પહેલાં ચિંતા કરતી ત્યારે માયાળુ રહેતી, હવે કડકાઈથી વાત મનાવે (પીપલ-લાઇવ)

Published: 24th September, 2012 05:55 IST

વડાલામાં રહેતાં વષાર્ અને સંજય માણેકનાં અરેન્જ્ડ મૅરેજને એકવીસ વર્ષ પૂરાં થયાં છે. તેમને સંતાનમાં અઢાર વર્ષની દીકરી રોશની છે.કચ્છી લોહાણા જ્ઞાતિનાં વષાર્ અને સંજય બન્ને વ્યવસાયે લૉયર છે. સંજયભાઈ એસ. ટી. માણેક ઍન્ડ કંપની નામની ફર્મ ચલાવે છે, જ્યારે વષાર્બહેન થોડાં વરસો સુધી લૉયર તરીકે પ્રૅક્ટિસ કર્યા બાદ હવે ડાયમન્ડનો વ્યવસાય કરે છે. તેમની સગાઈ અને લગ્ન વચ્ચે ચાર મહિનાનો ગાળો હતો. આ બન્ને પતિ-પત્ની માને છે કે ખરો પ્રેમ તો લગ્ન પછી જ થાય છે. લગ્ન પછી તેમના જીવનમાં શું પરિવર્તન આવ્યું એ જાણીએ(પીપલ-લાઇવ - શાદી સે પહલે શાદી કે બાદ - શર્મિષ્ઠા શાહ)

પત્ની શું કહે છે?


અમારી સગાઈ થઈ એ સમયે આજના જેટલું ફ્રીડમ નહોતું. અમારી સગાઈ અને લગ્ન વચ્ચેનો સમય ઓછો હતો એટલે બેઉ એકબીજાને ઓછું જાણી શક્યાં હતાં, પરંતુ ખરો પ્રેમ તો લગ્ન પછી જ થયો. અમારી સગાઈ થઈ એ સમયે મોબાઇલ નહોતા શોધાયા તેથી અમે એકબીજા સાથે બહુ છૂટથી વાત નહોતાં કરી શકતાં, પરંતુ હવે અમે બન્ને જ્યારે મન થાય ત્યારે તરત જ મોબાઇલ પર વાતો કરી લઈએ છીએ. કાશ મોબાઇલ થોડા વહેલા આવ્યા હોત તો. મારી સગાઈ પછી મને એક વાર જ ક્રિસમસની ગિફ્ટ મળી છે. લગ્ન પછી મને જોઈતી ગિફ્ટ મારે જાતે જ ખરીદી લેવી પડે છે. જોકે એ ખરીદવા માટે સંજય હંમેશાં મારી સાથે આવે છે. અમારી સગાઈ અને લગ્ન વચ્ચેનો ગાળો ઓછો હોવાથી અમે ફરવાની સાથે-સાથે જ શૉપિંગ પણ પતાવી દેતાં હતાં. ત્યારથી અમારી વચ્ચે એવું સરસ ટuુનિંગ થઈ ગયું છે કે આજે પણ અમે એકબીજા વગર શૉપિંગ કરતાં નથી. અમારાં લગ્ન થયાં ત્યારે હું ભણતી હતી અને લગ્ન પછી મેં સાત વર્ષે એલએલબી કર્યું. લગ્ન પછી મેં સંજયની સાથે જ કામ શરૂ કર્યું. સંજય મારા કરતાં સિનિયર હોવાથી સ્વાભાવિકપણે જ તેમના વર્તનમાં થોડું બૉસપણું આવી જતું હતું. એટલે ઘરે તે મારા પ્રિય પતિ અને મિત્ર હતા અને ઑફિસમાં બૉસ બની જતા હતા. અમારી સગાઈ અને લગ્ન વચ્ચેના ગાળા દરમ્યાન સંજય મને એટલા મૅચ્યોર નહોતા લાગતા, પણ લગ્ન થયા પછી મને લાગ્યું કે તેઓ ખૂબ જ જવાબદાર અને મૅચ્યોર બની ગયા છે અને એ જ વસ્તુ મને સૌથી વધારે ગમે છે.

પતિ શું કહે છે?

લગ્ન થયા પછી દરેક સ્ત્રીના જીવનમાં પરિવર્તન આવતું જ હશે. અમારી સગાઈ થઈ ત્યારે વષાર્ ખૂબ જ શોખીન હતી, પરંતુ અમારા મૅરેજ  થયાં એ વખત અમે જૉઇન્ટ ફૅમિલીમાં રહેતાં હોવાથી તેની જવાબદારીઓ વધી ગઈ. તેથી તેણે પોતાની જવાબદારીઓ પર વધારે ધ્યાન આપ્યું અને તેના શોખ ઓછા થઈ ગયા. અમારી સગાઈ થઈ ત્યારે તે ખૂબ જ માયાળુ હતી અને બધાની ચિંતા કરતી હતી. આજે પણ તે ખૂબ જ માયાળુ છે અને બધાની ચિંતા કરે છે, પરંતુ હવે તે જ્યારે પણ અમારી ચિંતા કરે છે ત્યારે અમારી સાથે ખૂબ જ કડકાઈથી વર્તે છે. પોતાની ફરજ બજાવતાં-બજાવતાં તે થોડી સ્ટ્રિક્ટ થઈ ગઈ છે, કારણ કે જો તે એમ ન કરે તો અમે તેને દાદ ન આપીએ. હું માનું છું કે દરેક સ્ત્રીના જીવનમાં આ પરિવર્તન જરૂરી છે. લગ્ન પછી અમે બન્ને એકબીજાને વધારે સમજતાં થઈ ગયાં. એક જ પ્રોફેશનમાં હોવાને કારણે અમને એક ફાયદો એ થયો કે અમને વધારે સમય એકબીજા સાથે રહેવા મળતું હતું અને અમે બન્ને એકબીજાની તકલીફો અને મુશ્કેલીઓ સારી રીતે સમજી શકતાં હતાં.

વર્ષા અને સંજય એકબીજાને કેટલું ઓળખે છે? ચાલો, તેમની કસોટી કરીએ

વર્ષાની અગ્નિપરીક્ષા

સંજયનો સ્વભાવ

વષાર્ : શાંત, પર્ફેક્ટનિસ્ટ

સંજય : સહી જવાબ

તકિયા કલામ

વષાર્  : કોઈ નહીં

સંજય : સહી જવાબ

ઘરની પ્રિય જગ્યા

વષાર્ : ઘરનો હૉલ

સંજય : સહી જવાબ

હાઇટ

વષાર્ : ૬ ફૂટ બે ઇંચ

સંજય : સહી જવાબ

સૌથી ભાવતું અને ન ભાવતું શાક

વષાર્ : રીંગણ ભાવે, બટાટા ન ભાવે

સંજય : સહી જવાબ

શૂઝની સાઇઝ

વષાર્ : ૧૦

સંજય : સહી જવાબ

ફેવરિટ હીરો-હિરોઇન

વષાર્ : હીરો - અમિતાભ બચ્ચન,

હિરોઇન - નથી ખબર

સંજય : અડધો સહી જવાબ

(હિરોઇન - શબાના આઝમી)

ફેવરિટ કલર

વષાર્ :  ગ્રે

સંજય : સહી જવાબ

ફેવરિટ ડ્રેસ

વષાર્ :  પૅન્ટ-શર્ટ

સંજય : સહી જવાબ

બ્લડ ગ્રુપ

વષાર્ : બી પૉઝિટિવ

સંજય : સહી જવાબસંજયની અગ્નિપરીક્ષા

વષાર્નો સ્વભાવ

સંજય : ઇમોશનલ ઍન્ડ સ્ટ્રિક્ટ

વષાર્ :  સહી જવાબ

તકિયા કલામ

સંજય : કોઈ નહીં

વષાર્ :  સહી જવાબ

ઘરની પ્રિય જગ્યા

સંજય : હૉલ

વષાર્ : સહી જવાબ

હાઇટ

સંજય : ૫ ફૂટ આઠ ઇંચ

વષાર્ : ગલત જવાબ (૫ ફૂટ સાત ઇંચ)

સૌથી ભાવતું અને ન ભાવતું શાક

સંજય : બટાટા ભાવે, કારેલાં ન ભાવે

વષાર્ : સહી જવાબ

શૂઝની સાઇઝ

સંજય : ૬ અથવા સાત

વષાર્ :   સહી જવાબ

ફેવરિટ હીરો-હિરોઇન

સંજય : હીરો-અમિતાભ બચ્ચન, હિરોઇન-કોઈ નહીં

વષાર્ :  સહી જવાબ

ફેવરિટ કલર

સંજય : બ્લ્યુ

વષાર્ :  સહી જવાબ

ફેવરિટ ડ્રેસ

સંજય : ચૂડીદાર-કુર્તા

વષાર્ : સહી જવાબ

બ્લડ ગ્રુપ

સંજય : બી પૉઝિટિવ

વષાર્ : સહી જવાબ

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK