પરિચયના ત્રીજા દિવસે પ્રપોઝ કર્યું અને દસમા દિવસે લગ્ન (પીપલ-લાઇવ)

Published: 28th September, 2012 06:31 IST

આટલી સુપરફાસ્ટ લવસ્ટોરી ધરાવતા મિહિર મિશ્રા અને માનિની ડેનાં લગ્નને હવે આઠ વર્ષ પૂરાં થશે. પોતાનાં પ્રથમ લગ્નથી થયેલી ૪ વર્ષની દીકરીને પણ મિહિરે પ્રેમથી સંભાળી લીધી એનો માનિનીને ગર્વ છે(પીપલ-લાઇવ - પ્યાર કી યે કહાની સુનો - ફાલ્ગુની જડિયા-ભટ્ટ)

નાના પડદે ચટ મંગની, પટ બ્યાહનો અવૉર્ડ આપવાનો હોય તો એ ચોક્કસ મિહિર મિશ્રા અને માનિની ડેને આપવો પડે. સ્ટાર પ્લસની સિરિયલ ‘સંજીવની’માં ડૉ. રાહુલના પાત્રથી જાણીતા બનેલા મિહિરને બહુ ઝડપથી સમજાઈ ગયું હતું કે લગ્ન કરવા માટે માનિની ડેથી વધુ સારી છોકરી બીજી કોઈ હોઈ શકે નહીં. પરિણામે તેણે વધુ સમય ન બગાડતાં પરિચયના ત્રીજા જ દિવસે માનિનીને પ્રપોઝ કરી દીધું અને દસમા દિવસે તો બન્ને લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં હતાં.

પોતાની આવી યુનિક લવસ્ટોરી વિશે વાત કરતાં માનિની કહે છે, ‘મિહિરે મને પ્રપોઝ કર્યું એના લગભગ છ મહિના પહેલાં જ મને કોઈકે કહ્યું હતું કે મારા જીવનમાં એકાએક કોઈકનું આગમન થશે અને બહુ ટૂંક પરિચયમાં અમે લગ્ન કરી લઈશું. સ્વાભાવિક રીતે જ ત્યારે મેં એ વાત હસી કાઢી હતી અને પેલી વ્યક્તિને દાવા સાથે કહી દીધું કે આવું તો હું જીવનમાં ક્યારેય નહીં કરું, પરંતુ જે સંજોગોમાં મારા અને મિહિરનાં લગ્ન થયાં છે એ જોતાં હવે મેં નક્કી કર્યું છે કે ‘આવું તો હું જીવનમાં ક્યારેય નહીં કરું’ એ શબ્દો જ જીવનમાં ક્યારેય બોલવા નહીં.’

આટલી ઝડપ શા માટે?

માનિની અને મિહિરની લવસ્ટોરી ખરેખર અલગ છે. લવ ઍટ ફસ્ર્ટ સાઇટ, અંતરમનનો અવાજ, ઈશ્વરની ઇચ્છા વગેરે જેવા શબ્દો પર વિશ્વાસ કરવાનું મન થઈ જાય એવી.

પોતાની આવી પ્રેમકહાણી વિશે માંડીને વાત કરતાં મૂળ દિલ્હીનો મિહિર કહે છે કે ‘માનિનીને પહેલી વાર હું એક કૉમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યો હતો. પહેલી મુલાકાતમાં જ તેની અંદર કંઈક એવું હતું, જે મને ખૂબ સ્પર્શી ગયું હતું. અલબત્ત, ત્યાર પછી અમારી બીજી મુલાકાત એના ત્રણથી ચાર મહિના રહીને થઈ. બન્યું એવું કે માનિનીના મોબાઇલમાં કંઈ ગરબડ થતાં તે એકેક નંબર પર ફોન કરી કયો નંબર કોનો છે એ કન્ફર્મ કરી રહી હતી. મારા પર તેનો ફોન આવતાં અમારું મળવાનું નક્કી થયું અને એના ત્રીજા દિવસે તો મને સમજાઈ ગયું હતું કે મારે માનિની સાથે લગ્ન કરવાં છે. એથી મેં તેને ફરી મળવાનું ગોઠવ્યું અને રેસ્ટોરાંમાં ચા પીતાં-પીતાં કહી દીધું કે ‘મને તું ગમે છે અને મારે મારુ઼ આખું જીવન તારી સાથે જ વિતાવવું છે. ભૂતકાળમાં મારી અનેક ગર્લફ્રેન્ડ્સ રહી ચૂકી છે, એથી મને ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડના રિલેશનમાં કોઈ રસ નથી. સાથે જ હું નથી ઇચ્છતો કે આપણે સગાઈ કરી લગ્ન માટે થોડો સમય રાહ જોઈએ, કારણ મેં જોયું છે કે ઘણી વાર લોકોનાં મન એ સમય દરમ્યાન બદલાઈ જતાં હોય છે. મને જીવનભર મારો સાથ નિભાવે એવો એક સાથી જોઈએ છે અને મને લાગે છે કે મારા માટે એ સાથી તું છે.’

હું શ્યૉર હતો

અલબત્ત, સામે પક્ષે માનિની આવી કોઈ અણધારી માગણી માટે તૈયાર નહોતી, કારણ આ પહેલાં તે એક નિષ્ફળ લગ્નજીવનની યાતનામાંથી પસાર થઈ ચૂકી હતી અને પહેલા પતિથી છૂટાછેડા પછી મહામહેનતે પોતાની ચાર વર્ષની દીકરી સાથે તેણે પોતાની અલગ દુનિયા વસાવી હતી, એથી મિહિર તરફથી આવેલો લગ્નનો આ પ્રસ્તાવ તેના માટે સુખદ આર્યની સાથે અનેક પ્રfનો પણ લઈને આવ્યો હતો. જોકે, ખૂબ વિચાર્યા પછી પણ જ્યારે એ પ્રfનોના જવાબો ન મળ્યાં ત્યારે તેણે પોતાની નિયતિ ભગવાનના હાથમાં સોંપી દીધી અને જે થશે એ જોયું જશે એવા વિશ્વાસ સાથે મિહિરને હા પાડી દીધી, બન્ને પક્ષે આ નિર્ણય એટલો ઉતાવળે લેવામાં આવ્યો હતો કે મિહિરે પોતાનાં માતા-પિતા કે માનિનીએ પોતાની દીકરી સુધ્ધાંને આ નિર્ણયની જાણ કરી નહીં અને મિહિરના ઘરે જ રજિસ્ટર્ડ મૅરેજ કરી લીધાં.

પોતાના એ પગલા વિશે વાત કરતાં મિહિર કહે છે, ‘હું મનથી મક્કમ છું. એક વાર જે નક્કી કરું એ પછી કોઈને પૂછવા રોકાઉં નહીં. વળી માનિની સાથે લગ્ન કરવાની બાબતે હું એટલો બધો શ્યૉર હતો કે કોઈને વાત કરી હું એમાં જો-તો જેવા પ્રfનો ઊભા કરવા નહોતો માગતો. જોકે, મારા આ નિર્ણયથી મારા માતા-પિતાને શરૂઆતમાં થોડું દુ:ખ ચોક્કસ થયું હતું, પરંતુ આજે એ બન્નેનું માનવું છે કે અથાક પ્રયત્નો છતાં તેઓ મારા માટે માનિનીથી વધુ સારી છોકરી શોધી શક્યા ન હોત.’

લાખ ગુના માફ

માનિની ભારપૂર્વક મિહિરને વખાણ કરતાં કહે છે, ‘ડિસેમ્બર ૨૦૦૪માં થયેલાં અમારાં લગ્નને આજે આઠ વર્ષ થવા આવ્યાં, પરંતુ આટલાં વષોર્માં તેણે મને એક પણ વાર એવો અહેસાસ થવા દીધો નથી કે મારી સાથે લગ્ન કરીને તેણે મારા પર કોઈ મહેરબાની કરી છે. બલ્કે, મારી દીકરી દિયાનૂરને તેણે જે પ્રેમ અને સમજદારી આપ્યાં છે એ એટલાં અનન્ય છે કે એની સામે તેના લાખ ગુના માફ છે. સાથે જ મારાં માતા-પિતા સાથે પણ તેણે એટલી સરસ મિત્રતા કેળવી લીધી છે કે તેમના માટે મિહિર તેમનો જમાઈ નહીં, પરંતુ દીકરો જ છે. અલબત્ત, મિહિર આ સત્યનો ઘણી વાર લાભ પણ ઉઠાવી લે છે. મારી અને મારા પરિવારજનોની સામે શરમની મારી મારી મમ્મી લાલચોળ થઈ જાય એવી રીતે ખુલ્લેઆમ ફ્લર્ટ કરતો ફરે છે. તો વળી ક્યારેક મારા પપ્પાને ટકલું પણ કહી દે છે, પરંતુ હવે તેઓ મિહિરને ઓળખી ગયા હોવાથી તેની આવી બધી હરકતો તેમની વહાલી લાગે છે.’

આજે પણ ઍક્ટિવ

હાલ મિહિર મિશ્રા નાના પડદે ‘એક હજારો મેં મેરી બહેના હૈ’ નામની સિરિયલમાં ફરી એક વાર ડૉક્ટરનું પાત્ર ભજવી રહ્યો છે. આ પહેલાં પણ તે ‘જાને પહેચાને સે યે અજનબી’, ‘ઝારા’, ‘હરે કાંચ કી ચૂડિયાં’ જેવી અનેક સિરિયલોમાં અભિનય કરી ચૂક્યો છે, તો બીજી બાજુ માનિની પણ ‘અદાલત’ તથા ‘મહાદેવ’ જેવી સિરિયલોમાં વ્યસ્ત છે. આ પહેલાં તેણે ‘જસ્સી જૈસી કોઈ નહીં’, ‘સી.આઇ.ડી.’, ‘ઘર કી લક્ષ્મી બેટિયાં’ જેવી અનેક સિરિયલો ઉપરાંત ‘ફૅશન’ અને ‘ક્રિશ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એ સિવાય બન્ને ‘નચ બલિયે’ની સીઝન વન ઉપરાંત ઝી ટીવીની સિરિયલ ‘છોટી સી જિંદગી’માં સાથે પણ જોવા મળ્યાં હતાં.

એક કમ્પ્લીટ પૅકેજ

માનિની સાથેના પોતાના લગ્નજીવન વિશે વાત કરતાં મિહિર કહે છે, ‘પત્ની તરીકે માનિની એક કમ્પ્લીટ પૅકેજ છે. એકદમ વેલ-ઑર્ગેનાઇઝ્ડ અને પર્ફેક્શનિસ્ટ. વળી જબાનની એટલી પાક્કી છે કે બીમાર હોય તો પણ કહેલું પાળી દેખાડે. લગ્ન પછી તેણે મને અને મારા ઘરને એટલાં સરસ રીતે જાળવી લીધાં છે કે હવે તેના વગર હું કંઈ જ નથી

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK