દિલ્હીમાં અણ્ણા હઝારેનો જીવ લેવાના કાવતરાનો પર્દાફાશ

Published: Dec 14, 2011, 06:41 IST

એક જાણીતી ન્યુઝ-ચૅનલે ગઈ કાલે દાવો કર્યો હતો કે સામાજિક કાર્યકર અણ્ણા હઝારે પર જીવલેણ હુમલાનો ખતરો છે. ટીવી-ચૅનલે કહ્યું હતું કે ‘અમને પોલીસ અને ગુપ્તચર તંત્ર પાસેથી મળેલા દસ્તાવેજોમાં જણાવ્યા પ્રમાણે હઝારે વિરુદ્ધ ષડ્યંત્ર રચવામાં આવ્યું છે.

 

૨૭ ડિસેમ્બરથી રામલીલા મેદાનમાં શરૂ થનારા ઉપવાસ આંદોલન દરમ્યાન અણ્ણા પર જીવલેણ હુમલો કરવાની યોજના બનાવવામાં આવી છે.’ બાબા રામદેવે ગઈ કાલે કહ્યું હતું કે ‘મેં જે ભૂતકાળમાં કહ્યું હતું એ જ અણ્ણા કહી રહ્યા છે. સરકાર લોકપાલ બિલ મામલે તેમને છેતરી રહી છે. જોકે માત્ર મજબૂત લોકપાલ બિલ ઘડવાથી ભ્રષ્ટાચાર નાબૂદ નહીં થાય. વિદેશી બૅન્કોમાં છુપાવી રાખવામાં આવેલું કાળું નાણું પરત લાવવાનો મુદ્દો વધારે મહત્વનો છે. આ માટે હું જ્યાં વિધાનસભાની ચૂંટણી તોળાઈ રહી  છે એવાં રાજ્યોમાં જઈને આંદોલન ચલાવીશ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK