બિહારના મુંગેર જિલ્લામાં દુર્ગા પૂજાની પૂર્ણાહુતિ વેળા મૂર્તિ વિસર્જન દરમ્યાન ગોળીબારની ઘટના બાબતે લોકલાગણીને માન આપીને ચૂંટણી પંચે આપેલા આદેશના અનુસંધાનમાં જિલ્લાના કલેક્ટર રાજેશ મીણા અને સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (એસ.પી.) લિપિ સિંહને હટાવવામાં આવ્યાં છે. 27 ઑક્ટોબરની રાતે પોલીસ અને સ્થાનિક લોકોની અથડામણ દરમ્યાન ગોળીબારમાં એક જણનું મોત થયું હતું. એ હિંસામાં છ સ્થાનિક લોકો અને ત્રણ પોલીસ જવાનો ઘાયલ થયા હતા. લિપિ સિંહ જનતા દળ (યુનાઇટેડ)નાં સંસદ સભ્ય આર.સી.પી. સિંહની દીકરી છે.
એ ઘટનાના અનુસંધાનમાં સ્થાનિક યુવાનોએ ઉપરોક્ત બન્ને અધિકારીઓને હટાવવાની માગણી કરી હતી. હવે આઇએએસ અમલદાર રચના નિગમને મુંગેર જિલ્લાનાં કલેક્ટર તરીકે તથા આઇપીએસ અમલદાર માનવજિતસિંહ ઢિલ્લોંને એસ.પી.ના હોદ્દાના અખત્યાર સોંપવામાં આવ્યા છે.
દીકરી માટે ટિશ્યુપેપરમાંથી ગજરો તૈયાર કર્યો
26th February, 2021 08:42 IST40 લાખ ટ્રેકટર લઈને સંસદને ઘેરશે ખેડૂતો: ટિકૈત
25th February, 2021 10:44 ISTહિન્દુ મહિલા પિતાના પરિવારને પોતાની સંપત્તિમા ઉત્તરાધિકારી બનાવી શકે:SC
25th February, 2021 10:44 ISTમહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં વધ્યા છે કેસ, કેન્દ્ર મોકલશે નિષ્ણાતોની ટીમ
25th February, 2021 10:44 IST