સાચો પ્રેમ શેમાં છે? (પીપલ-લાઇવ)

Published: 17th August, 2012 09:23 IST

‘કહાની ઘર ઘર કી’માં પલ્લવીનું જાણીતું નકારાત્મક પાત્ર ભજવનારી શ્વેતા કવાત્રા સાથે લગ્ન કરનારા માનવ ગોહિલે શ્વેતાની લાઇફસ્ટાઇલ ચેન્જ કરવા ભરપૂર પ્રયત્ન્ાો કર્યા હતા, પણ પાછળથી તેને સમજાયું કે સાચો પ્રેમ સામેવાળી વ્યક્તિને બદલવામાં નહીં, પોતે બદલાઈ જવામાં છે

 

 

(પ્યાર કી યે કહાની સુનો - ફાલ્ગુની જડિયા-ભટ્ટ)

 

મૉડલિંગથી કારકર્દિીની શરૂઆત કર્યા બાદ ‘સીઆઇડી’, ‘ફેમ ગુરુકુલ’, ‘કહાની ઘર ઘર કી’, ‘સારથી’ જેવી અનેક સિરિયલોમાં કામ કરી ચૂકેલા માનવ ગોહિલે ‘કહાની ઘર ઘર કી’માં પલ્લવીનું જાણીતું નકારાત્મક પાત્ર ભજવનાર શ્વેતા કવાત્રા સાથે લગ્ન્ા કયાર઼્ છે. ‘સપ્ત્ાપદી’ નામની ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરી ચૂકેલો માનવ આજકાલ ચૅનલ વીની સિરિયલ ‘ધ બડી પ્રોજેક્ટ’થી તે ફરી એક વાર નાના પડદે પાછો ફર્યો છે.

 

પોતાના આ પ્રેમસંબંધની વાત કરતાં માનવ કહે છે, ‘અમારા પ્રેમને હું એક સામાન્ય લવસ્ટોરી તરીકે નહીં, પરંતુ એક આખી પ્રક્રિયા તરીકે જોઉં છું. જેમાં એક છોકરો એક છોકરીને મળે છે. બન્ને પ્રેમમાં પડે  છે, પરંતુ છોકરીની રહેણીકરણી છોકરા કરતાં અલગ હોવાથી તે તેને બદલવાના બનતા બધા જ પ્રયત્ન્ાો કરે છે અને અંતે તેને સમજાય છે કે સાચો પ્રેમ સામેવાળી વ્યક્તિને બદલવામાં નહીં, પોતે બદલાઈ જવામાં છે.’

 

ફર્સ્ટ ઇમ્પ્રેશન

 

મૂળ વડોદરાનો ગુજરાતી પિતા અને મહારાષ્ટ્રિયન માતાનું સંતાન માનવ પોતાના તૂટેલાફૂટેલા કાઠિયાવાડી ગુજરાતીમાં વાત કરતાં કહે છે, ‘શ્વેતાને પહેલી વાર હું ‘કહાની ઘર ઘર કી’ના સેટ પર મળ્યો હતો. તેને જોતાં જ મારા મનમાં સૌથી પહેલો વિચાર એ આવ્યો હતો કે આ છોકરી તો બહુ હૉટ છે. શ્વેતા હંમેશાંથી નાના પડદાની સૌથી સેક્સી સ્ટારમાંની એક રહી છે, પરંતુ ત્યારે તો તે એટલી હૉટ અને કપડાંની બાબતમાં એટલી બિન્ાધાસ્ત હતી કે જોતાંની સાથે જ કોઈની પણ આંખ પહોળી થઈ જાય. પરિણામે મેક-અપ રૂમમાં બધા જ કાયમ તેની જ વાતો કર્યા કરતા. અલબત્ત તેની સાથે કામ કરતાં મને સમજાયું કે સ્વભાવે તે એકદમ સામાન્ય છોકરીઓ જેવી જ હતી. કોઈ ઍટિટuૂડ નહીં, મનમાં કોઈ હુંપણાનો ભાવ નહીં. તેથી ટૂંક જ સમયમાં અમારું ‘કહાની...’ના કલાકારોનું સરસ મજાનું ગ્રુપ બની ગયું. હું ત્યારે વર્સોવા રહેતો હતો, શ્વેતા ૪ બંગલા અને મનીષ ગોયલ પણ અમારી નજીક જ રહેતો હતો. તેથી આવવા-જવાનું પણ સાથે થવા માંડ્યું. અમે બધા સાથે ફિલ્મો જોવા જતા, પાર્ટીઓ કરતા. અરે, ટપોરીગીરી પણ ખૂબ કરી છે. એ જ દિવસોમાં આમિર ખાનની ફિલ્મ ‘લગાન’ નવી-નવી રિલીઝ થઈ હતી. અમે બન્ને મારા બાઇક પર વરસાદમાં ભીંજાતાં-ભીંજાતાં એ ફિલ્મ જોવા ગયાં, પરંતુ ત્યાં જઈને ખ્યાલ આવ્યો કે આવા ભીના કપડે થિયેટરમાં બેસીશું તો ઠરીને ઠીકરું થઈ જઈશું. તેથી અમે સાવધાનીપૂર્વક થિયેટરમાં એક બ્રાન્ડીની બૉટલ સ્મગલ કરી અને પહેલી હરોળમાં કૉફીના ગ્લાસમાં બ્રાન્ડી પીતાં-પીતાં ફિલ્મની વચ્ચે સિક્કાઓ ઉછાળવા જેવી મસ્તી પણ કરી.’

 

યાર દિલદાર બન ગયા

 

હકીકતમાં ત્યાં સુધીમાં બન્ને ખૂબ નિકટ આવી ગયાં હતાં. પોતાની દરેક વાતો પરસ્પર શૅર કરતાં, એકબીજાને તેમના અફેરમાં મદદ કરતાં વગેરે.

 

એ દિવસોને યાદ કરતાં માનવ કહે છે, ‘મારું તો સંપૂર્ણ ગ્રૂમિંગ જ શ્વેતા કર્યું એમ કહીએ તો ચાલે. નહીં તો એ દિવસોમાં તો હું એકદમ વિચિત્ર હતો. કપડાં સાવ સામાન્ય પહેરતો. માથામાં જેલને સ્થાને તેલ અને પાણી મિક્સ કરીને નાખતો. ડિઓડરન્ટ કે પરફ્યુમ વાપવરાની તો વાત જ નહીં. પપ્પાનું એક જૂનું કૉલોન પડ્યું હતું, જે રોજ થોડું થોડું ચિંગૂસની જેમ વાપરવાનું. તેથી શ્વેતા મને સલાહો આપતી. હું મારી ગર્લફ્રેન્ડ સાથે બહાર જવાનો હોઉં તો મારા માટે પરફ્યુમ લઈ આવતી. હું પણ તેને તેના બૉયફ્રેન્ડને કેવી રીતે રિઝાવવો તેની શિખામણો આપ્યા કરતો.’

 

પરંતુ બેમાંથી એક પણ સંબંધ ટક્યો નહીં અને પ્રેમની બાબતમાં તેમનાં મન દુભાઈ ગયાં. તેથી નવેસરથી પ્રેમમાં પડવા હવે બન્નેમાંથી કોઈ તૈયાર નહોતું. પરિણામે સાથે મજાકમસ્તી કરતાં તેમના મનમાં તો એક જ હતું કે વી આ જસ્ટ ગુડ ફ્રેન્ડ્સ.

 

એવામાં એક વાર શ્વેતાને દિલ્હી જવાનું થયું. તેની ગેરહાજરીમાં માનવને પહેલી વાર શૂન્યાવકાશનો અહેસાસ થયો અને તેને સમજાયું કે પોતે શ્વેતાના પ્રેમમાં છે. તેણે જ્યારે શ્વેતાને આ વાત કરી ત્યારે ભૂતકાળના અનુભવથી ડરેલી શ્વેતાએ પહેલા તો થોડા દિવસ તેને અવગણ્યો. પછી સમજાયું કે આ અનુભૂતિ માત્ર માનવની જ નથી.

 

એ ક્ષણને યાદ કરતાં શ્વેતા કહે છે, ‘માનવ મારો બેસ્ટ ફ્રેન્ડ તો હતો જ, પરંતુ સ્વભાવે તે હંમેશાંથી એટલો રિલાયેબલ રહ્યો છે કે મને થયું કે મારે એક વાર તો આ સંબંધને તક આપવી જ જોઈએ.’

 

મારે તેને બદલવી પડશે

 

અહીં તરત જ વાતનો દોર પોતાના હાથમાં લેતાં માનવ કહે છે, ‘હું તેને ચાહતો હતો, તેના પ્રેમમાં હતો. એ બધી વાત બરાબર, પરંતુ તેની હા આવતાં જ સૌથી પહેલો વિચાર મારા મનમાં એ આવ્યો કે મારે આને બદલવી પડશે. તેથી હું દરેક વાતે તેની સાથે કચકચ કરવા માંડ્યો, આવી રીતે ઊઠવાનું નહીં, બેસવાનું નહીં, આવાં કપડાં પહેરવાનાં નહીં, આવી રીતે કોઈની સાથ વાત કરવાની નહીં- જેવી બધી જ બાબતોમાં હું મારા વિચારો તેના પર થોપવા માંડ્યો. મારી આ વર્તણૂકથી ડઘાયેલી શ્વેતા પહેલાં મારી સાથે લડતી, ઝઘડતી, કકળતી અને છેલ્લે મોટે ભાગે એ જ કરતી, જે હું કહેતો. પરિણામે અમારા ઝઘડાઓનું સ્વરૂપ દિવસે-દિવસે વિકરાળ થતું ગયું. એટલી હદે કે એક વાર તો મેં તેને મારવાનું જ માત્ર બાકી રાખ્યું હતું. આ બધાને કારણે અનેક વાર અમારું બ્રેક ઑફ થયું અને અનેક વાર અમે પાછાં ભેગાં થયાં. આખરે શ્વેતા બદલાવા માંડી અને બને ત્યાં સુધી મને ગમે તે રીતે રહેવા માંડી. હકીકતમાં તો મારે આ બાબતથી ખુશ થવું જોઈતું હતું, પરંતુ કોણ જાણે કેમ હુ ખુશ થઈ શક્યો નહીં. મને અહેસાસ થવા માંડ્યો કે મને ગમે તે રીતે વર્તવાની પળોજણમાં તે ધીરે-ધીરે પોતાની જાતને ગુમાવી રહી હતી. તે એ શ્વેતા ન રહી, જેના હું પ્રેમમાં પડ્યો હતો. સાચું કહું તો મને મારી ભૂલ જ સમજાઈ, પરંતુ પ્રેમનો સાચો અર્થ પણ ત્યારે જ સમજાયો. એ દિવસે મને તેને બદલવા કરતાં પોતાની જાતને બદલવી વધુ યોગ્ય લાગી અને હું બદલાયો. આજે તમે જે માનવને જુઓ છો તે મારું ટ્રાન્સફૉર્મ્ડ વર્ઝન છે.’

 

આ તે સચ્ચાઈ કે સપનું?

 

આખરે લાંબી કશ્મકશ બાદ ૨૦૦૪માં બન્નેએ પરણી જવાનો નિર્ણય લીધો. આવતા ડિસેમ્બર મહિનામાં તેમના લગ્ન્ાજીવનને આઠ વર્ષ પૂરાં થવાનાં છે. અને હજી ત્રણ મહિના પહેલાં જ તેમના ઘરે ઝાહરા ટપીથા નામની દીકરીનો જન્મ થયો છે.

 

પોતાના સુખી લગ્ન્ાજીવનની વાત કરતાં શ્વેતાનું કહેવું છે કે ‘માનવ સાથેનું જીવન મારા માટે કોઈ સ્વપ્ન્ાથી ઓછું નથી. મને લાગે છે કે મેં મારા હૃદયનું રોકાણ યોગ્ય જગ્યાએ જ કર્યું છે.’

 

દીકરી એક નામ બે

 

માનવ અને શ્વેતાની ત્રણ મહિનાની ઝાહરા ટપીથા નામની દીકરી છે. મજાની વાત એ છે કે ઝાહરા અને ટપીથા બન્ને નામ ગમી જવાને કારણે તેઓ હજી ડિસાઇડ નથી કરી શક્યા કે બેમાંથી કયું નામ રાખવું. માટે તેઓ આ બન્ને નામથી તેને બોલાવે છે. મૂળ ઇજિપ્શ્યન ઓરિજિન શબ્દ ઝાહરાનો અર્થ છે ફૂલની સુગંધ અને ટપીથા ગ્રીક શબ્દ છે જેનો અર્થ છે ખૂબ સુંદર.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK