લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસ કરનાર મુસાફરોને પડતી હાડમારીને લક્ષમાં લઈ સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેએ તેમને મુંબઈની લોકલ ટ્રેનમાં સિંગલ સાઇડ મુસાફરી કરવાની છૂટ આપી છે.
સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેએ આ માટે સંયુક્ત રીતે મંજૂરી દર્શાવી પ્રેસ-રિલીઝ બહાર પાડી માહિતી આપી છે કે જે પ્રવાસીઓ લાંબા અંતરની ટ્રેન પકડવા માગતા હોય તેમની પાસે જો કન્ફર્મ ટિકિટ હશે તો તેમને એ ટ્રેન પકડવા બોર્ડિંગ સ્ટેશન સુધી જવા મુંબઈ લોકલની સિંગલ ટિકિટ મળી શકશે. મુલુંડમાં રહેતા કોઈને કચ્છ એક્સપ્રેસ પકડવી હોય તો તે એની કન્ફર્મ ટિકિટ બતાવી લોકલ ટ્રેનમાં દાદર કે મુંબઈ સેન્ટ્રલ સુધી સિંગલ પ્રવાસ કરી શકશે. તેને રિટર્ન ટિકિટ નહીં મળે. એ જ રીતે લાંબા અંતરની ટ્રેનમાં મુંબઈ આવેલા પૅસેન્જરને એ ટિકિટ બતાવી લોકલ ટ્રેનમાં તેના સ્ટેશન સુધી જવા સિંગલ જર્નીની ટિકિટ મળી શકશે.
આતંકી સંગઠને સ્વીકારી અંબાણીના ઘરની પાસે વિસ્ફોટક રાખવાની જવાબદારી
28th February, 2021 19:15 ISTCoronavirus: મહારાષ્ટ્રના પૂણેમાં 14 માર્ચ સુધી સ્કૂલ અને કૉલેજ બંધ
28th February, 2021 16:37 ISTMumbai Sagaનું પહેલું ગીત 'શોર મચેગા' રિલીઝ, તમે જોયું કે નહીં
28th February, 2021 15:24 ISTતોડી દીવાર, નિકલી બારગર્લ્સ
28th February, 2021 11:08 IST