું અતૂટ અંગ છે. જમ્મૂ, કશ્મીર હોય કે લદ્દાખ હોય અહીંનું દરેક બાળક ભારતીય છે. કેટલાક મુઠ્ઠીભર લોકો માટે અહીંના નાગરિક ગુલામ નથી. આ એ જ ધરતી છે જ્યાં શ્યામા પ્રસાદ મુખર્જીએ તિરંગો ફરકાવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2019 01:26 PM IST | કઠુઆ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK