ગાડીનો કલર કેવો લેવો એ પણ પત્નીને પૂછવું પડે (પીપલ-લાઇવ)

Published: 5th September, 2012 05:46 IST

એવું કહેવું છે લાઇફ ઓકે પર ચાલી રહેલા શો ‘હમને લી હૈ શપથ’માં ટપોરી ટાઇપના પોલીસ-ઇન્સ્પેક્ટરનો રોલ કરી રહેલા આમિર દળવીનું

amir-dalvi(પીપલ-લાઇવ - ઘરમાં બૉસ કોણ? - પલ્લવી આચાર્ય)

મુંબઈમાં જ જન્મીને મોટો થયેલો આમિર દળવી બારેક વર્ષથી ઍક્ટિગ ફીલ્ડમાં છે. અગાઉ તે ભરત દાભોલકર સાથે અંગ્રેજી થિયેટર કરતો હતો. ‘જ્યોતિ’, ‘સાથી રે’, ‘સંસ્કાર લક્ષ્મી’, ‘અનુ કી હો ગઈ વાહ ભઈ વાહ’, ‘વો રહનેવાલી મહેલોં કી’, ‘હમને લી હૈ શપથ’ જેવી અનેક સિરિયલ્સ તેણે કરી છે. ‘છલ શેહ ઓર માત’માં તેનો ચૅલેન્જિંગ રોલ હતો. ચૅલેલ્જિંગ રોલ કરવામાં તેને મજા આવે છે. તેની પત્ની અલિઝા મુંબઈની છે. તેમનાં અરેન્જ મૅરેજ છે. તેમને બે સંતાનો છે. આઠ વર્ષની દીકરી રશા અને પાંચ વર્ષનો દીકરો અબિર. તેઓ જોગેશ્વરીમાં રહે છે. આમિર અને અલિઝાના ઘરમાં કોનું ચાલે છે એમ પૂછતાં તેમણે કેવી રમૂજી વાતો કરી તે જોઈએ.

કપડાં તાત્કાલિક બનાવ્યાં ઘરમાં તો અલિઝાનું જ ચાલે એમ ભારપૂર્વક કહેતાં આમિર વાતની શરૂઆત એક સરસ પ્રસંગ કહીને કરે છે. અલિઝાની કઝિનનાં લગ્ન હતાં. આમિરને આવા બધા પ્રસંગોમાં જવું બહુ ગમતું નથી. આમિરને હતું કે રિસેપ્શનમાં હાજરી આપી દેશે

તો ચાલશે, પણ અલિઝાના ફરમાનની વાત કરતાં તે કહે છે, ‘તેણે મને કહ્યું, આપ હલ્દીમેં, મહેંદીમે, સંગીતમેં, શાદીમે ઔર રિસેપ્શનમેં સબમેં આઓગે.! અને મારે આ બધી જ રસમો માટે તાત્કાલિક કપડાં બનાવવાં પડ્યાં.’

વાતમાં જોડાતાં અલિઝા કહે છે, ‘મેં તેને કહી દીધું આપ કો સભી રસમમેં આના હૈ, એક વાર કહી દીધું એટલે વાત ખતમ! આવવાનું જ.’

ઘરમેં મેરી હી ચલે

પોતાના નિર્ણયોની વાત કરતાં અલિઝા કહે છે, ‘ઘરની બાબતોમાં તો મારું જ ચાલે, તેનું ન ચાલે. હું કહું એમ જ થાય, કારણ કે ઘરના કોઈ નિર્ણયો લેવા માટે તે ઘરે હોતો જ નથી! ઘરે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે જમવામાં શું બનાવવું વગેરે હું જ નક્કી કરું. મહેમાનના આવવા સમયે તેમને કહી દેવાનું કે આવી જાઓ. ઘરે કોઈ પાર્ટી રાખવી હોય, ક્યાંય જવાનું હોય, કોઈને કઈ ગિફ્ટ આપવી વગેરે હું જ નક્કી કરું. ઘરના દરેક નિર્ણયમાં હું તેને પૂછું ખરી, પણ થાય હું જે કહું એ જ.’

મેરે પિયા...

આમિરે ઘરની વાતમાં ધ્યાન રાખવું હોય તો પણ ન રાખી શકે એની વાત કરતાં અલિઝા કહે છે, ‘આખો દિવસ ઘરમાં હું હોઉં એથી સ્વાભાવિક છે કે ઘરને લગતા નિર્ણયો હું જ લઉં. તે પોતાના કામમાં એટલો વ્યસ્ત હોય છે એ તો ખરું જ, પણ તે મને રિસ્પૉન્સિબલ માને છે, તેને વિશ્વાસ છે કે હું જે નિર્ણયો લઈશ એ યોગ્ય જ હશે. ઉપરાંત ઘરની નાની-નાની વાતોમાં પિષ્ટપિંજણ કર્યા કરે એવો પતિ તે નથી. મારે ક્યાંય જવું હોય કે કંઈ કરવું હોય તો તેને પૂછવાની કે પરમિશન લેવાની જરૂર નથી. તે કદી કોઈ વાતે ના ન કહે. જે કરવું હોય, જ્યાં જવું હોય ત્યાં જાઓ. જોકે હું તેને જણાવી દઉં ખરી. તેની સાથે રહેવું હેક્ટિક કદી નથી. તે એટલો સારો પતિ છે કે તેને એવું કદી નથી કે મને પૂછીને જાઓ, બતા કે જાના...’ તે વેરી વેરી લવિંગ ઍન્ડ કૅરિંગ છે.’

ગાડીનો કલર

ગાડી બદલવાની હતી એ સમયની વાત કરતાં આમિર કહે છે, ‘હર બાત અલિઝા કો પૂછ કે કરના હૈ. અમે ગાડી બદલવાનાં હતાં ત્યારે કલર કેવો લેવો વગેરે તો તેને પૂછવું જ પડે.’

વાતમાં જોડાતાં અલિઝા કહે છે, ‘આમિરે મને દરેક ગાડી વિશે બતાવ્યું અને કહ્યું કે આ ગાડી લઈએ તો આપણા માટે યોગ્ય છે. મેં રેડ કલર લેવા કહ્યું તો તેણે રેડ જ લીધો. હસબન્ડ કહ્યું સાંભળે તો ગુડ ફીલ થાય.’

ચૉઇસ પરસ્પરની

બન્ને પરસ્પરની ચૉઇસની ખબર રાખે છે. જોગેશ્વરીમાં તેમણે નવું ઘર લીધું ત્યારે એનું ઇન્ટીરિયર ભલે અલિઝાએ કર્યું, પણ તેને આમિરની ચૉઇસની ખબર હતી કે તેને ઘરમાં શાંત કલરો પસંદ છે, લાઉડ પસંદ નથી. એ જ રીતે શોર શરાબો પણ તેને પસંદ ન હોવાથી જરૂર મુજબનું જ ફર્નિચર તેણે કરાવ્યું. દીકરી રશાના નાઇન્થ બર્થડેની પાર્ટી અલિઝાને રાખવી હતી એમાં આમીર ના ન કહી. પાર્ટીમાં શું મેનુ હશે એ પણ અલિઝાએ નક્કી કર્યું. બાળકોએ કંઈ કરવું હોય અને આમિર ના કહેતા હોય, પણ જો હું સમજાવું કે એ કરવા દેવામાં વાંધો નથી તો તે મારા નિર્ણયને માન્ય રાખે છે એવું અલિઝા કહે છે.

બાળકોની સ્કૂલ

આમિરે તેનાં બાળકોને પોતે બાંદરાની જે સેન્ટ સ્ટેનેસલૉઝ હાઈ સ્કૂલમાં ભણ્યા હતા ત્યાં મૂકવાં હતાં એની વાત કરતાં અલિઝા કહે છે, ‘રોજ બાંદરા જવું બાળકો માટે ડિફિકલ્ટ થઈ જાય, એથી અમે ઘરની નજીક જોગેશ્વરીની સ્કૂલમાં જ તેમને મૂક્યાં, જેથી લેવા-મૂકવા જવામાં વાંધો નથી આવતો. આ નિર્ણય અમે સાથે મળીને જ લીધો.’

આગળ ઉમેરતાં આમિર કહે છે, ‘એવી જ રીતે ફલૅટની ખરીદીનો નિર્ણય પણ અમે સાથે મળીને લીધો.’

બેટર હાફને રિસ્પેકટ

બેટર હાફને રિસ્પેક્ટ તો આપવું જ પડે એની વાત કરતાં આમિર કહે છે, ‘લગ્ન બે વ્યક્તિ જ નહીં, બે પરિવારોનું પણ મિલન છે. મારી પત્ની અને બાળકો ખુશ હશે તો જ હું ખુશ રહી શકીશ. તેમની પસંદને હું મહત્વ આપું છું. ફિલ્મ જોવા જઈએ ત્યારે મને સિરિયસ સબ્જેક્ટ્સવાળી ફિલ્મો ગમે, પણ બાળકો અને અલિઝાને હસીમજાકવાળી કૉમેડી ફિલ્મો ગમે તો તેમના માટે હું પણ કૉમેડી ફિલ્મ જોઈ લઉં. બાકી તો બીવી કહે વો કરના હી હોગા!’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK