Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > My IPO એટલે કે My Insurance Protection Option સબસ્ક્રાઇબ થયેલા હોવા જોઈએ

My IPO એટલે કે My Insurance Protection Option સબસ્ક્રાઇબ થયેલા હોવા જોઈએ

21 October, 2018 07:54 AM IST |

My IPO એટલે કે My Insurance Protection Option સબસ્ક્રાઇબ થયેલા હોવા જોઈએ

 My IPO એટલે કે My Insurance Protection Option સબસ્ક્રાઇબ થયેલા હોવા જોઈએ




પર્સનલ ફાઇનૅન્સ - ગૌરવ મશરૂવાળા





આપણે જીવનમાં બે પ્રકારનાં જોખમોનો સામનો કરવો પડતો હોય છે. એક, રોકાણ સંબંધી જોખમ અને બે, ખરું જોખમ. રોકાણ સંબંધી જોખમનાં ત્રણ પરિણામો શક્ય છે : ૧. નફો, ૨. યથાવત્ સ્થિતિ અને ૩. નુકસાન.

જ્યારે આપણે સોના પર આધારિત મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરીએ છીએ ત્યારે કાં તો નફો થઈ શકે છે અથવા તો કોઈ નફો કે નુકસાન થાય નહીં એવી સ્થિતિ રહી શકે છે અથવા તો માત્ર નુકસાન થઈ શકે છે. આવા પ્રકારના જોખમની સામે વીમાનું રક્ષણ મળતું નથી.



ખરા જોખમની વાત કરવા માટે એક ઉદાહરણ લઈએ. ધારો કે તમારી પાસે એક કાર છે. એને જો અકસ્માત નડે તો તમને નુકસાન થાય અને કોઈ અકસ્માત નડે નહીં તો યથાવત્ સ્થિતિ રહે. કારને લીધે નફો થાય એવી કોઈ શક્યતા હોતી નથી. ખરાં જોખમો માટે તમે વીમાનું કવચ લઈ શકો છો.

આથી દરેક વ્યક્તિને મારે કહેવાનું કે My CEO નિશ્ચિત થયા બાદ My IPO વિચાર કરવો. ઘણી વાર મને પૂછવામાં આવે છે કે Ipoમાં રોકાણ કરવું કે નહીં? મારો જવાબ એ જ હોય છે કે તમારો પોતાનો IPO નક્કી હોય તો તમારે બજારના IPOમાં રોકાણ કરવું. દરેક વ્યક્તિનો પોતાનો IPO એટલે Insurance Protection Options અર્થાત્ વીમા અને રક્ષણના વિકલ્પો.

ઓચિંતી કોઈ બીમારી આવે, અકસ્માત થાય કે મૃત્યુ થાય ત્યારે પારિવારિક ખોટ જાય છે અને સાથે-સાથે માનસિક આઘાત પણ લાગે છે. એની સાથે નાણાકીય નુકસાન પણ થાય છે. વીમો માનસિક આઘાતની સ્થિતિમાં કોઈ રીતે ઉપયોગી થઈ શકે નહીં, પરંતુ નાણાકીય નુકસાનની ભરપાઈ કરવા માટે અગત્યની વસ્તુ છે.

વાહનને અકસ્માત નડે કે પછી ઘર, ઑફિસ કે એની વસ્તુઓને નુકસાન થાય ત્યારે આપણે નાણાકીય નુકસાન ભોગવવું પડે છે. આથી સંપત્તિસર્જનના માર્ગે ચડતાં પહેલાં પ્ક્ક IPO ‘સંપૂર્ણપણે ભરાયો’ છે કે નહીં એ જોવું જરૂરી છે. નુકસાનની સામે વીમાનું રક્ષણ લેવાયું હશે તો નાણાકીય આઘાત ઘણો ઓછો લાગશે.

ફાઇનૅન્શિયલ પ્લાનર તરીકેની પ્રૅક્ટિસ દરમ્યાન મેં જોયું છે કે જેમણે My IPO નક્કી કરી રાખ્યો હોય છે તેઓ સંપત્તિસર્જનની દિશામાં જોશભેર અને વધુ વેગથી પ્રગતિ કરી શકે છે. એનું કારણ એ કે જીવનમાં અનિચ્છનીય ઘટનાઓ બની શકે છે એ વાત તેઓ પહેલેથી સારી રીતે જાણતા હોય છે. આવા સંજોગોમાં નાણાંની જરૂર પડે ત્યારે My IPO ઉપયોગી થાય છે.

વ્યક્તિગત જોખમ

આપણી આવક બંધ થઈ શકે કે ઓછી થઈ શકે એવી કેટલીક ઘટનાઓમાં બીમારી, અકસ્માત, પંગુતા, મરણ વગેરેનો સમાવેશ થાય છે. આથી આરોગ્ય વીમો, જનરલ વીમો અને જીવન વીમો એ ત્રણે પ્રકારનાં કવચ લેવાયેલાં હોવાં જોઈએ.

આરોગ્ય વીમો પરિવારના તમામ સભ્યો માટે લેવાવો જોઈએ. તેઓ કમાય છે કે નહીં એની સાથે આ વીમાનો કોઈ સંબંધ નથી.

એનાથી વિપરીત જીવન વીમો ફક્ત કમાનાર સભ્યોનો જ હોવો જોઈએ. બીમારી કે અકસ્માત કોઈની પણ સાથે થઈ શકે છે તેથી બધા માટે મેડિક્લેમ હોવો જોઈએ, જ્યારે કમાનાર વ્યક્તિને કોઈ નુકસાન થાય તો એને કારણે પરિવારની આવક પર વિપરીત અસર થાય છે તેથી જીવન વીમો કમાનાર વ્યક્તિ માટે કઢાવવો જોઈએ. ઘરમાં જો મહિલા નોકરી-વ્યવસાય કરનારી હોય તો તેનો પણ વીમો હોવો જોઈએ.

ટૂંકમાં, જીવન વીમો દરેક કમાનાર વ્યક્તિ માટે કઢાયેલો હોવો જોઈએ, જ્યારે આરોગ્ય વીમો પરિવારના દરેક સભ્યનો હોવો આવશ્યક છે.

પ્રૉપર્ટી સામેનું જોખમ

આપણું ઘર, ઑફિસ, એમાંની વસ્તુઓ, વાહનો વગેરે જેવી જણસો આપણી પ્રૉપર્ટી ગણાય છે. એમને કોઈ નુકસાન થાય તો એનાથી આપણી સંપત્તિ પર અસર થાય છે. આથી એવી તમામ પ્રૉપર્ટીનો વીમો કઢાયેલો હોવો જોઈએ.

આપણી પ્રૉપર્ટી હોય કે આપણે પોતે હોઈએ, બધા જ એક પ્રકારની સંપત્તિ છે. એમને વીમાનું કવચ આપવામાં ન આવે તો જોખમ લાગુ પડે છે. આથી એ જોખમથી બચવું આવશ્યક છે. આથી તમે જો બજારમાં આવતા ત્ભ્બ્માં પૈસા નહીં રોકો તો એક વખત ચાલી

જશે, પણ પોતાનો My IPO તો હોવો જ જોઈએ.

આથી હવે જ્યારે પણ IPO આવે ત્યારે પહેલાં પોતાની જાતને પૂછી લેજો કે પ્ક્ક IPO પૂરેપૂરો ભરાયો છે કે નહીં?

(લેખક વિખ્યાત ફાઇનૅન્શિયલ પ્લાનર છે અને તેમણે ‘યોગિક વેલ્થ’ નામનું પુસ્તક પણ લખ્યું છે.)

Whatsapp-channel Whatsapp-channel

21 October, 2018 07:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK