બિહારમાં પાંચ ટન કાંદા ભરેલી ટ્રકની બંદૂકની અણીએ લૂંટ!

Published: 29th December, 2019 08:00 IST | Patna

સોના-ચાંદી, હીરા-માણેક છોડો, હવે તમારી ડુંગળીની સુરક્ષાનું કંઈક કરો, કારણ કે...

કાંદા
કાંદા

અત્યાર સુધી સોના-ચાંદી કે ચલણી નાણું ભરેલાં વાહન પર લૂંટારા ત્રાટકતા હતા, પણ કાંદાના આસમાને પહોંચેલા ભાવ બાદ પહેલી વખત એવું બન્યું છે કે કાંદા ભરેલી ટ્રકની લૂંટ ચલાવવામાં આવી છે.

બિહારના કેમૂર જિલ્લામાં પાંચ ટન કાંદા ભરેલી એક ટ્રકને ૬ વ્યક્તિઓની ગૅન્ગે જી. ટી. રોડ પર આંતરી હતી અને ડ્રાઇવરને બંદૂકની અણીએ કબજામાં લીધો હતો. બદમાશોએ ડ્રાઇવરને ઉતારીને એક કારમાં બેસવાની ફરજ પાડી હતી. ડ્રાઈવરને ચાર કલાક સુધી એક સ્થળેથી બીજા સ્થળે ફેરવવામાં આવ્યો હતો.

બીજી તરફ ગૅન્ગના બીજા સભ્યોએ ટ્રકને અજાણી જગ્યાએ લઈ જઈને તેમાં ભરેલા ૧૦૨ થેલી કાંદા ઉતારી લીધા હતા. જેની કિંમત લગભગ સાડા ત્રણ લાખ થવા જતી હતી. ડ્રાઈવર દેશરાજને લૂંટારુઓએ ખાલી ટ્રક ક્યાં ઉભો હશે તેની જાણકારી કારમાંથી ઉતારતી વખતે આપી હતી.ડ્રાઈવર બીજા વાહનની લિફ્ટ લઈને તે જગ્યાએ પહોંચ્યો હતો. ડુંગળી ભરેલી ટ્રક અલ્હાબાદથી જહાનાબાદ જઈ રહી હતી અને તેને રસ્તામાં લૂંટી લેવાઈ હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK