કોરોના સામે જંગ: આખરે કેમ મુશ્કેલ છે પ્લાઝ્મા મળવું, જાણો કઈ છે શરતો...

Published: Jul 02, 2020, 17:29 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

પ્લાઝ્મા ડોનેટ કરવાને લઈને કેટલીક શરતો હોય છે, જેને કારણે કેટલી સંખ્યામાં ડોનર મળી શકશે, એ કહેવું મુશ્કેલ છે. તો જાણો આખરે પ્લાઝ્મા ડોનેટ કરવાની શરતો શું છે અને કેમ પ્લાઝ્મા મળવું મુશ્કેલ છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે દેશની પહેલી પ્લાઝ્મા ડોનેશન બેન્ક ખુલી છે. કોરોનાવાયરસ સામે લડતા દિલ્હીમાં દર્દીઓની સારવારની દિશામાં આ મોટું પગલું સાબિત થશે. આ સંક્રમણના દર્દીઓની સારવાર માટે પ્લાઝ્મા થેરેપીનો સહારો લેવામાં આવી રહ્યો છે. જે કારગર પુરવાર થઈ રહ્યો છે, જેના પછી પ્લાઝ્મા સુગમતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે દિલ્હી સરકાર તરફથી આ પ્લાઝ્મા બેન્ક શરૂ કરવામાં આવી છે. જરૂર પડ્યે પ્લાઝ્મા મળવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે, એવામાં આ પગલાથી થોડીક મદદ મળી શકે છે. જો કે, પ્લાઝ્મા ડોનેટ કરવાને લઈને અમુક શરતો હોય છે, જેને કારણે કેટલી સંખ્યામાં ડોનર મળી શકશે, તે અંગે કંઇ પણ કહેવું મુશ્કેલ છે. તો જાણો આખરે પ્લાઝ્મા ડોનેટ કરવાની શરતો શું છે અને કેમ પ્લાઝ્મા મળવું મુશ્કેલ છે.

કેમ મુશ્કેલ છે પ્લાઝ્મા મળવું?
દિલ્હીમાં આ સમયે અને આજની તારીખમાં કુલ 17,457 એવા લોકો છે જેમને કોરોના થયું છે અને હવે સ્વસ્થ થયાને 14 દિવસનો સમય થઈ ગયો છે. તેમ છતાં તે વ્યક્તિ પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે કે નહીં તેની માટે 10 શરતો છે જેને કારણે ડોનરની સંખ્યા ઘટી જાય છે.

કોણ પ્લાઝ્મા ડોનેટ ન કરી શકે?

1 જેમનું વજન 50 કિલોથી ઓછું છે.

2. મહિલાઓ જે ક્યારેય પ્રેગ્નેન્ટ રહી હોય અથવા અત્યારે હોય.

3. ડાયાબિટીઝના દર્દીઓ જે ઇન્સ્યુલિન લઈ રહ્યા હોય.

4. બ્લડ પ્રેશર 140થી વધારે હોય.

5. એવા દર્દીઓ જેમની ડાયાબિટીઝ કન્ટ્રોલમાં ન હોય અથવા હાઇપરટેન્શન હોય.

6. કેન્સરથી સ્વસ્થ થયા હોય.

7. જેમને ગુદા/હ્રદય/ફેફસાં કે લીવરની જૂની બીમારી હોય.

8. ઉંમરમાં 18થી નાના કે 60થી વધારે હોય.

9. જે સ્વસ્થ અનુભવ નથી કરી રહ્યા.

જણાવવાનું કે દિલ્હીમાં પ્લાઝ્મા ડોનેશન બેન્ક ખુલ્યા બાદ જ દિલ્હીના મુખ્યમંત્રી અને મનીષ સિસોદિયાએ કહ્યું કે પ્લાઝ્મા ડોનેશનનો કૉન્સેપ્ટ નવો છે પણ આ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને લોકો માનવતાને નાતે અન્યોની મદદ કરવા જરૂર આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK