મનમોહનજી, અમારે ત્યાં આવીને જે જાહેરાતો કરો એનો સમયસર અમલ કરાવજો

Published: 16th August, 2012 05:58 IST

વડાપ્રધાન આવતી કાલે મુંબઈમાં કુલ 32 હજાર કરોડ રૂપિયાના રેલવેના બે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરે એવી સંભાવના, પણ તેમણે 2006માં ઉદ્ઘાટન કરેલો મેટ્રોનો પહેલવહેલો કોરિડોર હજુ સુધી નથી બની શક્યો

 

 

(શશાંક રાવ)

 

મુંબઈ, તા.16 ઓગસ્ટ, 2012

 

2006ના જૂન મહિનામાં વડા પ્રધાન મનમોહન સિંહે વર્સોવા-અંધેરી-ઘાટકોપરના પહેલા મેટ્રો રેલ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું જેનું કામ હજી પણ ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યું છે. હવે છ વર્ષ પછી વડા પ્રધાન મનમોહન સિંહ આવતી કાલે ફરી મુંબઈ આવીને કુલ 32 હજાર કરોડ રૂપિયાના રેલવેના બે મહત્વકાંક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરે એવી સંભાવના છે. રેલવેના આ બે મોટા પ્રોજેક્ટ છે 21 હજાર કરોડ રૂપિયાનો ઓવલ મેદાન-વિરાર એલિવેટેડ કોરિડોર અને બીજો છે 11 હજાર કરોડ રૂપિયાનો છત્રપતિ શિવાજી ટર્મિનસ-પનવેલ ફાસ્ટ કોરિડોર. આ બન્ને પ્રોજેક્ટનું મોનિટરિંગ વડા પ્રધાનના કાર્યાલયમાંથી જ કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે વડા પ્રધાન તેમના ડેલિગેશન સાથે મુંબઈની મુલાકાત લેશે અને આ બે કોરિડોરના ડેવલપમેન્ટ વિશે માહિતી મેળવવા માટે અહીં રાજ્ય સરકારના અને રેલવે અધિકારીઓને મળશે.


આ મુદ્દે વાત કરતાં રેલવેના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે આ બે પ્રોજેક્ટને લગતા અને મુદ્દાઓ વિશે અમારી રાજ્ય સરકારના અધિકારીઓ સાથે વાતચીત થઈ રહી છે. એક વખત વડા પ્રધાન આવશે એટલે દરેક મુદ્દાની સ્પષ્ટ અને સીધી છણાવટ થઈ જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK