જજ સૈનીએ કહ્યું હતું કે ‘બધી જામીનઅરજીઓ રદ થાય છે અને ટ્રાયલ ૧૧ નવેમ્બરે શરૂ થશે. આરોપીઓ સામેના આરોપો ગંભીર પ્રકારના અને ભારતના અર્થતંત્ર પર દૂરગામી માઠાં પરિણામ લાવનારા છે.’
કનિમોઝીની હતાશા દેખાઈ આવી હતી. તેઓ પોતાના કુટુંબીજનો સાથે ચર્ચા કરતાં હતાં ત્યારે પત્રકારોને જોતાં જ ભડકી જતાં તેમણે કહ્યું હતું કે ‘તમે માનવી છો કે નહીં? તમે એ જોતા નથી કે હું મારી ફૅમિલી સાથે વાતચીત કરી રહી છું. મહેરબાની કરીને અમને એકલાં છોડી દો.’