ઓવલ મેદાન-વિરાર વચ્ચેના એલિવેટેડ પ્રોજેક્ટ માટે રેલવેને સ્પેશ્યલ એફએસઆઇ જોઈએ છે

Published: 17th August, 2012 08:15 IST

સબર્બન રેલ નેટવર્કમાં થતી ભીડને ખાળવા તેમ જ તમામ સ્ટેશનોની કાયાપલટ કરવા ઇન્ડિયન રેલવેના ૨૧,૦૦૦ કરોડ રૂપિયાના ખૂબ જ મહત્વાકાંક્ષી ઓવલ મેદાન-વિરાર એલિવેટેડ કૉરિડોર માટે રેલવેને ચારની એએસઆઇ જોઈએ છે.

 

તેમના મતે ૬૨.૨૬ કિલોમીટર લાંબા આ માર્ગમાં આવતાં તમામ સ્ટેશનોની કાયાપલટ માટે તેમને સ્પેશ્યલ એફએસઆઇ મળવી જ જોઈએ. જો તેમને ચાર એફએસઆઇ મળે તો પ્રસ્તાવિત રેલવે-સ્ટેશન પાસે ઊંચી ઇમારતો બાંધી આ વિશાળ પ્રોજેક્ટના ખર્ચનું વળતર મેળવી શકાશે. માત્ર ટિકિટભાડાના આધારે આવક મેળવવી મુશ્કેલ છે. રાજ્ય સરકારે જગ્યાનો કમર્શિયલ ઉપયોગ કરવા માટે મંજૂરી આપવી જ પડશે. આ એફએસઆઇ સ્ટેશન તથા જગ્યાને આધારે અલગ-અલગ હશે.

 

 

મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ સમક્ષ કેટલાક દિવસો પહેલાં રેલવે-અધિકારીઓએ આ વિશે એક પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું. પૃથ્વીરાજ ચવાણે કહ્યું હતું કે આ એક મહત્વનો પ્રોજેક્ટ છે તેમ જ વડા પ્રધાનની મુલાકાત દરમ્યાન આ પ્રોજેક્ટના ઝડપી અમલીકરણ માટે અમે દબાણ કરીશું.

 

રેલવેનાં સૂત્રોએ કહ્યું હતું કે મીટિંગ દરમ્યાન કહેવામાં આવ્યું કે ડેવલપર પ્રોજેક્ટ માટે રૂપિયા ખર્ચવા તૈયાર થઈ પણ જાય અને કદાચ એવું પણ બને કે અંદાજિત ૨૧,૦૦૦ કરોડના ખર્ચ કરતાં ઓછા રૂપિયા પણ ખર્ચવા તૈયારી બતાવે એવા સંજોગોમાં આવતા ૧૦થી ૨૦ ટકાના ખર્ચના તફાવતને ઉઠાવવાની તૈયારી પણ તૈયારી રાજ્ય સરકારે રાખવી પડશે.

 

રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે ‘ટિકિટભાડું પણ બહુ વધારે રાખી નહીં શકાય અન્યથા બાંદરા-વરલી સી-લિન્ક જેવી હાલત થવાની પણ શક્યતા છે. એથી જ જેટલી મળે એટલી વધુ એફએસઆઇ મળવાની આશા તેઓ રાખી રહ્યા છે.’

 

 

વડા પ્રધાન આજે મુંબઈમાં

 

વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ આજે સાંજે પાંચ વાગ્યે મુંબઈની બે દિવસની મુલાકાતે આવી પહોંચશે. આજે તેમનો કોઈ કાર્યક્રમ નથી પણ આવતી કાલે તેમના ભરચક કાર્યક્રમો છે. મુંબઈના વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બાબતે પણ તેમની સમક્ષ રાજ્ય સરકાર વતી રજૂઆત કરવામાં આવશે. તેઓ બપોરે પવઈમાં ઇન્ડિયન ઇãન્સ્ટટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીના એક સમારોહમાં પણ ભાગ લેશે. આવતી કાલે સાંજે તેઓ પાછા દિલ્હી જવા રવાના થશે.

 

કૉરિડોરની લંબાઈ :  ૬૨.૨૬ કિલોમીટર

સ્ટેશનોની સંખ્યા : ૨૬

અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન :    ૫

પ્રોજેક્ટ કૉસ્ટ :     ૨૧,૦૦૦ કરોડ રૂપિયા

માર્ગ    :  વિરારથી- ઓવલ મેદાન   

 

 

એફએસઆઇ = ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK