પહેલાં જે ગિફ્ટ લાવતો એ ખુશીથી રાખી લેતી, હવે બદલાવે નહીં તો ચેન જ ન પડે (પીપલ-લાઇવ)

Published: 16th October, 2012 06:01 IST

મુલુંડમાં રહેતાં કચ્છી ગુર્જર જૈન જ્ઞાતિનાં જયણા અને ધીરેન શાહનાં લવ-મૅરેજને દસ વર્ષ પૂરાં થશે. પાડોશીમાંથી પ્રેમી અને પ્રેમીમાંથી પતિ-પત્ની બનનાર આ દંપતીને સંતાનમાં આઠ વર્ષનો દીકરો દીપ અને ચાર વર્ષની દીકરી પ્રિયંકા છે. કસ્ટમ્સ-ક્લિયરિંગનો વ્યવસાય કરતા ધીરેનની જયણા સાથેની સગાઈ એક વરસ રહી, પણ તેમનો ર્કોટશિપ પિરિયડ આઠ વર્ષનો હતો. લગ્ન પછી જીવનમાં આવેલાં પરિવર્તનો વિશે તેઓ શું કહે છે એ જાણી લઈએ તેમની જ પાસેથી(પીપલ-લાઇવ - શાદી સે પહલે શાદી કે બાદ -હેતા ભૂષણ)

પત્ની શું કહે છે?

હું તો એટલું જ કહીશ કે સગાઈથી લગ્ન વચ્ચેનો ગાળો જો ગોલ્ડન પિરિયડ હોય છે તો લગ્ન પછી મારો ડાયમન્ડ પિરિયડ ચાલી રહ્યો છે. ધીરેન સાથે લગ્ન કરીને હું ખૂબ સુખી છું. લગ્ન થાય એટલે દરેક સ્ત્રીમાં પરિવર્તન આવે એ સ્વાભાવિક જ છે. લગ્ન પછી હું થોડી વધારે ગંભીર બની છું. અમારાં લગ્ન પહેલાં હું અને ધીરેન ફોન પર ખૂબ જ વાતો કરતાં હતાં, પણ અમારાં લગ્ન પછી એક જ વર્ષમાં દીપનો જન્મ થયો અને પછી પ્રિયંકા જન્મી એટલે ઘણી વાર એવું થાય કે ધીરેન મને ફોન કરે ત્યારે હું બાળકોમાં બિઝી હોઉં તો તરત જ ફોન મૂકી દઉં છું. મને પહેલાં રસોઈ બનાવવામાં ખાસ રસ નહોતો, પણ સગાઈ પછી મેં ધીરેનને ભાવતી રસોઈ બનાવવા માંડી. એ વખતે તો રસોઈમાં કંઈ ઓછું-વધુ પડતું તો પણ ધીરેન પ્રેમથી ખાઈ લેતો હતો. હવે તો રસોઈમાં કંઈક ગરબડ હોય તો ધીરેન તરત જ મને કહી દે છે. અમારાં લગ્ન પહેલાં કોઈક બાબતમાં નિર્ણય લેવાનો હોય તો મારું ચાલતું હતું, પણ લગ્ન પછી ઘરમાં ધીરેનનું ચાલે છે. પણ મને એનો વાંધો નથી. અમારાં લવ-મૅરેજ છે અને લગ્ન પછી પણ અમને એવું લાગે છે કે અમે એકબીજા માટે જ સર્જાયાં છીએ. ધીરેન મને ખૂબ જ પ્રેમ કરે છે, પણ તેમને પ્રેમ દર્શાવતાં આવડતું નહોતું. પરંતુ લગ્ન પછી તેઓ બર્થ-ડે, ઍનિવર્સરી વગેરે યાદ રાખીને ગિફ્ટ આપતાં અને સરપ્રાઇઝ આપતાં શીખી ગયા છે. અમને બેઉને હરવા-ફરવાનો ખૂબ જ શોખ છે. અમારા બેઉમાંથી કોઈ પણ ફરવા જવાની વાત કરે તો બીજો ના પાડે જ નહીં, પણ હવે હું બાળકોમાં એટલી બિઝી હોઉં છું કે ક્યારેક ફરવા જવાની ના પાડી દઉં છું.

પતિ શું કહે છે?

અમારી સગાઈ થઈ એ પહેલાંથી જ જયણા મારા માટે પઝેસિવ હતી અને લગ્ન પછી પણ તેની પઝેસિવનેસ વધી છે. અમે ૧૮ વર્ષથી એકબીજા સાથે જ છીએ. અમારી સગાઈ નક્કી થઈ એ પહેલાં અમે એક વાર એકબીજાને મળવાનું નક્કી કર્યું હતું. જયણા તો નક્કી કરેલા સ્થળે પહોંચી ગઈ, પણ હું એ દિવસે ઑફિસમાં ખૂબ કામ હોવાથી જલદી નીકળી ન શક્યો અને ત્યારે અમારી પાસે મોબાઇલ પણ નહોતા. જયણાએ એ દિવસે બે કલાક સુધી મારી વાટ જોઈ અને હું જ્યારે ગયો ત્યારે મારા પર ખૂબ જ ગુસ્સે થઈ. પરંતુ પછી મેં તેને મનાવી લીધી. લગ્ન પછી અમે જ્યારે પણ બહાર જઈએ છીએ ત્યારે જયણા હું પાંચ મિનિટમાં આવું છું એમ કહીને મને અડધો કલાક તો રાહ જોવડાવે જ. આમ બે કલાકના બદલામાં મેં કેટલાયે કલાક તેની રાહ જોવામાં કાઢ્યા છે અને હજી પણ કાઢતો રહીશ, પણ હમણાં મેં એક ઉપાય શોધી કાઢ્યો છે. જયણા તૈયાર થઈને આવે એટલી વાર હું બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં વૉક લઈ લઉં છું. મને ગિફ્ટ લેવા જવાનો પહેલેથી જ બહુ કંટાળો આવે. લગ્ન પહેલાં જયણા મારી પાસે ગિફ્ટની ડિમાન્ડ કરતી હતી તેથી હું તેને માટે જે ગિફ્ટ લઈ આવતો હતો એ જયણા રાખી મૂકતી હતી, પણ લગ્ન પછી હું તેના માટે ગિફ્ટ લાવું તો ત્રણમાંથી બે ગિફ્ટ તે ચેન્જ કરાવી આવતી. તેથી હવે હું તેના માટે જ્યારે પણ ગિફ્ટ ખરીદવી હોય તો તેને સાથે જ લઈ જાઉં છું.

ધીરેન અને જયણા એકબીજાને કેટલું ઓળખે છે? ચાલો, તેમની કસોટી કરીએ

જયણાની અગ્નિપરીક્ષા

ધીરેનનો સ્વભાવ

જયણા : પ્રેમાળ, હસમુખો.

ધીરેન : સહી જવાબ.

તકિયા-કલામ

જયણા : કોઈ નહીં.

ધીરેન : સહી જવાબ.

ઘરની પ્રિય જગ્યા

જયણા : બેડરૂમ.

ધીરેન : સહી જવાબ.

હાઇટ

જયણા : પાંચ ફૂટ નવ ઇંચ.

ધીરેન : સહી જવાબ.

સૌથી ભાવતું અને ન ભાવતું શાક

જયણા : છોલે ભાવે, ભીંડા

ન ભાવે.

ધીરેન : સહી જવાબ.

શૂઝની સાઇઝ

જયણા : ૧૦ નંબર.

ધીરેન : ગલત જવાબ (૯ નંબર).

ફેવરિટ હીરો-હિરોઇન

જયણા : હીરો - અમિતાભ બચ્ચન, હિરોઇન - પ્રિયંકા ચોપડા.

ધીરેન : સહી જવાબ.

ફેવરિટ કલર

જયણા : વાઇટ.

ધીરેન : સહી જવાબ.

ફેવરિટ ડ્રેસ

જયણા : જીન્સ.

ધીરેન : સહી જવાબ.

બ્લડ-ગ્રુપ

જયણા : બ્ પૉઝિટિવ.

ધીરેન : સહી જવાબ.

૧૦માંથી ૯ માર્ક : વેરી ગુડધીરેનની અગ્નિપરીક્ષા

જયણાનો સ્વભાવ

ધીરેન : પઝેસિવ.

જયણા : સહી જવાબ.

તકિયા-કલામ

ધીરેન : કોઈ નહીં.

જયણા : સહી જવાબ.

ઘરની પ્રિય જગ્યા

ધીરેન : બેડરૂમ.

જયણા : સહી જવાબ.

હાઇટ

ધીરેન : પાંચ ફૂટ બે ઇંચ.

જયણા : સહી જવાબ.

સૌથી ભાવતું અને ન ભાવતું શાક

ધીરેન : કડવાં શાક છોડીને બધું જ ભાવે.

જયણા : સહી જવાબ.

શૂઝની સાઇઝ

ધીરેન : ૮ નંબર.

જયણા : સહી જવાબ.

ફેવરિટ હીરો-હિરોઇન

ધીરેન : હીરો - રણબીર કપૂર.

હિરોઇન - કરીના.

જયણા : અડધુ સાચું.

હિરોઇન - કૅટરિના કૈફ.

ફેવરિટ કલર

ધીરેન : પિન્ક, બ્લૅક.

જયણા : સહી જવાબ.

ફેવરિટ ડ્રેસ

ધીરેન : કુર્તી.

જયણા : સહી જવાબ.

બ્લડ-ગ્રુપ

ધીરેન : બ્ પૉઝિટિવ.

જયણા : સહી જવાબ.

૧૦માંથી સાડા નવ માર્ક : વેરી ગુડ

સ્કોરિંગ - અન્ડર ૫ : વેરી બૅડ, ૫ - ૭ : ઓકે, ૭.૫ - ૮.૫ : ગુડ, ૯ - ૯.૫ : વેરી ગુડ, ૧૦ : પર્ફેક્ટ પાર્ટનર


Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK