લગ્ન પછી આ કપલની લાઇફમાં શું પરિવર્તનો આવ્યાં છે? (પીપલ-લાઇવ)

Published: 27th December, 2012 07:01 IST

મુલુંડમાં રહેતાં કચ્છી લોહાણા જ્ઞાતિનાં હર્ષા અને રિતેશ ઠક્કરનાં લવ-મૅરેજને ૧૩ વર્ષ થઈ ગયાં છે અને સંતાનમાં તેમને દસ વર્ષની એક દીકરી ઝીલ છે. પાંચ વર્ષના ર્કોટશિપ પિરિયડ દરમ્યાન એકબીજાને સારી રીતે જાણી અને સમજી ચૂકેલું આ કપલ લગ્ન પહેલાં અને લગ્ન બાદ કેવી અનુભૂતિ કરે છે એ જાણીએ તેમના જ શબ્દોમાં(પીપલ-લાઇવ - શાદી સે પહલે શાદી કે બાદ - શર્મિષ્ઠા શાહ)

પત્ની શું કહે છે?


અમે લોકો લગ્ન પહેલાં પાંચ વર્ષ સુધી એકબીજા સાથે ફયાર઼્ એટલે પાંચ વર્ષ સુધીમાં તો અમે એકબીજાની આદતો અપનાવી લીધી હતી. પહેલાં મને સાઉથ ઇન્ડિયન ફૂડ નહોતું ભાવતું, પણ રિતેશ સાથે ફરવા જઈ-જઈને હું પણ સાઉથ ઇન્ડિયન ફૂડ ખાતાં શીખી ગઈ. રિતેશને મૂવી જોવાનો ખૂબ જ શોખ એટલે હું પણ તેની સાથે મૂવી જોતાં શીખી ગઈ. લગ્ન પછી ફરક પડ્યો હોય તો એટલો કે હવે ક્યારેક મને મૂવી જોવા ન જવું હોય તો હું ના પાડી દઉં છું. લગ્ન પહેલાં હું મસ્તીખોર અને તોફાની હતી. લગ્ન બાદ મારામાં ઘણી મૅચ્યૉરિટી આવી ગઈ. લગ્ન પહેલાંનો સમય હરવાફરવા અને મોજમસ્તીમાં જ જાય, પણ લગ્ન પછી તો જવાબદારી આવી જાય. હવે તો અમે એકબીજાનું મોઢું જોઈને સમજી જઈએ કે શું સમસ્યા હશે. લગ્ન પછી અમારી ભૂમિકા બદલાઈ ગઈ છે. પહેલાં તે મારું ધ્યાન રાખતા, હવે હું તેમનું ધ્યાન રાખું છું. પહેલાં તો રિતેશ મારા હાથની બનેલી વાનગી ગમે તેવી હોય તો પણ ખાઈ લેતા હતા, પણ હવે તો તેમને ટેસ્ટી વસ્તુઓ જ ભાવે છે. લગ્ન સંબંધોમાં સ્થિરતા લાવે છે અને પતિ-પત્નીને વધુ નજીક લાવે છે.

પતિ શું કહે છે?

પહેલાં હું મારું બધું જ કામકાજ જાતે જ કરતો હતો, પણ હવે તો હર્ષા જ મારું અડધુંપડધું કામકાજ કરી આપે છે એટલે હવે હર્ષા વગર મને મારાં કામકાજ કરવાં હોય તો પણ ભારે પડે છે. હર્ષાના આવ્યા પછી મને ઘણીબધી ન ભાવતી વસ્તુઓ ભાવતી બની ગઈ છે. હર્ષા અને મારા શોખ ઘણા અલગ છે. તે ખૂબ જ શોખીન છે અને હું સિમ્પલ છું. લગ્ન પહેલાં તે થોડીક સિમ્પલ થવાની કોશિશ કરતી હતી અને હું થોડોક ફૅન્સી થવાની કોશિશ કરતો હતો, પરંતુ હવે અમે બન્ને જણે અમારી ઓરિજિનલ સ્ટાઇલ અપનાવી લીધી છે. મને શૉપિંગ કરવા જવું જરાયે નહોતું ગમતું, પણ હર્ષા સાથે હું શૉપિંગ માટે પણ જાઉં છું. હર્ષાએ પણ મારા માટે ઘણું ઍડ્જસ્ટમેન્ટ કર્યું છે. તે પહેલાં તોફાની હતી, પણ હવે ઘણી મૅચ્યૉર બની ગઈ છે. હર્ષાનું પિયર જૈન છે અને અમે લોહાણા છીએ, પણ હર્ષાએ બન્નેના પ્રસંગો અને રિવાજોને સારી રીતે અપનાવ્યા છે. અમારા ઘરે ગણપતિ આવે ત્યારે જ તેના પયુર્ષણનો છેલ્લો દિવસ હોય, પણ હર્ષા બન્ને પ્રસંગને સારી રીતે હૅન્ડલ કરે છે.

હર્ષા અને રિતેશ એકબીજાને કેટલું ઓળખે છે? ચાલો, તેમની કસોટી કરીએ


રિતેશનો સ્વભાવ

હર્ષા : શાંત

રિતેશ : સહી જવાબ

તકિયા કલામ

હર્ષા : કોઈ નહીં

રિતેશ : સહી જવાબ

ઘરની પ્રિય જગ્યા

હર્ષા : બેડરૂમ

રિતેશ : સહી જવાબ

હાઇટ

હર્ષા : પાંચ ફૂટ છ ઇંચ

રિતેશ : સહી જવાબ

સૌથી ભાવતું અને ન ભાવતું શાક

હર્ષા : બટેટા બહુ ભાવે, કારેલાં

ન ભાવે

રિતેશ : સહી જવાબ

શૂઝની સાઇઝ

હર્ષા : ૯ નંબર

રિતેશ : સહી જવાબ

ફેવરિટ હીરો-હિરોઇન

હર્ષા : હીરો - આમિર ખાન, હિરોઇન - કાજોલ

રિતેશ : સહી જવાબ

ફેવરિટ કલર

હર્ષા : વાઇટ

રિતેશ : સહી જવાબ

ફેવરિટ ડ્રેસ

હર્ષા : જીન્સ અને શર્ટ

રિતેશ : સહી જવાબ

બ્લડ-ગ્રુપ

હર્ષા : બ્ પૉઝિટિવ

રિતેશ : સહી જવાબ

૧૦માંથી ૧૦ માર્ક : પર્ફેક્ટ પાર્ટનર


રિતેશની અગ્નિપરીક્ષા


હર્ષાનો સ્વભાવ

રિતેશ : મસ્તીખોર, બોલકણો

હર્ષા : સહી જવાબ

તકિયા કલામ

રિતેશ : કોઈ નહીં

હર્ષા : સહી જવાબ

ઘરની પ્રિય જગ્યા

રિતેશ : હૉલ

હર્ષા : સહી જવાબ

હાઇટ

રિતેશ : પાંચ ફૂટ પાંચ ઇંચ

હર્ષા : સહી જવાબ

સૌથી ભાવતું અને ન ભાવતું શાક

રિતેશ : કોબીજ બહુ ભાવે, ન ભાવતું કોઈ નહીં

હર્ષા : સહી જવાબ

શૂઝની સાઇઝ

રિતેશ : ૮ નંબર

હર્ષા : સહી જવાબ

ફેવરિટ હીરો-હિરોઇન

રિતેશ : હીરો - અજય દેવગન,

હિરોઇન - કૅટરિના કૈફ

હર્ષા : સહી જવાબ

ફેવરિટ કલર

રિતેશ : વાઇટ

હર્ષા : સહી જવાબ

ફેવરિટ ડ્રેસ

રિતેશ : જીન્સ અને ટી-શર્ટ

હર્ષા : સહી જવાબ

બ્લડ-ગ્રુપ

રિતેશ : બ્ પૉઝિટિવ

હર્ષા : સહી જવાબ

૧૦માંથી ૧૦ માર્ક : પર્ફેક્ટ પાર્ટનર

સ્કોરિંગ - અન્ડર ૫ : વેરી બૅડ, ૫ - ૭ : ઓકે, ૭.૫ - ૮.૫ : ગુડ, ૯ - ૯.૫ : વેરી ગુડ, ૧૦ : પર્ફેક્ટ પાર્ટનર


Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK