ટ્વિટર અને ફેસબુક જેવી સોશ્યલ મીડિયાની વેબસાઇટ્સ પર કેટલીક તસવીરો વાઇરલ થઈ છે એમાં હૉસ્પિટલના બેડ પર એક માણસ સૂતેલો દેખાય છે. પગ કપાયો હોવા છતાં તેનો ચહેરો હસતો દેખાય છે. બાજુમાં લૅમ્પ અને સાઇડ ટેબલ પર થોડા ફોટોગ્રાફ્સ છે. પ્લેટમાં નાસ્તો લઈને મહિલાએ હાથ લંબાવ્યો હોય એવું પણ દેખાય છે. સાચી લાગે એવી તસવીરો હકીકતમાં બ્રિટનના એક બેકર બૅન કલને બનાવેલી કેક છે. બૅન કલનને સોશ્યલ મીડિયા પર ‘ધ બેક કિંગ’ તરીકે ઓળખવામાં આવે છે. એ હાઇપર રિયલિસ્ટિક કેકની પોસ્ટ સોશ્યલ મીડિયા પર ઘણી લોકપ્રિય થઈ છે. જેમ રંગોળી, ચિત્રકળા અને થ્રી-ડી ટેક્નૉલૉજી વડે રચાતી તસવીરો જેવી વિવિધ પદ્ધતિઓમાં વાસ્તવિકતા છલકાવાની શક્યતા હોય છે એ રીતે બેકિંગના માધ્યમથી પણ સાચા લાગે એવા આકારની કલાકૃતિઓ રચાતી હોય છે.
આ બહેને પાંચ કલાકની ઊંઘનું લાઇવ સ્ટ્રીમિંગ કરીને ૨.૨૧ લાખ રૂપિયાની કમાણી કરી
27th February, 2021 08:19 IST૬ મહિને ખબર પડી કે ફૅમિલીના વૉટ્સઍપના ગ્રુપમાં જેને તે પપ્પા સમજતો હતો તે અજાણ્યો માણસ નીકળ્યો
27th February, 2021 08:16 ISTછોકરીએ છોકરાને કરી એવી Kiss, કે છોકરો હંમેશા માટે થઈ ગયો ગૂંગો, વાંચો
26th February, 2021 13:05 ISTવિશ્વનું સૌથી મોટું ૧૨૬ ફુટનું શિવલિંગ
26th February, 2021 09:36 IST