બન્ને દંડના ૨૦૦ રૂપિયા ભરી શકે એવી સ્થિતિમાં નહોતા એટલે તેમને સફાઈ કરવાની ફરજ પાડવામાં આવી હતી. સુધરાઈના માર્શલોએ એક રૂટીન ઇન્સ્પેક્શન દરમ્યાન વિનોદ ગાવડે અને હમીદ શેખને તમાકુ ખાઈને રસ્તા પર થૂંકતા પકડી પાડ્યા હતા. નૉર્થ ઍન્ડ ઈસ્ટ વૉર્ડના ક્લીન-અપ માર્શલોના સુપરિન્ટેન્ડન્ટ આસિફ ગુજલેએ કહ્યું હતું કે ‘મોટા ભાગના લોકોને ખબર હોય છે કે ક્લીન-અપ માર્શલો નિયમિત રાઉન્ડ મારતા રહેતા હોય છે, પરંતુ તેઓ બેદરકાર બનીને ગંદકી કરતા રહે છે. ગંદકી કરનારા મોટા ભાગના લોકો દંડ ભરવા કે સફાઈ કરવા તૈયાર નથી થતા એટલે અમે તેમને નજીકના પોલીસ-સ્ટેશનમાં લઈ જઈએ છીએ અને પછી જ તેઓ દંડ ભરવા તૈયાર થાય છે.’
ગંદકી કરતા લોકોને દંડ કરવામાં આવતો હોય છે, પરંતુ તેમની પાસેથી સફાઈ કરાવવાનો આઇડિયા વધુ સારો છે એમ જણાવીને સુધરાઈના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર ભાલચન્દ્ર માલીએ કહ્યું હતું કે ‘એનાથી લોકો શરમ અને સંકોચ અનુભવશે. આને લીધે નિિતપણે આવા કેસની સંખ્યા ઘટશે.’
શિવસેનાનો એક પણ ઉમેદવાર બંગાળમાં ડિપોઝિટ બચાવી ન શક્યો હોત : રામ કદમ
5th March, 2021 09:42 ISTહજી તો માર્ચની શરૂઆત અને મુંબઈમાં પારો 38 ડિગ્રીને પાર
5th March, 2021 09:42 ISTઉદ્ધવ ઠાકરેની બાબરી ટિપ્પણીના પગલે મહારાષ્ટ્રના મુસ્લિમ પ્રધાનો રાજીનામું આપે
5th March, 2021 09:42 ISTસંજય રાઠોડનું રાજીનામું મંજૂર
5th March, 2021 09:42 IST