PM મોદી બંગાળમાં: દીદી એમનો સાથ આપી રહ્યા છે જેઓ દેશમાં 2 વડાપ્રધાન ઈચ્છે છે

કૂચ બિહાર | Apr 07, 2019, 12:20 IST

વડાપ્રધાન મોદી કૂચ બિહારમાં છે. જ્યાં તેમણે બંગાળની મહાન વિભૂતિઓને નમન કરતા સભાની શરૂઆત કરી.

PM મોદી બંગાળમાં: દીદી એમનો સાથ આપી રહ્યા છે જેઓ દેશમાં 2 વડાપ્રધાન ઈચ્છે છે
કૂચ બિહારમાં વડાપ્રધાન મોદી

PM મોદી લોકસભા 2019 માટે ધુઆંધાર પ્રચાર કરી રહ્યા છે. આ મોકા પર તેમણે કહ્યું કે દીદી અને તેમના ગુલામોએ જે ડ્રામા શરૂ કર્યો છે તે બરાબર નથી, તેમણે આ બરાબર નથી કર્યું. જનતાનો ઉત્સાહ જોઈને હું અભિભૂત થયો છે. તમે જેટલું મોદી-મોદી કરો છો એટલી જ દીદીની નિંદર ઉડી જાય છે. દીદી બોખલાઈ ગયા છે. જે સ્પીડબ્રેકર છે. બંગાળે હવે નક્કી કરી લીધું છે કે હવે પરિવર્તન કરી દેવું છે. કારણ કે જે પહેલા મુશ્કેલ હતું તે હવે સંભવ છે.

મોદીએ કહ્યું કે ગરીબોની રસોઈમાં ગેસ પર જમવાનું બનશે. ટેલીફોન પર વાત કરવાનું મફત થઈ જશે. ઈંટરનેટ ફ્રી થઈ જશે. બાંગ્લાદેશ સાથે જમીનને લઈને સમજૂતી કરવી અસંભવ હતી. ભારત આતંકીઓને ઘરમાં ઘૂસીને મારશે. એ પણ અસંભવ હતું. હવે એ પણ સંભવ છે. આ મોદીએ નહીં પરંતુ તમારા સૌના પ્રેમએ બનાવ્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે સતત આતંકી હુમલા થતા હતા, આ પહેલાની સરકારને ખબર જ હતી. પરંતુ ચોકીદારને જ્યારથી તમે બેસાડ્યો છે ત્યારથી કોઈ ડરાવી નથી શક્યું. તેમના પ્રમાણે, દીદી પરેશાન છે. દિવસ રાત બસ મોદી મોદી હટાવોના નાર. તમારો પ્રેમ, દેશનો પ્રેમ મારી સાથે છે. મને કોઈ હટાવી શકશે શું?

આ પણ વાંચોઃ કૉંગ્રેસ ડૂબી રહેલા ટાઇટૅનિક જહાજ જેવી છે : નરેન્દ્ર મોદી

PMએ કહ્યું કે ઘૂસણખોરોને ઘરમાં બેસાડીને દીદી અન્યાય કરી રહ્યા છે. તેમના પ્રમાણે, લોકોની આસ્થામાં પણ વિઘ્ન લાવવાનું કામ પણ દીદી અને તેમના સાથીઓએ કર્યું છે. 2022 સુધી તમામ લોકોને ઘર મળે, આ અમારું સપનું છે. અહીં હજારો ઘર બનાવવામાં આવે. પરંતુ સ્પીડ બ્રેકર દીદી નથી ઈચ્છતા કે વધારે મકાન બને. દીદી બંગાળની સંસ્કૃતિ ગૌરવને નષ્ટ કરવામાં લાગ્યા છે. ચાના બગીચા, શિક્ષા, સ્વાસ્થ્ય વ્યવસ્થામાં બ્રેક છે. જે લહેર અહીં ઉઠી છે તે દીદીનો જાદૂ તોડી નાખશે. દીદી, અહીંની લહેર જોઈ લો, આ કેવી લહેર છે. PMએ મેં ભી ચોકીદાર, ભારત માતા કી જયના નારા સાથે સંબોધન સમાપ્ત કર્યું.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK