Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં પેટ્રોલ રેકૉર્ડબ્રેક ૯૩.૪૯ની સપાટીએ: મોદી સરકાર મૌન

મુંબઈમાં પેટ્રોલ રેકૉર્ડબ્રેક ૯૩.૪૯ની સપાટીએ: મોદી સરકાર મૌન

07 February, 2021 02:31 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં પેટ્રોલ રેકૉર્ડબ્રેક ૯૩.૪૯ની સપાટીએ: મોદી સરકાર મૌન

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે પેટ્રોલ અને ડીઝલ પર ઍગ્રી ઇન્ફ્રા સેસ લગાવવાની ઘોષણા કરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨ના બજેટમાં પેટ્રોલ પર પ્રતિ લિટર ૨.૫ રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર ૪ રૂપિયાના ‍ઍગ્રી ઇન્ફ્રા સેસની દરખાસ્ત રાખવામાં આવી છે. જોકે સરકાર દ્વારા આ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે આ સેસનો ભાર ગ્રાહકો પર નાખવામાં આવશે નહીં, પરંતુ એ કંપનીઓ પાસેથી જ વસૂલવામાં આવશે.

જોકે હાલની સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઐતિહાસિક ઉંચાઈએ છે. શનિવારે મુંબઈમાં પેટ્રોલનો રેટ ૯૩.૪૯ રૂપિયા નોંધાયો છે અને રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો રેટ ૮૬. ૯૫ એટલે કે લગભગ ૮૭ રૂપિયા. ત્યાં જ ચેન્નઈમાં ૮૯.૩૯ રૂપિયા અને કલકત્તામાં ૮૮.૩૦ રૂપિયા પ્રતિ લિટર છે. 



એ જ પ્રમાણે ડીઝલની વાત કરીએ તો મુંબઈમાં એની કિંમત ૮૩.૯૯ રૂપિયા પ્રતિ લિટર, ચેન્નઈમાં ૮૨.૩૩ રૂપિયા પ્રતિ લિટર, કલકત્તામાં ૮૦.૭૧ રૂપિયા પ્રતિ લિટર અને રાજધાની દિલ્હીમાં ૭૭.૧૩ રૂપિયા પ્રતિ લિટર છે. ગયા વર્ષની તુલનામાં માત્ર એક જ વર્ષમાં પેટ્રોલની કિંમતમાં લગભગ ૨૦ રૂપિયાની વૃદ્ધિ થઈ છે, જ્યારે ડીઝલની કિંમતમાં લગભગ ૧૫ રૂપિયાની વૃદ્ધિ નોંધાઈ છે. 


ઇન્ટરકૉન્ટિનેન્ટલ એક્સચેન્જ એટલે કે આઇસીઈ પર બ્રે‍ન્ટ ક્રૂડનો ભાવ ૫૫.૧૩ ડૉલર પ્રતિ બૅરલ ચાલી રહ્યો હતો‍. ન્યુ યૉર્ક મર્કન્ટાઇલ એક્સચેન્જ એટલે કે નાયમેક્સ પર અમેરિકન ક્રૂ઼ડ વેસ્ટ  ટેક્સસ ઇન્ટરમીડિયેટનો બિઝનેસ ૫૧.૦૯ ડૉલર પ્રતિ બૅરલ ચાલી રહ્યો હતો.

ત્યાં જ વર્તમાનમાં ક્રૂડ ઑઇલની કિંમતની વાત કરીએ તો યુએસ વેસ્ટ ટેક્સસ ઇન્ટરમિડિયેટ, ક્રૂડ ફ્યુચર ૫૧ સેન્ટ એટલે કે ૦.૯ ટકાની તેજી સાથે ૫૬.૭૩ ડૉલર પ્રતિ બૅરલે પહોંચી ગયું છે, ત્યાં જ બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર ૪૫ સેન્ટ એટલે કે ૦.૮ ટકાની તેજી સાથે ૫૯.૨૮ ડૉલર પ્રતિ બૅરલ પહોંચી ગયું છે.


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2021 02:31 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK