અમારા રિલેશનમાં ફૂટ પડાવવા માટે લોકોએ ખૂબ ધમપછાડા કરેલા (પીપલ-લાઇવ)

Published: 21st December, 2012 06:50 IST

જોકે કોઈ સફળ ન થયું. ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’નો નૈતિક એટલે કે કરણ મેહરા જે ફિલ્મમાં અસિસ્ટન્ટ ફૅશન-ડિઝાઇનર તરીકે કામ કરતો હતો એ જ ફિલ્મની હિરોઇન નિશા રાવલ સાથે પ્રેમમાં પડ્યો અને જ્યારે ફિલ્મની હિરોઇન કોઈ ફૅશન-ડિઝાઇનર કૅટેગરીની વ્યક્તિ સાથે ફરતી હોય ત્યારે બબાલ તો થવાની જ હતી(પીપલ-લાઇવ - પ્યાર કી યે કહાની સુનો - પલ્લવી આચાર્ય)

૨૦૦૯થી સ્ટાર પ્લસ પર ચાલી રહેલી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના નૈતિક એટલે કે કરણ મેહરાએ તેની લાંબા સમયની મિત્ર ઍક્ટ્રેસ નિશા રાવલ સાથે ૨૪ નવેમ્બરે લગ્ન કર્યા છે. નિશા આજકાલ ‘લાઇફ ઓકે’ પરની ‘મૈં લક્ષ્મી તેરે આંગન કી’માં સૌમ્યાનું પાત્ર ભજવી રહી છે. એક હાઇ પ્રોફાઇલ ઍક્ટ્રેસ અને સ્ટ્રગલિંગ યુવક વચ્ચે પ્રેમ હોય ત્યારે ફિલ્મોમાં જેવી ઘટના બને એવી ઘટનાઓ તેમની લાઇફમાં પણ બની છે.

પહેલી મુલાકાત

નિશા રાવલ જેમાં હિરોઇન હતી એ ફિલ્મ ‘હસતે-હસતે’શરૂ થવાની હતી તેથી તેના કૉસ્ચ્યુમની બાબતે ચર્ચા કરવા માટે પહેલી વાર કરન અને નિશા મળ્યાં. દરઅસલ કરણ એમાં અસિસ્ટન્ટ ફૅશન-ડિઝાઇનર તરીકે કામ કરતો હતો. આ ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાં તો ફિલ્મની હિરોઇનનો પેલા ફૅશન-ડિઝાઇનર સાથે રોમૅન્સ શરૂ થઈ ગયો હતો.

તુમ મિલે...

કરણ અજય મેહરાનો જન્મ પંજાબના જલંધરમાં પણ ઉછેર દિલ્હીમાં થયો છે, તેના પિતાનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે પણ કરણે કાંઈક અલગ કરવું હતું તેથી નૅશનલ સ્કૂલ ઑફ ફૅશન ટેક્નૉલૉજીથી ફૅશન ડિઝાઇનિંગ ક્યુંર્ અને ૨૦૦૪માં મુંબઈ આવ્યો. સાજન ફિલ્મમાં નાનકડો રોલ કર્યા પછી રાજકુમાર હીરાની તથા રામ ગોપાલ વર્મા સાથે ચારેક મૂવીમાં અસિસ્ટન્ટ ફૅશન-ડિઝાઇનર તરીકે તથા અમિતાભના ફૅશન-ડિઝાઇનર તરીકે પણ કામ કર્યું. ઇન્ડસ્ટ્રીમાં હવે આ છોકરો નોટિસ થવા લાગ્યો હતો.

પોતાની લવસ્ટોરીના એ લમ્હાને યાદ કરતાં નિશા કહે છે, ‘આ વાત છે ૨૦૦૭ની. જિમી શૅરગિલ સાથેની ફિલ્મ ‘હસતે-હસતે’ના કૉસ્ચ્યુમની ચર્ચા કરવા અમે મળ્યાં ત્યારે તો મેં તેને નોટિસ પણ નહોતો કર્યો, તેની હેડ હતી તેની સાથે મેં ચર્ચા કરેલી. એ પછી આ ફિલ્મના શૂટ માટે આખું યુનિટ દોઢ મહિનો યુએસમાં હતું ત્યારે અમારી દોસ્તી થઈ, કારણ કે આવા સમયે યુનિટ ફૅમિલી જેમ વર્તે. કરણનું કામ પ્રત્યેનું ડેડિકેશન, ફોકસ અને હાર્ડ વર્ક મને હંમેશાં તેના તરફ અટ્રૅક્ટ કરતાં, પરંતુ અહીં પણ તેના માટે મને કોઈ વિશેષ ફીલિંગ નહોતી.’

દિલ ખીલે...

ન્યુ જર્સીમાં શૂટિંગ પૂરું થયા પછી નિશા લૉસ ઍન્જલસમાં તેની ફોઈના ઘરે ૧૦ દિવસ રોકાવા માટે ગઈ. તે જતી હતી ત્યારે કરણ તેને બાય કરવા આવ્યો હતો. એ ઘડી યાદ કરતાં નિશા કહે છે, ‘મેં તેને બાય કર્યું ત્યારે મેં જોયું તેની આંખમાં પાણી હતું. મને થયું ધીસ ઇઝ ધ ગાય હુ રિયલી લાઇક મી. મને કાંઈ સમજમાં નહોતું આવતું. મને તેની કંપની ગમતી હતી, પરંતુ તેના માટે એવું કાંઈ નહોતું. એ પછી ફોઈના ઘરે દસ દિવસ રહી ત્યારે હું તેને મિસ કરવા લાગી. યુનિટ સાથે તે મુંબઈ આવી ગયો હતો, પણ મને રોજ છથી સાત વાર ફોન કરતો હતો. એક દોસ્ત હોય તે આટલા બધા ફોન તો ન જ કરે...’

નિશા ઇન્ડિયા આવી એ જ દિવસે તેઓ મળ્યાં. વાતમાં જોડાતાં કરણ કહે છે, ‘અમારો પ્રેમ લવ ઍટ ફસ્ર્ટ સાઇટ તો ન કહી શકાય, પણ ‘સોનુ નિગમ સાથેના ચંદા કી ડોલી’ વિડિયો આલબમમાં મેં તેને પહેલી વાર જોઈ ત્યારે વિચારેલું કે કાશ ઐસી લડકી મુજે મિલે. કહેવાય છેને કોઈ એક મોમેન્ટ હોય છે જ્યાં ભગવાન તમે માગો તે આપી દે છે. હું બહુ લકી કે વિડિયોમાં હતી તેના જેવી નહીં તે જ છોકરી મને મળી ગઈ. નિશાથી બહેતર કોઈ બાબત મારા માટે નથી.’

જોકે નિશાએ પણ યુનિટે યુએસથી વિદાય લીધી એ ફંક્શનમાં અજાણતાં પણ પહેલાં નશા...એ જે ગીત ગાયું હતું તે કરણ માટે હતું.

વિલન પણ ઘણા

કરણ-નિશાની લવસ્ટોરીમાં વિલનો પણ ઘણા હતા. તેઓ મળવા લાગ્યાં પણ જાહેરમાં આવતાં નહોતાં. એનું કારણ આપતાં નિશા કહે છે, ‘હિરોઇન તરીકેની મારી પહેલી ફિલ્મ રિલીઝ થવાની હતી તેથી કરણ સાથે હું જાહેરમાં ફરું તે ફિલ્મ માટે સારું નહીં રહે એવું મારા પર પ્રેશર હતું. વળી, ફૅશન-ડિઝાઇનર કૅટેગરીની વ્યક્તિ સાથે ઇન્ડસ્ટ્રીમાં નામ થયા પછી હું ફરું તે કેટલાકને ન ગમતું તેથી મને આવી કહેતા આ યોગ્ય નથી.’

કરણ વાતમાં સૂર પુરાવતાં કહે છે, ‘અમારા રિલેશનથી લોકોને બહુ પ્રૉબ્લેમ હતા. ઇવન ફિલ્મના લોકોને એ વાંધો હતો કે હમારી હિરોઇન દૂસરે લડકે કે સાથ કૈસે ઘૂમ સકતી હૈ? એ ટાઇપનો પણ વાંધો હતો. અમારા રિલેશનમાં ફૂટ પડાવવા, તોડાવવા માટે રીતસર લોકોએ બહુ પ્રયત્ન કર્યા, એ એટલે સુધી કે નિશાને કેટલાક લોકો જઈને કહેતા કે હી ઇઝ નોટ લોયલ ટુ યુ...આ પ્રયત્ન પર તો અમે બેઉ જણ બહુ હસી પડ્યાં હતાં. અમે રિલેશન બાબતે મક્કમ હતાં તેથી કોઈના પ્રયત્નો ન ચાલ્યા. નિશા ઇઝ માય ફસ્ર્ટ લવ ઍન્ડ એવર..’

પ્રપોઝ અને લગ્ન

શરૂઆતમાં નિશા કલાકો સુધી કરણ સાથે ફોન પર વાત કર્યે રાખતી. તે તેની મમ્મીને ન ગમતું, તેથી તેની પર નારાજ થતાં કહેતી કૌન હૈ યે? શા માટે આખો દિવસ ફોન કરે છે? નિશા ઉત્તરાંચલના પિથોરાગઢની વતની છે, પણ તેનો જન્મ અને ઉછેર મુંબઈમાં છે. તે એકમાત્ર સંતાન છે. જોકે પછીથી કરણ નિશાના ઘરે આવવા લાગ્યો અને નિશાના પેરન્ટનું દિલ જીતી લીધું.

૨૦૦૯ની ૯ સપ્ટેમ્બરે કરને પૂરી દુનિયા સામે ફિલ્મી સ્ટાઇલમાં નિશાને પ્રપોઝ કયુંર્. આ ઘટના યાદ કરતાં નિશા કહે છે, ‘કરણે તેના બર્થ-ડેના આગલા દિવસે મિડિયાની હાજરીમાં મારા સામે ઘૂંટણિયે પડી પ્રપોઝ કરી બિગ સરપ્રાઇઝ આપ્યું. એટલું જ નહીં, મારી આંખો બંધ કરી મને ફૂલોથી સજાવેલા હાર્ટ શેપમાં લઈ ગયો, અમે મળ્યાં ત્યારથી લઈને અત્યાર સુધીની યાદોનો વિડિયો તૈયાર કર્યો હતો, એ બતાવ્યો. પહેલા નશા...ગીત ગાયું અને પ્રપોઝ કર્યું. તે પછી ૨૪ નવેમ્બરે અમે લગ્ન કર્યા.’

મુંબઈમાં પત્ની નિશા સાથે રહેતો કરણ કહે છે, ‘નિશા બહુ સારી કૂક પણ છે. તે ક્યારેક મારા માટે સ્પેશ્યલ ડિશ બનાવી સરપ્રાઇઝ આપે છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK