ઇન્ડિયા ગેટ પર ટ્રેક્ટરને આગ લગાડવા પર વરસ્યા પીએમ મોદી, કહ્યું આ...

Published: 29th September, 2020 14:11 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

PM નરેન્દ્ર મોદીએ ખેડૂત કાયદાનો વિરોધ કરતા વિપક્ષી દળોને આડે હાથ લીધા છે. વડાપ્રધાને ઉત્તરાખંડમાં ચાર માળના સીવેજ પ્લાન્ટના ઉદ્ઘાટનના અવસરે કહ્યું કે વિપક્ષ ફક્ત વિરોધ કરવા માટે વિરોધ કરે છે.

નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)
નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

પીએમ નરેન્દ્ર (Prime Minister Narendra Modi) મોદીએ ખેડૂત કાયદાનો વિરોધ કરતા વિપક્ષ પર જોરદાર કટાક્ષ કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ ફક્ત વિરોધ કરવા ખાતર વિરોધ કરે છે. તેમણે કહ્યું કે કેન્દ્ર (Central Government) સરકારે ખેડૂતોને તેમના અધિકાર આપી રહી છે, તેમ છતાં લોકો વિરાધ પર ઉતરી આવ્યા છે. પીએમએ કહ્યું કે વિપક્ષે રામ (Ram Mandir) મંદિરના ભૂમિ પૂજનનો વિરોધ કર્યો હતો. આ ન તો ખેડૂતો સાથે છે કે ન તો જવાનો સાથે.

ટ્રેક્ટરને આગ લગાડીને ખેડૂતોનો કર્યો અપમાન
પીએમએ આરોપ મૂક્યો કે વિપક્ષ ઇચ્છે છે કે ખેડૂત ખુલ્લા બજારમાં પોતાનો પાક ન વેચી શકે. તેમણે કહ્યું કે, "જે સામાનની ખેડૂત પૂજા કરે છે, તેમે આગ લગાડીને હવે આ લોકો ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે." તેમણે કહ્યું કે વર્ષો સુધી આ લોકો કહેતા રહ્યા કે MSp લાગૂ કરશે પણ કર્યું નહીં. MSP લાગૂ કરવાનું કામ સ્વામીનાથન કમિશનની ઇચ્છા પ્રમાણે અમારી જ સરકારે કર્યું. પીએમએ કહ્યું કે, "આજે આ લોકો MSP પર પણ ભ્રમ ફેલાવી રહ્યા છે. દેશમાં MSP પણ રહેશે અને ખેડૂતોને દેશમાં ક્યાંય પણ પોતાનો પાક વેચવાની આઝાદી પણ રગેશે. પણ આ આઝાદી કેટલાક લોકો પચાવી શકતા નથી."

કાળી કમાણીનો રસ્તો થશે બંધ, એટલે છે પરેશાન
પીએમએ નમામિ ગંગે યોજના હેઠળ ઉત્તરાખંડમાં વીડિયો કૉન્ફરેન્સિંગ દ્વારા દેશના પહેલા ચાર માળના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા કહ્યું કે, હવે હરિદ્વારમાં કુભ દરમિયાન પણ આખા વિશ્વને નિર્મળ ગંગા સ્નાનનો અનુભવ થશે. આ અવસરે પીએમએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે નવા કાયદાથી તેમની કાળી કમાણી આવાની બંધ થઈ ગઈ છે. એટલે તેમને મુશ્કેલી આવી રહી છે.

સર્જિકલ સ્ટ્રાઇક માટે પણ માગી સાબિતી
પીએમએ કહ્યું કે 4 વર્ષ પહેલાનો આ એ જ સમય હતો, જ્યારે દેશના જાંબાઝોએ સર્જિકલ સ્ટ્રાઇક કરી આતંકીઓના અડ્ડાને બરબાદ કરી દીધા. પણ આ લોકો પોતાના જવાનો પાસેથી પણ સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગતા હતા. સર્જિકલ સ્ટ્રાઇકનો પણ વિરોધ કરીને, આ લોકો જેશ સામે પોતાની માનસિકતા સ્પષ્ટ કરી ચૂક્યા છે.

ન ખેડૂતોની સાથે છે, ન તો જવાનોની સાથે
પીએમએ વિપક્ષ પર સતત પ્રહાર જાળવી રાખ્યા અને કહ્યું, "આ લોકો ન તો ખેડૂતો સાથે છે કે ન તો યુવાનો સાથે અને ન તો વીર જવાનો સાથે. અમારી સરકારે વન રેન્ક, વન પેન્શનનો લાભ પણ સૈનિકોને આપ્યો તો તેમણે આનો પણ વિરોધ કર્યો."

વડાપ્રધાને આગળ કહ્યું કે ભારતની પહેલ પર જ્યારે આખું વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યું હતું, તો આ ભારતમાં જ બેઠેલા લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા. જ્યારે સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું હતું ત્યારે પણ આ લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા. આજ સુધી તેમના કોઇ મોટા નેતા સ્ટેચ્યુ ઑફ યૂનિટી નથી ગયા.

રામ મંદિર ભૂમિ પૂજનને લઇને પણ મોદીએ કહ્યું કે, "ગયા મહિને જ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ લોકો પહેલા સુપ્રીમ કૉર્ટમાં રામ મંદિરનો વિરોધ કરતા રહ્યા પછી ભૂમિપૂજનનો વિરોધ કરવા લાગ્યા. દરેક બદલાતી તારીખ સાથે વિરોધ કરવા માટે વિરોધ કરનારા આ લોકો અપ્રાસંગિક થતા જઈ રહ્યા છે."

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK