પહેલાં ફોન પર બે કલાક વાતો કરતી, હવે ફોન કરું તો કહી દે કે બિઝી છું (પીપલ-લાઇવ)

Published: 14th November, 2012 05:32 IST

પેરન્ટ્સ સાથે માહિમમાં રહેતાં સોનલ અને નિમેશ ચીમનલાલ બલસારાનાં અરેન્જ્ડ મૅરેજને છ વર્ષ થયાં. તેમને બે દીકરી ચાર વર્ષની વિધિ અને બે વર્ષની મૈત્રી છે. મૂળ વલસાડનો નિમેશ સૉફ્ટવેર એન્જિનિયર છે. સોનલ અને નિમેશની સગાઈ ૨૦૦૬ની ૬ ઑગસ્ટે થઈ હતી. ચાર મહિના પછી ૩૦ નવેમ્બરે તેમનાં લગ્ન થયાં. સોનલ કૉમર્સમાં અને નિમેશ સાયન્સમાં ડબલ ગ્રૅજ્યુએટ છે.જોઈએ આ કપલને પરસ્પર કેવી મીઠી ફરિયાદો છે(પીપલ-લાઇવ - શાદી સે પહલે શાદી કે બાદ - પલ્લવી આચાર્ય)

સોનલ શું કહે છે?

અમારી સગાઈ ચારેક મહિના રહી ત્યાં સુધી હું જે ઑફિસમાં કામ કરતી હતી ત્યાં તે રોજ મળવા આવતા અને અમે ઑફિસથી વહેલાં નીકળી જતાં. હવે ઘરે જલદી નથી આવતા, રાત્રે ૧૦ કે ૧૧ પણ વાગી જાય.

સગાઈ થઈ તે દિવસ છ ઑગસ્ટ, મહિનાનો પહેલો સન્ડે એટલે કે ફ્રેન્ડશિપ ડે હતો. એ દિવસે અમે હોટેલમાં ડિનર લીધું હતું. ત્યારે નિમેશે કહ્યું હતું કે ‘આપણે દર વર્ષે આ દિવસે હોટેલમાં આવીશું, પણ લગ્ન પછી તો નિમેશને સગાઈની તારીખ જ યાદ નથી રહેતી અને તેને હું કહું તો મને કહે છે, તારીખ ભલે યાદ ન રહી, પણ ફ્રેન્ડશિપ ડે તો યાદ રહે છેને!’

મારા ફસ્ર્ટ બર્થ-ડે પર કેક વગેરેથી સરસ સેલિબ્રેશન થયું હતું, હવે મારો કે તેનો કોઈની બર્થ-ડે નથી ઊજવાતો, એ દિવસ રૂટીન જ હોય છે. બે દીકરીઓનો જ બર્થ ડે ઊજવાય છે.

મારી દીકરીઓના જન્મ પછી પણ થોડો સમય મેં જૉબ કરી હતી ત્યારે નિમેશ અને ઘરનાએ બહુ સર્પોટ કર્યો. મારી દીકરીઓને ઉઠાડી તૈયાર કરી બેબીસીટર પાસે મૂકી આવતા અને સાંજે પણ કામમાં મદદ કરતા હતા. મારાં સાસુ એમટીએનએલમાં જૉબ કરે છે. સસરા મંત્રાલયમાં હતા, હવે રિટાયર્ડ છે. હું રિક્રુટરનું કામ કરું છું. દાદરમાં મારી ઑફિસ છે.

નિમેશ શું કહે છે?

સગાઈ થઈ પછી અમે રોજ રાત્રે બે કલાક સુધી ફોન પર વાતો કરતાં હતાં. લગ્ન પછી ફોન પર વાતો કરવાનું ઓછું થઈ ગયું, એટલું જ નહીં, હવે ફોન પર વાત કરવા વિચારવું પડે અને એમાંય બે દીકરીઓ થયા પછી તો હું ફોન કરું તો બિઝી છું, પછી વાત કરીએ કહીને ફોન રાખી દે છે.

લગ્ન થયાં ત્યારે શરૂઆતમાં તે રોજ દરવાજા સુધી ટાટા... બાય બાય... કરવા આવતી હતી, એટલું જ નહીં, હું દેખાતો બંધ થાઉં ત્યાં સુધી આ બાય બાય ચાલતું અને હવે ઑફિસ જાઉં ત્યારે કહે છે, જતાં દરવાજો બંધ કરીને જજો.

સગાઈ પછી અમે હોટેલમાં જતાં ત્યારે તે ભરપૂર એન્જૉય કરતી, કોઈ આનાકાની ન થતી, ખર્ચ કેટલો થયો એનું પણ જોતી નહીં અને હવે હોટેલમાં જઈએ ત્યારે પહેલાં એ વાતનું ધ્યાન રાખે છે કે કેટલો ખર્ચ થાય છે. હવે હોટેલમાં જઈએ ત્યારે ખર્ચ બાબતે ડિસ્કસ બહુ થાય છે.

નિમેશ અને સોનલ એકબીજાને કેટલું ઓળખે છે? ચાલો, તેમની કસોટી કરીએ

સોનલની અગ્નિપરીક્ષા


નિમેશનો સ્વભાવ

સોનલ : તીખો.

નિમેશ : સહી જવાબ.

તકિયા-કલામ

સોનલ : કર કે.. (અગાઉ હતો)

નિમેશ : સહી જવાબ.

ઘરની પ્રિય જગ્યા

સોનલ : હૉલમાં ટીવી સામે

નિમેશ : સહી જવાબ.

હાઇટ

સોનલ : ૬ ફૂટ.

નિમેશ : સહી જવાબ.

સૌથી ભાવતું અને ન ભાવતું શાક

સોનલ : કેળાનું શાક બહુ ભાવે, રીંગણાં ન ભાવે

નિમેશ : સહી જવાબ.

શૂઝની સાઇઝ

સોનલ : નવ નંબર.

નિમેશ : ગલત જવાબ

ફેવરિટ હીરો-હિરોઇન

સોનલ : શાહરુખ ખાન, માધુરી દીક્ષિત અને શ્રીદેવી

નિમેશ : સહી જવાબ.

ફેવરિટ કલર

સોનલ : રેડ

નિમેશ : ગલત જવાબ

ફેવરિટ ડ્રેસ

સોનલ : બ્લૅક જીન્સ - રેડ ટી-શર્ટ

નિમેશ : સહી જવાબ.

બ્લડ-ગ્રુપ

સોનલ : O પૉઝિટિવ.

નિમેશ : સહી જવાબ.

૧૦માંથી ૮ માર્ક : ગુડ


નિમેશની અગ્નિપરીક્ષા


સોનલનો સ્વભાવ

નિમેશ : મિલનસાર

સોનલ : સહી જવાબ.

તકિયા-કલામ

નિમેશ : કોઈ નહીં.

સોનલ : સહી જવાબ.

ઘરની પ્રિય જગ્યા

નિમેશ : હૉલ

સોનલ : સહી જવાબ.

હાઇટ

નિમેશ : પાંચ ફૂટ છ ઇંચ.

સોનલ : સહી જવાબ.

સૌથી ભાવતું અને ન ભાવતું શાક

નિમેશ : રીંગણનું શાક બહુ ભાવે, ન ભાવે એવું કંઈ નહીં.

સોનલ : સહી જવાબ.

શૂઝની સાઇઝ

નિમેશ : ૮ નંબર.

સોનલ : સહી જવાબ.

ફેવરિટ હીરો-હિરોઇન

નિમેશ : હીરો - શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય

સોનલ : સહી જવાબ

ફેવરિટ કલર

નિમેશ : રેડ

સોનલ : ગલત જવાબ.

ફેવરિટ ડ્રેસ

નિમેશ : ચૂડીદાર-કમીઝ

સોનલ : સહી જવાબ.

બ્લડ-ગ્રુપ

નિમેશ : B પૉઝિટિવ.

સોનલ : ગલત જવાબ.

૧૦માંથી સાડા ૮.૫ માર્ક : ગુડ


સ્કોરિંગ - અન્ડર ૫ : વેરી બૅડ, ૫ - ૭ : ઓકે, ૭.૫ - ૮.૫ : ગુડ, ૯ - ૯.૫ : વેરી ગુડ, ૧૦ : પર્ફેક્ટ પાર્ટનર


Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK