નાનકડી બાળકી સાથે નિર્ભયા જેવું દુષ્કર્મ, પાડોશીના દરવાજે માંડ પહોંચી

Published: Aug 06, 2020, 18:24 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

બાળકીના શરીર પર ગંભીર ઇજાના નિશાન છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દિલ્હીમાં એક નાનકડી બાળકી સાથે નિર્ભયા જેવા દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. ઘટના મંગળવારની છે અને બાળકીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. બાળકીના શરીર પર ગંભીર ઇજાના નિશાન છે.

પશ્ચિમ વિહાર વેસ્ટના પીરાગઢી વિસ્તારમાં એક 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. બાળકી રૂમમાં એકલી હતી. આ દરમિયાન તેની સાથે આ દુષ્કર્મ કરવામાં આવ્યું. વિરોધ કરવા પર કાતરથી ન ફક્ત તેના માથા અને શરીરને કોરી દીધું, પણ શંકા છે કે તેની સાતે પણ નિર્ભયા જેવી ઘટનાને અંજામ આપવામાં આવ્યો. લોહીથી લતપત બાળકીને મૃત સમજીને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો.

બાળકીએ કેટકેટલું સહન કર્યું હશે તે વાતનો અંદાજો તેના પરથી જ લગાડી શકાય છે કે તે ઘણો સમય સુધી બેભાન અવસ્થામાં જ રહી. ત્યાર બાદ મુશ્કેલીથી ઘસડાતાં ઘસડાતાં તે પાડોશીનો દરવાજો ખખડાવી શકી. અને તેણે પોતાની સ્થિતિ જણાવવાનો પ્રયત્ન કર્યો. બાળકીની હાલત જોઇને પાડોશીઓ પણ ગભરાઈ ગયા. અને તરત જ ઘટનાની સૂચના પોલીસને આપી.

પશ્ચિમ વિહાર વેસ્ટ થાણાના પોલીસ સહિત સીનિયર ઑફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા. પોલીસે બાળકીને તરત જ સંજય ગાંધી હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા. તેના માથા અને નિતંબના ભાગમાં કોઇખ ધારદાર હથિયારથી અનેક હૂમલા કરવામાં આવ્યા હતા. બાળકની સારવાર માટે ડૉક્ટર્સની ટીમ લાગેલી છે. અને તે કપાયેલા ભાગમાં ટાંકા મૂક્યા. ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને પોલીસે હત્યા અને પૉક્સો સહિત કેટલીય ધારાઓમાં કેસ નોંધી આરોપીની શોધમાં શક્ય તેટલા અનેક વિસ્તારોમાં છાપામારી કરવાનું શરૂ કરી દીધું છે. બાળકીએ નિવેદન આપ્યું છે, તેના આધારે બે દુષ્કર્મમાં બે છોકરાઓ સામેલ હતા. પોલીસને અંદાજો છે કે બન્ને શંકાસ્પદો આસપાસના જ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK