પાવનધામમાં આવતી કાલે ઊજવાશે ડિવાઇન ફેસ્ટિવલ

Published: 30th December, 2011 04:42 IST

કાંદિવલીમાં આવેલા પાવનધામમાં યુગદિવાકર પૂજ્ય ગુરુદેવશ્રી નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યમાં એક નવા જ કન્સેપ્ટ અને નવા કલ્ચરલ કાર્યક્રમ સાથે ૩૧ ડિસેમ્બરની સંધ્યા સાંજે ૬.૩૦થી શ્રદ્ધા, ભાવ, ભક્તિ, ઉત્સાહ અને ઉમંગ સાથે ઊજવાશે.

 

ડિવાઇન ફેસ્ટિવલમાં પૂજ્ય ગુરુદેવશ્રી આંતરિક સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ અર્થે આત્મશુદ્ધિ અને પૉઝિટિવ ઍટિટ્યુડ સાથે રાઇટ આઇડેન્ટિટીને ક્લિયર કરાવતો સ્પેશ્યલ મેસેજ આપશે. અર્હમ યુવા ગ્રુપ, લુક ઍન લર્ન જૈન જ્ઞાનધામ, ગુરુ સ્પંદન ગ્રુપ, અર્હમ સત્સંગ અને ગુરુભક્તો પૂ. ગુરુદેવના મેસેજને નૃત્યનાટિકા, ગીત, સંગીત દ્વારા પ્રસ્તુત કરશે. સાથે હશે ભક્તિ ભક્તિ અને ઈન્સ્ટુમેન્ટ રુs ઈન્સ્ટુમેન્ટની પૉઝિટિવ સ્પર્ધા, અવૉર્ડ સેરેમની અને સરપ્રાઇઝ આઇટમ. કાર્યક્રમો બાદ પૂ. ગુરુદેવશ્રી નૂતન વર્ષના પ્રારંભે સર્વ સુખાકારી, સર્વ કલ્યાણકારી મહા મંગલકારી માંગલિક ફરમાવી અંતર આર્શીવાદ આપશે. હજારો ભક્તો અને ભાવિકો સમૂહમાં ગુરુવંદના સાથે નૂતન વર્ષનો શુભ પ્રારંભ કરશે. ૨૦૧૧ના વર્ષને ભક્તિભાવે વિદાય આપવા અને ૨૦૧૨ના નૂતન વર્ષના આગમનને સત્ગુરુના સાંનિધ્યમાં મંગલભાવો સાથે વધાવવા ભારતભરમાંથી વિશાળ સંખ્યામાં શ્રદ્ધાવંત ભાવિકો પધારશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK