(પીપલ-લાઇવ - પત્ની ફેમસ હોય ત્યારે - જિગીષા જૈન) સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં ભાભીમાનો રોલ ભજવતાં મૂળ મુંબઈનાં જ મેધા જંબોટકરે ૧૬ વર્ષની ઉંમરથી નાટકોમાં કામ શરૂ કર્યું. ત્યાર પછી છ વર્ષ તેઓ દૂરદર્શન સાથે સંકળાયેલાં રહ્યાં. મરાઠી થિયેટર સાથે પણ કામ કર્યું છે. એમએ વિથ ક્લિનિકલ સાઇકોલૉજીની ડિગ્રી ધરાવતાં મેધા જંબોટકરે સિંગાપોરમાં ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ તરીકે કામ કર્યું છે, જેમાં ઍક્ટિંગનો ઉપયોગ તેમણે એક થેરપી તરીકે કર્યો હતો. ૧૯૮૩માં તેમણે જયંત જંબોટકર જોડે અરેન્જ મૅરેજ કયાર઼્ હતાં. ફિલિપીન્સની એશિયન ઇãન્સ્ટટuૂટ ઑફ મૅનેજમેન્ટમાંથી એમબીએની ડિગ્રી હાંસલ કરનાર જયંત હાલમાં જાણીતી આઇટી કંપનીમાં ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર તરીકેની કામગીરી બજાવે છે.
ચટ મંગની પટ શાદી
૧૯૮૩ના ફેબ્રુઆરી મહિનામાં એક કૉમન ફ્રેન્ડ દ્વારા બન્નેનાં લગ્નની વાત ચાલી. મેધા એ દિવસો યાદ કરતાં કહે છે, ‘બી. જે. રૂપારેલ કૉલેજમાં હું અને જયંત બન્ને સાથે ભણતાં ત્યારે કંઈ ખાસ ઓળખતાં નહોતાં. અમારું ફ્રેન્ડ-સર્કલ કૉમન હતું. વળી અમે બન્ને માહિમમાં પાસે રહેતાં હતાં. અમારું સોશ્યલ-ઇકૉનૉમી બૅકગ્રાઉન્ડ, કાસ્ટ બધું જ સરખું હતું.’
એ સમયે મેધા જાણીતો ચહેરો હતી એમ જણાવીને જયંત કહે છે, ‘દૂરદર્શનમાં તે ઘણું કામ કરતી હતી. અમે જ્યારે મળ્યો ત્યારે અમે લગભગ પહેલી જ મુલાકાતમાં બેથી ત્રણ કલાક વાતો કરી. અમે અનુભવ્યું કે અમારામાં ઘણું જ સામ્ય હતું. એવું કહી શકાય કે તમે જ્યારે કોઈને મળો ને બસ, ક્લિક થઈ જાય કે આ પાત્ર જ બરાબર છે એવું જ કંઈક અમારી સાથે થયું. આમ અમારી સાત દિવસની અંદર ચટ મંગની, પટ શાદી થઈ ગઈ.’
બમણી ખુશીએક પ્રખ્યાત ટીવી-આર્ટિસ્ટને પત્ની તરીકે સ્વીકારતી વખતે શું અનુભવેલું એના જવાબમાં જયંત કહે છે, ‘ખુશી તો બમણી હતી. તમારા પાર્ટનરને દુનિયા ઓળખે છે. જેને મળવા, હાથ મિલાવવા, ઑટોગ્રાફ લેવા લોકો પડાપડી કરે છે એ વ્યક્તિ સંપૂર્ણ રીતે મારી થવા જઈ રહી છે એ એક ગ્રેટ ફીલિંગ હતી.’
લગ્ન પછી મેધા અને જયંત સાત વર્ષ માટે સિંગાપોર શિફ્ટ થઈ ગયાં હતાં. જયંતે લગ્ન પછી મેધાની પ્રેરણાથી પોસ્ટ-ગ્રૅજ્યુએશન પણ કર્યું. જયંત કહે છે, ‘ઇન્ડિયામાં મેધાનું એસ્ટાબ્લિશ કરીઅર હતું, પણ મને સારી જૉબ ઑપોચ્યુર્નિટી મળતી હતી એટલે તે ખુશી-ખુશી એ બધું છોડી મારી સાથે આવવા તૈયાર થઈ ગઈ. અમારાં બે બાળકો નિહાલ અને નકુલની જવાબદારી પણ તેણે બખૂબી નિભાવી છે.’
સ્પેશ્યલ ટ્રીટમેન્ટસિંગાપુરથી ઇન્ડિયા પાછાં ફયાર઼્ એ યાદ કરતાં જયંત કહે છે, ‘મારાં મમ્મી બીમાર હતા અને તેમને મુંબઈની એક પ્રખ્યાત હૉસ્પિટલમાં દાખલ કયાર઼્ હતાં. આ હૉસ્પિટલ એના નિયમોમાં ઘણી ચુસ્ત છે. ખાસ કરીને એક સમયે એક વિઝિટરને જ એન્ટ્રી મળતી હતી. અમે લોકોએ થોડી રિકવેસ્ટ કરી જોઈ, પણ તેઓ ટસના મસ ન થયા, જેથી મેધા હૉસ્પિટલમાં આવી. ત્યાંના સ્ટાફે તેને ઓળખી લીધી. બધા તેને ઘેરીને ઊભા રહી ગયા અને અચાનક જ ત્યાંનો સ્ટિÿક્ટ સ્ટાફ ખૂબ પોલાઇટ બની ગયો. અમને લોકોને સ્પેશ્યલ અટેન્શન મળવા લાગ્યું અને એકને બદલે બે વિઝિટરની પરમિશન પણ મળી ગઈ.’
મેધા તે બનાવ યાદ કરતાં કહે છે, ‘સાત વર્ષ પછી પણ લોકો મને ઓળખશે અને આવો રિસ્પૉન્સ આપશે એવું મેં ધાર્યું નહોતું. જોકે આવું અમારી સાથે બનતું રહે છે. શાકભાજીવાળાથી લઈને સર્વિસ સેન્ટરવાળા, શૉપિંગ મૉલથી લઈને ઍરપોર્ટ પર પણ લોકો અમને ઓળખી જાય પછી જરૂરિયાત કરતાં પણ વધારે સારી રીતે વર્તે છે.’
પરદેશમાં પણ શાંતિ નહીંપ્રાઇવસી નથી મળતી એનો અફસોસ પ્રગટ કરતા જયંત કહે છે, ‘ઇન્ડિયામાં તો મેધાને બધા ઓળખે અને તે જ્યાં પણ જાય ત્યાં તેના ફૅન મળી જાય. પરંતુ બેથી ત્રણ વર્ષ પહેલાં અમે અમારા પરિવારના લગભગ ૧૮-૧૯ લોકો સાથે યુએસએથી મેક્સિકો ક્રૂઝ ટૂર પર ગયા હતા. અમને એમ હતું કે ઘણા સમય પછી પરિવાર સાથે શાંતિથી સમય વિતાવવા મળશે, પણ ત્યાં પણ તેને ઓળખી જનારા મળી ગયા, જે તેની સિરિયલ દરરોજ જોતા હતા અને તેના ફૅન હતા. તેમની સાથે ઑટોગ્રાફ, ફોટોગ્રાફ ને બધું ચાલુ થયું તો મને લાગ્યું કે અરે! અહીં પણ? ઇનફૅક્ટ એ ક્રુઝનો સ્ટાફ પણ ઇન્ડિયન હતો. તેઓ પણ મેધાને ઓળખી ગયા. એ દિવસે તેમણે સ્પેશ્યલ અમારા માટે ઇન્ડિયન જમવાનું બનાવેલું. એ દિવસે અમને ઇન્ડિયન ટેલિવિઝનની પોપ્યુલારિટીનો નમૂનો મળ્યો, જે ભારત સુધી જ સીમિત નથી.’
જોકે મેધાના કહેવા પ્રમાણે જયંત તેમની સિરિયલ દરરોજ જોતા નથી, કંઈ ખાસ એપિસોડ આવવાનો હોય ત્યારે હું તેમને કહી દઉં તો તે જુએ.
ક્યારેક ચિડાઈ જાયમેધા હમણાંનો જ એક બનાવ યાદ કરતાં કહે છે, ‘અમે થોડા સમય પહેલાં પુણે ગયા હતા ત્યાં રસ્તામાં એક મૉલ પાસે મેં તેમને રોકીને કહ્યું કે હું હમણાં આવું, તમે પાંચ મિનિટ અહીં જ રાહ જુઓ. મારે એક નાનકડું કામ પતાવવાનું હતું. ત્યાં જેવી મૉલમાં એન્ટર થઈ કે બધા લોકો મને ‘ભાભીમા, ભાભીમા!’ કહી ઘેરી વળ્યાં. હું તેમને મળવા રોકાઈ એમાં ઘણી વાર લાગી ગઈ. જયંત બિચારા તડકામાં ઊભાં-ઊભાં મારી રાહ જોતા હતા. તેમને તડકામાં ઊભા રહેવું પડ્યું એટલે તેઓ ખાસ્સા ચિડાઈ ગયા હતા.’
હું તેનો પતિલોકો તમને મેધાના પતિ તરીકે ઓળખે ત્યારે તમને કેવું લાગે? એ પ્રfનનો જવાબ આપતાં જયંત કહે છે, ‘૨૯ વર્ષના લગ્નજીવન પછી આ પ્રકારના પ્રfન નડે નહીં. આમ પણ પતિ-પત્ની એકબીજાનાં પૂરક હોય છે. તેને ઓળખતાં લોકો મને તેના હસબન્ડ તરીકે ઓળખે છે તો મને ઓળખતા લોકો તેને મારી વાઇફ. આમ જોવા જઈએ તો બન્ને સિચુએશનમાં ખાસ ફરક છે નહીં.’
ટિપિકલ હસબન્ડ નથીજયંત એક આઇટી ફર્મમાં કામ કરે છે, જેમાં દર શનિવાર-રવિવારે રજા હોય છે, જ્યારે મેધાને તો દરરોજ જ શૂટિંગમાં ૧૨ કલાક આપવા ફરજિયાત હોય છે. આ વિશે જયંત કહે છે, ‘મને પણ ગમે કે મારી રજાના દિવસે મારી પત્ની મારી સાથે હોય, પરંતુ પ્રોફેશનલ કમિટમેન્ટ પણ જરૂરી છે. તેની અનહદ લોકપ્રિયતા પાછળ તેની દિવસ-રાતની મહેનત અને કામ કરવાની ધગશ છે, જેનો હું સાક્ષી રહ્યો છું. ઘર-પરિવાર માટે મેધાએ ઘણા સેક્રિફાઇસ કર્યા છે અને મને તેના કામ અને તેની લોકપ્રિયતા પર ગર્વ છે.’
પોતાના પતિદેવની મહાનતાનું વર્ણન કરતાં મેધા કહે છે, ‘રજાના દિવસે જ્યારે તે ઘરે હોય ત્યારે મને ખૂબ ખરાબ લાગે કામ પર જવાનું અને આવા સમયે જયંત એટલા સર્પોટિવ લાગે કે તે ક્યારેય ટિપિકલ હસબન્ડની જેમ જતાવે નહીં કે હું ઘરે છું અને તું જાય છે? ઊલટું, મારી કેટલીયે રિસ્પૉન્સિબિલિટી તે લઈ લે.’