પાકિસ્તાની એરલાઈનમાં ન ચડ્યા લોકો તો ખાલી ઉડાવી ફ્લાઈટસ, થયું ભારે નુકસાન

Published: Sep 21, 2019, 18:46 IST | ઈસ્લામાબાદ

પાકિસ્તાનની આર્થિક બદહાલીનો જાણે અંત નથી આવી રહ્યો. એમાં પાકિસ્તાનની એરલાઈનનો પણ સમાવેશ થાય છે.

પાક એરલાઈન્સને મુસાફરો ન મળ્યા તો ખાલી ફ્લાઈટ્સ ઉડાવી કર્યું નુકસાન
પાક એરલાઈન્સને મુસાફરો ન મળ્યા તો ખાલી ફ્લાઈટ્સ ઉડાવી કર્યું નુકસાન

નાણાકીય અને દેવાના સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન માટે વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. આંકડાઓ પ્રમાણે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સે 2016-17માં કોઈ જ મુસાફર વગર 46 ઉડાનો ભરી. જેના કારણે એરલાઈન્સને 11 લાખ અમેરિકન ડોલરનું નુકસાન થયું છે. એક મીડિયા રિપોર્ટના માધ્યમથી આ જાણકારી સામે આવી છે.

આ પણ જુઓઃ સાડીઓ છે સ્મૃતિ ઈરાનીનો પહેલો પ્રેમ...આ તસવીરો છે પુરાવો

જિયો ટીવીના પ્રમાણે એક ઑડિટ રિપોર્ટમાં આ આંકડાઓનો ખુલાસો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્લામાબાદથી ખાલી ઉડાનોના કારણે એરલાઈન્સને ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. અહેવાલ પ્રમાણે પીઆઈએએ 2016 થી 2017 દરમિયાન ખાલી ઉડાનો ભરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે એરલાઈન્સને તેના કારણે મોટું નુકસાન ઉઠાવવું પડ્યું છે અને તંત્રને તેની માહિતી આપવામાં આવી છતા કોઈ તપાસ નથી શરૂ કરવામાં આવી. ઑડિટ રિપોર્ટ મુજબ, આ સિવાય 36 હજની ઉડાનો પણ કોઈ મુસાફરો વિના જ ભરવામાં આવી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK