પહેલાં વારંવાર ફોન કરું તો ખુશ થતા અને હવે અકળાઈ જાય છે (પીપલ-લાઇવ)

Published: 28th August, 2012 06:11 IST

મલાડમાં રહેતાં નીતા અને રાજેશ વેલજી ગાલાનાં અરેન્જ્ડ મૅરેજને અઢી વર્ષ થયાં. તેમને ૧ વર્ષનો દીકરો ખુશ છે. મૂળ વાગડ (કચ્છ)ના સામખિયાળી ગામના વાગડ વીસા ઓસવાળ રાજેશની મલાડ (વેસ્ટ)માં સ્ટેશનરીની દુકાન છે. સગાઈના એક જ અઠવાડિયા પછી તેમણે આર્ય સમાજમાં ૨૦૧૦ની ૧૭મેએ લગ્ન કરી લીધાં. રાજેશ નીતાને પોતાના માટે બહુ લકી માને છે. નીતા એક દિવસ પણ મમ્મીના ઘરે ગઈ હોય તો રાજેશને ફાવતું નથી. છતાં જોઈએ તેમને પરસ્પર માટે કેવી મીઠી ફરિયાદો છે

neeta-rajesh(પીપલ-લાઇવ - શાદી સે પહલે શાદી કે બાદ -  પલ્લવી આચાર્ય)

નીતા શું કહે છે?

અમારી સગાઈ બહુ નહોતી રહી, પણ સગાઈ પછી અને લગ્નના શરૂઆતના વર્ષમાં અમે દર રવિવારે ફરવા નીકળી જતાં હતાં અને હવે તો ફરવાનું સાવ બંધ જ થઈ ગયું છે. હવે ફરવા માટે સમય જ નથી કાઢતા.

લગ્ન પછીના વરસમાં તેમણે મને કહી રાખેલું કે વાત કરવાનું મન થાય ત્યારે મિસ કૉલ આપવાનો. હું જ્યારે પણ કૉલ કરતી ત્યારે તે બહુ શાંતિથી સારી રીતે વાત કરતા અને હવે ફોન કરું તો ગુસ્સો આવી જાય છે. પહેલાં તો હું ફોન ન કરું તો પણ તે દિવસમાં ચારેક વાર ફોન કરી લેતા અને હવે તો એકાદ વાર પણ માંડ વાત કરે છે.

મારી પહેલી બર્થ-ડે પર રાત્રે ૧૨ વાગ્યે મને રોઝ આપીને સરસ સરપ્રાઇઝ આપ્યું હતું અને બીજી બર્થ-ડે તો યાદ પણ ન રહી. મૅરેજ-ઍનિવર્સરી પર પણ બે-ત્રણ દિવસ પહેલાં જ પ્રોગ્રામ પ્લાન કરી રાખ્યો હતો. હવે આ બધું ભુલાઈ જાય છે.

મને ફિલ્મો જોવી ઓછી ગમે છે, પણ નાટકો જોવાં ગમે છે તેથી ખુશના આવ્યા પહેલાં અમે નાટકો જોવા જતાં હતાં. હવે એ બંધ થઈ ગયું છે.

રાજેશ શું કહે છે?

લગ્ન પહેલાં નીતાની પ્રાયોરિટી હું હતો, હવે મારો દીકરો ખુશ છે. ખુશને સંભાળવામાં તેને હવે મારા માટે સમય જ નથી બચતો. તેની દુનિયા ખુશની આસપાસ થઈ ગઈ છે. લગ્નની શરૂઆતના સમયમાં સવારે દુકાન જવા નીકળું ત્યારે કપડાં સહિત મારી બધી વસ્તુઓ તૈયાર કરીને આપતી હતી, હવે એ ગાયબ થઈ ગયું છે. દીકરાને સંભાળવામાં તેને એ માટે સમય જ નથી રહેતો.

મારી પહેલી બર્થ-ડેમાં તેણે મને સરસ ટી-શર્ટ આપ્યું હતું અને બીજી બર્થ-ડેમાં કંઈ ન મળ્યું!

લગ્ન પછી શરૂઆતના દિવસોમાં રોજના ત્રણથી ચાર ફોન તેના આવતા હતા અને હવે તો દિવસનો એક ફોન! એ પણ કોઈક વાર ન આવે. કામ હોય તો મારે ફોન કરી લેવો પડે.

શરૂઆતમાં જમવાનું મારી ફરમાઈશ મુજબ બનતું હતું અને હવે જમવાનું તેની ચૉઇસ ને સગવડ મુજબનું બની જાય છે. મારી ફરમાઇશ સાઇડ પર રહી જાય છે. જોકે છોકરાને સંભાળવામાં આવું બધું થાય એમાં તેને પણ કંઈ કહી ન શકાય.

રાજેશ અને નીતા એકબીજાને કેટલું ઓળખે છે? ચાલો, તેમની કસોટી કરીએ.

નીતાની અગ્નિપરીક્ષા

રાજેશનો સ્વભાવ

નીતા : ગુસ્સાવાળો

રાજેશ : સહી જવાબ

તકિયા-કલામ

નીતા : નથી

રાજેશ : સહી જવાબ

ઘરની પ્રિય જગ્યા

નીતા : બેડરૂમ

રાજેશ : સહી જવાબ

હાઇટ

નીતા : ૬ ફૂટ

રાજેશ : સહી જવાબ

સૌથી ભાવતું અને ન ભાવતું શાક

નીતા : કેળાંનું શાક બહુ ભાવે, રીંગણાં ન ભાવે

રાજેશ : સહી જવાબ

શૂઝની સાઇઝ

નીતા : ૯ નંબર

રાજેશ : સહી જવાબ

ફેવરિટ હીરો-હિરોઇન

નીતા : હ્રતિક રોશન, ઐશ્વર્યા રાય

રાજેશ :  સહી જવાબ

ફેવરિટ કલર

નીતા :  સફેદ

રાજેશ : સહી જવાબ

ફેવરિટ ડ્રેસ

નીતા : જીન્સ-ફૉર્મલ શર્ટ

રાજેશ : સહી જવાબ

બ્લડ-ગ્રુપ

નીતા : A પૉઝિટિવ

રાજેશ : સહી જવાબ

 

રાજેશની અગ્નિપરીક્ષા

નીતાનો સ્વભાવ

રાજેશ : તીખો

નીતા : સહી જવાબ

તકિયા-કલામ

રાજેશ : કોઈ નહીં

નીતા :  સહી જવાબ

ઘરની પ્રિય જગ્યા

રાજેશ : બેડરૂમ

નીતા : સહી જવાબ

હાઇટ

રાજેશ : ૫ ફૂટ ૫ ઇંચ

નીતા : સહી જવાબ

સૌથી ભાવતું અને ન ભાવતું શાક

રાજેશ : બટાટાનું શાક બહુ ભાવે,  કોબી ન ભાવે

નીતા : સહી જવાબ

સૅન્ડલની સાઇઝ

રાજેશ : ૭ નંબર

નીતા : સહી જવાબ

ફેવરિટ હીરો-હિરોઇન

રાજેશ : ફિલ્મોનો બહુ શોખ નથી

નીતા : સહી જવાબ

ફેવરિટ કલર

રાજેશ :  લીલો

નીતા :  સહી જવાબ

ફેવરિટ ડ્રેસ

રાજેશ : ચૂડીદાર-કમીઝ

નીતા :  સહી જવાબ

બ્લડ-ગ્રુપ

રાજેશ : O પૉઝિટિવ

નીતા : સહી જવાબ

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK