નવી મુંબઈના ઉલવેમાં ૯૨ કરોડ રૂપિયામાં પ્લૉટનો સોદો

Published: 18th December, 2012 05:41 IST

સેક્ટર ૯માં આવેલો ૧૨,૦૦૦ સ્ક્વેર મીટરનો પ્લૉટ ૮૦,૦૦૦ રૂપિયા પ્રતિ સ્ક્વેર મીટરના ભાવે વેચાયો


વરુણ સિંહ

મુંબઈ, તા. ૧૮

નવી મુંબઈમાં અને ખાસ કરીને ઉલવેમાં જગ્યાના ભાવ આસમાને પહોંચી રહ્યા હોવાનો પુરાવો મળી ગયો છે. નવી મુંબઈમાં ઉલવે વિસ્તારમાં ૧૨,૦૦૦ સ્ક્વેર મીટરનો એક પ્લૉટ ૯૨ કરોડ રૂપિયામાં વેચાયો હોવાની માહિતી મળી છે. નવી મુંબઈમાં થયેલી આ એક સૌથી મોટી ડીલ છે. સેક્ટર ૯માં આવેલા આ પ્લૉટનો જે ભાવ મળ્યો છે એ ઉલવેમાં ચાલી રહેલા વર્તમાન ભાવ કરતાં ૭૦ ટકા વધારે છે. અહીં હાલમાં પ્રતિ સ્ક્વેર મીટર જગ્યાનો ભાવ ૫૦,૦૦૦થી ૫૫,૦૦૦ રૂપિયા છે. આ નવા સોદાને કારણે હવે સામાન્ય માનવી માટે ઉલવે જેવા ઉપનગરમાં જગ્યા ખરીદવી મુશ્કેલ બને એવું જણાઈ રહ્યું છે.

આ જગ્યા નવી મુંબઈમાં ઍરપોર્ટ વિકસી રહ્યું છે એની નજીક છે. રેલવે ડિપાર્ટમેન્ટ પણ રેલવેલાઇન ઉલવે સુધી લઈ જવાની તૈયારીમાં છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK