લોકોએ પીએમને પૂછ્યું, બર્થડે ગિફ્ટમાં શું જોઇએ, મોદીએ આપી આખી વિશ લિસ્ટ

Published: 18th September, 2020 10:34 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી. સવારથી જ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર તેમને વધામણીના મેસેજનો ઢગલો થયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

દેશ-વિદેશની અનેક જાણીતી હસ્તીઓ અને રાજનેતાઓએ વડાપ્રધાન (Prime Minster Narendra Modi) નરેન્દ્ર મોદીને જન્મદિવસની (birthday Greetings) શુભેચ્છાઓ આપી. સવારથી જ સોશિયલ (Social Meida Platform) મીડિયા પ્લેટફૉર્મ પર તેમને વધામણીના મેસેજનો ઢગલો થયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ 70 વર્ષના થયા. આ દરમિયાન, દેશ-વિદેશની અનેક જાણીતી હસ્તીઓ અને રાજનેતાઓએ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. સવારથી જ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર તેમને વધામણી આપનારાની જાણે કે ભીડ એકઠી થઈ હતી. અનેક લોકોએ વડાપ્રધાનને પૂછ્યું કે તેમને જન્મદિવસની બર્થડે ગિફ્ટ તરીકે શું જોઇએ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાવાયરસના સંકટ દરમિયાન ગુરુવારે મોડી રાતે પોતાની બર્થડે વિશ જાહેર કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે તેમને લોકો પાસેથી શું જોઇએ છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, "કારણકે લોકોએ મને પૂછ્યું છે કે હું મારા જન્મદિવસે શું ઇચ્છું છું, હું અહીં તે વસ્તુઓ જણાવી રહ્યો છું, જે હું લોકો પાસેથી ઇચ્છું છું." વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા લોકોને વાયરસથી બચવા માટે ધ્યાન રાખવાની સલાહ આપી છે અને પોતાના જન્મદિવસની વિશ લિસ્ટ વિશે જણાવ્યું છે.

પીએમ મોદીએ પોતાની વિશ લિસ્ટ જણાવી
- માસ્ક પહેરતા રહો અને યોગ્ય રીતે પહેરો
- સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરો. 'દો ગજ કી દૂરી' યાદ રાખો
- ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળો
- પોતાની રોગ પ્રતિકારક ક્ષમતા વધારો
- આવો આપણું વિશ્વ સ્વસ્થ બનાવીએ.

આ પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને વિશ્વના લોકો તરફથી પોતાને મળેલી શુભેચ્છાઓ માટે આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, "આખા દેશ અને વિશ્વના લોકોએ મને વધામણીઓ આપી, હું તેમનો બધાંનો આભારી છું. આ શુભેચ્છાઓ મને દેશવાસીઓની સેવા કરવા અને તેમના જીવનને સુધારવાની દિશામાં કામ કરવાની હિંમત આપે છે."

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK