ધિક્કાર : હમને બચ્ચોં કો માર દિયા હૈ, અબ ક્યા કરેં?

Published: 19th December, 2014 03:08 IST

પેશાવરની સ્કૂલમાં હત્યાકાંડ આચર્યા પછી એક આતંકવાદીએ તેના આકાઓને પૂછ્યું હતું કે...
પેશાવરની આર્મી સ્કૂલના ઑડિટોરિયમમાં બર્બર હત્યાકાંડ આચર્યા પછી એક તાલિબાન આતંકવાદીએ તેના આકાઓને પૂછ્યું હતું કે હમને બચ્ચોં કો માર દિયા હૈ, અબ ક્યા કરેં?

આતંકવાદીના આ સવાલના જવાબમાં આકાઓએ જણાવ્યું હતું કે લશ્કરના લોકો આવે એની રાહ જુઓ અને ખુદને ફૂંકી મારતાં પહેલાં તેમની પણ હત્યા કરો.

પાકિસ્તાનના દૈનિક ‘ડૉને’ એક સલામતી અધિકારીનો હવાલો આપીને એક અહેવાલમાં આ માહિતી આપતાં એમ પણ જણાવ્યું હતું કે આર્મી પબ્લિક સ્કૂલના ઍડ્મિનિસ્ટ્રેશન બ્લૉક તરફ પોઝિશન લઈને ઊભા રહેલા કમાન્ડોઝ તરફ જતાં પહેલાં બાકી બચેલા બે આતંકવાદીઓ અને તેમના આકાઓ વચ્ચે મંગળવારે આ વાતચીત થઈ હતી.

પાકિસ્તાને હુમલાખોરોને ઓળખી કાઢ્યા છે અને તેમની વચ્ચેની વાતચીતની ટ્રાન્સ્ક્રિપ્ટ પણ મેળવી છે. તેમાંનો એક અબુઝાર હતો અને બીજો તેનો હૅન્ડલર કમાન્ડર ઉમર હતો. ઉમરે અફઘાનિસ્તાનના નાનગ્રહાર પ્રાંતના નાઝિયાં જિલ્લામાંથી ફોન મારફતે અબુઝાર સાથે વાત કરી હતી.

કુલ સાત પૈકીના પાંચ આતંકવાદીઓએ ખુદને ઍડ્મિનિસ્ટ્રેટિવ બ્લૉકમાં ફૂંકી માર્યા હતા, જ્યારે બાકીના બેએ બહારના ભાગમાં મોત વહોર્યું હતું.

૧૬ તાલિબાનો સામે ગુનો


પેશાવરના આર્મી સ્કૂલ હત્યાકાંડમાં તાલિબાનના ચીફ મુલ્લા ફઝલુલ્લાહ, તેના ડેપ્યુટી ખાલિદ હક્કાની અને ૧૪ અન્ય ટૉપ કમાન્ડર્સ સામે ફસ્ર્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. તહરીક-એ-તાલિબાનના જે અન્ય ટૉપ કમાન્ડર્સનાં નામ આ ફરિયાદમાં આપવામાં આવ્યાં છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK