યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની યાદીમાં પિન્ક સિટી જયપુરનો સમાવેશ

Published: Jul 07, 2019, 10:19 IST | જયપુર

ગત વર્ષે ઑગસ્ટમાં પિન્ક સિટીને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવા માટે સરકાર તરફથી પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. ૨૦૧૭ના ઑપરેશન ગાઈડલાઈન અંતર્ગત એક રાજ્યથી દર વર્ષે માત્ર એક સ્થાનને જ વર્લ્ડ હેરિટેજ બનાવવા માટે પ્રસ્તાવિત કરી શકાય છે.

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની યાદીમાં પિન્ક સિટી જયપુરનો સમાવેશ
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની યાદીમાં પિન્ક સિટી જયપુરનો સમાવેશ

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની યાદીમાં ભારતના વધુ એક શહેરનો સમાવેશ થઈ ગયો છે. રાજસ્થાનની રાજધાની જયપુર શહેરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ એલાન યુનેસ્કોએ શનિવારે કર્યું. રાજસ્થાનમાં ૩૭ વર્લ્ડ હેરિટેજ સાઈટ્‌સ છે. આમાં ચિત્તોડગઢનો કિલ્લો, કુંભલગઢ, જેસલમેર, રણથંભોર અને ગાગરોનનો કિલ્લો સામેલ છે.

આ એલાન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીના અજરબૈજાનના બાકુમાં જારી ૪૩માં સત્ર બાદ કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિ પર ટ્‌વીટ કરીને શુભેચ્છા આપી છે. તેમણે ટ્‌વીટ કર્યું છે જયપુરનો સંબંધ સંસ્કૃતિ અને શૌર્ય સાથે છે. ઉત્સાહથી ભરપૂર જયપુરની મહેમાન નવાઝી લોકોને આ તરફ ખેંચે છે. ખુશી છે કે આને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી છે.

આ પણ વાંચોઃ ત્રણ લાખની કાર માટે સવા છ લાખમાં ખરીદ્યો નંબર

 ગત વર્ષે ઑગસ્ટમાં પિન્ક સિટીને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવા માટે સરકાર તરફથી પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. ૨૦૧૭ના ઑપરેશન ગાઈડલાઈન અંતર્ગત એક રાજ્યથી દર વર્ષે માત્ર એક સ્થાનને જ વર્લ્ડ હેરિટેજ બનાવવા માટે પ્રસ્તાવિત કરી શકાય છે. આ દરજ્જો મળવાથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય પર્યટનને પ્રોત્સાહન મળવાથી અર્થવ્યવસ્થાને મજબૂતી મળે છે અને લોકોને રોજગાર પણ મળે છે. હસ્તશિલ્પ અને હસ્તકલા ઉદ્યોગમાં આજીવિકાને પણ ફાયદો થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK