પિન્ક દીવાની

Published: Sep 17, 2020, 08:47 IST | Mumbai correspondent | Mumbai

૧૩ વર્ષની વયથી કે ફક્ત ગુલાબી રંગનાં જ કપડાં પહેરે છે. તમે જ્યારે પોતાનું ઘર લીધું ત્યારે એમાં તેણે ઘરની દીવાલના કલરથી માંડીને બધી જ ચીજો ગુલાબી રંગની જ વસાવી.

પિન્ક દીવાની
પિન્ક દીવાની

સ્વિટ્ઝરલૅન્ડની બત્રીસ વર્ષની યાસ્મિન શાર્લોટને અન્ય છોકરીઓની જેમ જ નાનપણમાં ગુલાબી રંગ ખૂબ પસંદ હતો, પરંતુ મોટે ભાગે અન્ય છોકરીઓમાં બને છે તેમ વય વધવા સાથે ગુલાબી રંગ પ્રત્યેના તેના વળગણમાં વધારો જ થતો ગયો. એ એટલે સુધી કે તેના વૉર્ડરોબમાં અન્ય કોઈ રંગનાં કપડાં છે જ નહીં. ૧૩ વર્ષની વયથી કે ફક્ત ગુલાબી રંગનાં જ કપડાં પહેરે છે. તમે જ્યારે પોતાનું ઘર લીધું ત્યારે એમાં તેણે ઘરની દીવાલના કલરથી માંડીને બધી જ ચીજો ગુલાબી રંગની જ વસાવી.
અનેક લોકોના આકર્ષણ તેમ જ અવહેલનાનું કેન્દ્ર બનવા છતાં તે તેના પ્રિય રંગથી વિમુખ નથી થઈ શકી. તેનું કહેવું છે કે હું એવી નોકરી કદાપિ નહીં કરું જ્યાં મને ગુલાબી વસ્ત્રો પહેરવા ન મળે. તેની સ્કૂલમાં તેના ગુલાબી રંગના લગાવ પ્રત્યે કોઈને વાંધો નથી. તેના સ્ટુડન્ટ્સ તેને મિસ પિન્ક કહીને જ બોલાવે છે. યાસ્મિન તેનાં લગ્નનો પોશાક પણ ગુલાબી રંગનો જ પહેરવા માગે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK