પેટ્રોલ-પમ્પના કર્મચારીઓ આજથી ફક્ત એક જ શિફ્ટમાં કામ કરશે

Published: 15th October, 2012 05:09 IST

આજથી મુંબઈ શહેરમાં પેટ્રોલ-પમ્પના કર્મચારીઓએ સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધી અને હાઇવે પરના પેટ્રોલ-પમ્પના કર્મચારીઓએ નાઇટ શિફ્ટમાં કામ શરૂ કરતાં વાહનધારકોને ફ્યુઅલ ભરવા માટેની તકલીફોનો સામનો કરવો પડશે.

પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર મળતા કમિશનમાં વધારો કરવાની માગણી સાથે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં મુંબઈના ૨૪૨ પેટ્રોલ-પમ્પ સહિત મહારાષ્ટ્રના લગભગ ૩૩૦૦ પેટ્રોલ-પમ્પ અને દેશભરના લગભગ ૪૨,૦૦૦ પેટ્રોલ-પમ્પ પર કર્મચારીઓ એક શિફટમાં કામ કરશે. કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન પેટ્રોલિયમ ડીલર (સીઆઇપીડી)ના જનરલ સેક્રેટરી રવિ શિંદેએ કહ્યું હતું કે ‘જ્યાં સુધી અમારી માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે એક શિફ્ટમાં કામ કરીશું. અમે હડતાળ નથી કરી રહ્યા, પરંતુ માણસોની સંખ્યા ઘટાડીને ખર્ચ પર કાપ મૂકી રહ્યા છીએ. અમારી માગણી છે કે અપૂર્વચંદ્ર કમિટીની ભલામણોનો અમલ જલદી કરવામાં આવે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK