આજકાલ લગ્નપ્રસંગોમાં ફોટો અને વિડિયોનું ચલણ ખૂબ વધી ગયું છે. ફોટોગ્રાફરો પણ પ્રસંગને યાદગાર બનાવવા વર-વધૂના વિવિધ પોઝ અને સ્ટાઇલમાં ફોટો પાડતા હોય છે. સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં સ્ટેજ પર ઊભેલાં વર-વધૂના ફોટો લઈ રહેલો ફોટોગ્રાફર વરને સહેજ દૂર ખસેડીને નવવધૂનો ક્લોઝ-અપ લેવા તેની સહેજ વધુ નજીક ગયો હતો. જોકે વરનો પિત્તો જતાં તેણે ફોટોગ્રાફરને એક લાફો ઠોકી દીધો હતો. જોકે વરની આ હરકત પર નવવધૂએ આપેલી પ્રતિક્રિયાએ આખી બાજી સંભાળી લીધી હતી.
વરે ફોટોગ્રાફરને લાફો માર્યો એ જોઈને નવવધૂ શબ્દશ: લોટપોટ થઈને હસવા માંડી હતી જેને કારણે આખી ઘટના ગંભીર થવાને બદલે હાસ્યાસ્પદ બની ગઈ હતી. નેટિઝન્સે નવવધૂને વખાણતાં કહ્યું કે તેની પ્રતિક્રિયાએ કૅમેરામૅનને બચાવી તો લીધો જ, પણ પોતાના જીવનના યાદગાર દિવસને પણ બરબાદ થતો બચાવી લીધો.
આઇન્સ્ટાઇન કે વાઇરસ?
24th February, 2021 07:27 ISTપાંચ વર્ષ રખડતા રહેલા ઘેટાનું મુંડન કરાતાં 34 કિલો ઊન મળ્યું
24th February, 2021 07:27 ISTઆ ઘરની અંદર સંખ્યાબંધ મૅનિકિન્સ આકર્ષક પોઝમાં ઊભેલાં જોવા મળે છે
24th February, 2021 07:27 ISTઆ ટીનેજરે બનાવેલું પોતાનું સ્કેચ જોઈને ખુશ થયેલા વડા પ્રધાને તેને પત્ર લખ્યો
24th February, 2021 07:27 IST