તે છોકરી સામે જોવામાં પહેલી વાર પવન મૅચ હારી ગયો હતો (પીપલ-લાઇવ)

Published: 16th November, 2012 07:11 IST

ક્યા હુઆ તેરા વાદામાં કામ કરી રહેલો ઍક્ટર અને બિઝનેસમૅન પવન શંકર જેને પરણ્યો છે તે યુક્તિ સોનીને તે ૧૦ વર્ષની વયે ટેબલ ટેનિસની મૅચમાં મળ્યો હતો. પવનની જિંદગીમાં યુક્તિ આવી ત્યારથી લઈને તેમનાં લગ્ન સુધીની મોટા ભાગની ઘટનાઓ જબરદસ્ત ડ્રામેટિક છે(પીપલ-લાઇવ - પ્યાર કી યે કહાની સુનો - પલ્લવી આચાર્ય)


મેરઠમાં ટેબલ ટેનિસની નૅશનલ લેવલની ક્વૉર્ટર ફાઇનલ મૅચ હતી. યુપી સામે દિલ્હી હતું. આ સમય છે લગભગ ૧૯૮૬નો. ૧૦ વર્ષનો પવન પાંડે યુપીની ટીમનો નંબર વન ખેલાડી હતો, દિલ્હી સામે તે હંમેશાં જીતતો હતો. આ મૅચ જોવા માટે ટેબલ ટેનિસની દિલ્હીની છોકરાઓની ટીમે દિલ્હીની છોકરીઓની ટીમને ખાસ ઇન્વાઇટ કરી એવું કહીને કે યે મેચ મેં આપ આઇએ, પવન પાંડે ખેલ રહા હૈ. છોકરીઓની ટીમમાં કૅપ્ટન યુક્તિ સોનીએ તેમને મળેલા ઇન્વિટેશન સામે પહેલાં તો એમ કહી દીધું કે પવન ખેલતા હૈ તો ઇસમેં હમેં ક્યા ફરક પડતા હૈ? છતાં તે આ મૅચ જોવા આવી.

આ પ્રસંગને વિઝ્યુલાઇઝ કરતાં પવન શંકરની ફૅશન-ડિઝાઇનર પત્ની યુક્તિ શંકર કહે છે, ‘પવન બહુ સરસ રમી રહ્યો હતો. રમતાં તે અમારી તરફ જોતો રહેતો હતો. આમ જોવામાં ને જોવામાં તે પહેલી વાર યુપી સામે મૅચ હારી ગયો, જે કદી નહોતો હાર્યો. છોકરાઓની ટીમે આ હેતુને લઈને જ તો અમને ઇન્વાઇટ કર્યા હતા.’

પ્યારા બચપન

સોની ટીવી પર ચાલી રહેલી ‘ક્યા હુઆ તેરા વાદા’માં પ્રદીપ સિંહનો લીડ રોલ કરી રહેલો પવન શંકર ફૅશન ફીલ્ડનો સફળ બિઝનેસમૅન છે. ફૅશન અને લાઇફ સ્ટાઇલને લગતાં એક્ઝિબિશન્સ કરતી તેની કંપની ફૅશનિસ્ટા ઇન્ડિયાનો તે મૅનેજિંગ ડિરેક્ટર છે. પવનની જિંદગીમાં યુક્તિ આવી ત્યારથી લઈને તેમનાં લગ્ન સુધીની ઘટનાઓ જબરદસ્ત ડ્રામેટિક છે.  સીન પહેલો... છોકરાઓ અને છોકરીઓની ટેબલ ટેનિસની નૅશનલ લેવલની ટુર્નામેન્ટ ચેન્નઈમાં હતી ત્યારે ફાઇવસ્ટાર હોટેલમાં તેમની પહેલી વાર મુલાકાત થઈ. વાતનો તંતુ સાધતાં પવન કહે છે, ‘હું ૧૦ વર્ષનો હતો ત્યારે ૭ વર્ષની યુક્તિને બતાવતાં એક સિનિયરે કહ્યું, મિલો ઇસ છોટે બચ્ચે કો, સ્માઇલ કરો...ને છૂટાં પડ્યાં. તે પછી અવારનવાર મૅચમાં મળતાં.’

સીન બીજો... બે મહિના પછી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં મૅચ હતી. જમવાના સમયે ફૂડ લેવા માટેની લાઇનમાં બધા પ્લેયર્સ ઊભા હતા અને ધક્કામુક્કી કરતા હતા. પવન લાઇન હૅન્ડલ કરી રહ્યો હતો ત્યાં પાછળથી કોઈએ તેનો કૉલર પકડ્યો. પવને પાછળ જોયું તો હુલ મળી...પવન કહે છે, ‘એ જ બચ્ચા સ્ટાઇલમાં કે દિલ્હી કે લડકો સે પંગા મત લેના.’ જોયું તો પેલી જ છોકરી હતી. હું તો ઊલટાનો છોકરાઓ મસ્તી કરતા હતા તો લાઇન ઠીક કરી રહ્યો હતો. ઠીક હૈ, નહીં લૂંગા તો કહ્યું પણ મને પહેલી વાર આ છોકરી પર ક્રશ થયો. તેની આ દાદાગીરી ગમી ગઈ. આઇ ગોટ ફીલિંગ ફૉર હર.’

યુક્તિ પણ પોતાની ફીલિંગને કેવી રીતે રોકી શકે. તે કહે છે, ‘૧૪-૧૫ વર્ષની વયે જ પવને મને ખૂલીને કહેલું કે પહેલી વાર મળ્યો ત્યારે જ તારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તે સમયે ફ્રેન્ડ્સમાં પણ અમારી જોડીની ચર્ચા થતી તેના તરફથી મળતી વસ્તુઓ હું મારી સહેલીઓને બતાવતી અને કહતી કે યે પવનને ભેજા હૈ, દિયા હૈ. પવનને ઉસ દિન ઐસા કહા થા.’

છૂટા નાતા

યુક્તિ સોની બિનધાસ્ત ટાઇપની હતી અને તેના પિતા હૉકી અને ટેબલ ટેનિસ કોચ તથા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ફિઝિક્સના ટીચર હતા. બે દીકરીઓ સાથે તે ક્લોઝ હતા અને પવનને પણ ઓળખતા હતા. તેથી પવન યુક્તિને જે ચિઠ્ઠીઓ લખતો તે તેના પિતાને વંચાવતી. એક વાર પવને લખેલું, તારો હાથ પકડીશ, શાદી કરીશ વગેરે; પણ ત્યારે તે પપ્પાથી થોડી ગભરાઈ ગઈ અને તેણે પવનને કહી દીધેલું કે આવું બધું લખવાની શી જરૂર હતી. તે પછી બન્નેએ સાથે રમવાનું છોડી દીધું. સ્કૂલ સુધી ચાલેલી તેમની ફ્રેન્ડશિપ ધીમે-ધીમે છૂટતી ગઈ અને બન્ને જણ પોતપોતાના કામે લાગ્યાં.

ફિરસે હુઆ મિલન


પવન દિલ્હીમાં નોકરી કરી પછી ઍક્ટિંગ માટે મુંબઈ આવ્યો અને થોડો ઓપન-અપ થયો, જે પહેલાં શરમાળ હતો. છ વર્ષ પછી યુક્તિ પવનના ફ્રેન્ડને મળી અને તેની પાસેથી પવનનો નંબર માગ્યો. એ ફીલિંગ વિશે પવન કહે છે, ‘મુંબઈ આવી હું જેમ્સબૉન્ડ ટાઇપ થઈ ગયો હતો, યુક્તિ વિશે મને ફીલિંગ નહોતી રહી. યુક્તિને નંબર મળ્યો પછી તેણે મારા ફોન પર મેસેજ કર્યો અને છ વર્ષે અમે દિલ્હીમાં મળ્યાં ત્યારે તો મારા પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. તેને ફરી વાર મળવાને કારણે એ લાગણી ફરી એકવાર જીવિત થઈ ગઈ.’

૨૦૦૨ની આ વાત છે. યુક્તિએ તેને પૂછ્યું ક્યા અભી ભી આપ મુઝે પ્યાર કરતે હો? તો પવને જવાબમાં શાયદ કહ્યું હતું, તો તેણે પૂછ્યું શાયદ કે ખરેખર? જોકે ઘરે જઈને કહ્યું કે પવન બહુ સ્માર્ટ થઈ ગયો છે, શૉલ્ડર બ્રૉડ થઈ ગયા છે!... તે સમયે તેના પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. તેણે તેને પૂછેલું કોઈ ગમતું હોય તો કહે, પણ પવન અલાહાબાદનો બ્રાહ્મણ અને યુક્તિ દિલ્હીની પંજાબી તેથી પહેલાં તો વિચારેલું જ નહીં.

પ્યાર કી સૌગાત


પવને યુક્તિને પૂછ્યું, તું મારી સાથે લગ્ન કરીશ? બન્નેની રઝામંદીમાં ૨૦૦૩માં તેમના લગ્ન થઈ ગયા. અત્યારે તેમને ૫ વર્ષનો દેવસ્ય અને અઢી વર્ષનો આશ્મન એમ બે દીકરા છે. પવન કહે છે, ‘આજેય તેના પ્યારની ફીલિંગ બરકરાર છે. તેના પ્રત્યેની મારી લાગણી જે છે એ અમૂલ્ય છે. આવી ફીલિંગ મને કોઈ માટે નથી થઈ. તે જેટલી વાર રિસાય એટલી વાર પસીનો છૂટી જાય છે. તેને સુખી અને ખુશ રાખવા આજે પણ હું એટલો જ પ્રયત્નશીલ છું.’

યુક્તિ પણ એની પૂરી મજા લઈ રહી છે. તે કહે છે, ‘રૂઠના તો મેરા હર દો દિનમેં હોતા હૈ. ઘરમાં બધા છોકરાઓમાં હું એક જ તો છોકરી છું!’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK