ઇન્ટરસિટી ટ્રેનમાં પાસહોલ્ડરોની દાદાગીરી

Published: 30th December, 2018 10:57 IST | પ્રીતિ ખુમાણ ઠાકુર

સુરત-મુંબઈ ઇન્ટરસિટીમાં પાસહોલ્ડરના મહિલા કોચની ૫૦ ટકા સીટ ખાલી હોવા છતાં ટિકિટ ખરીદીને મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને બેસવા દેવામાં આવતા નથી

પાસધારકો દાદાગીરી કરીને આખી સીટી રોકી લેતા હોવાનો અન્ય પ્રવાસીઓ દ્વારા આરોપ કરવામાં આવ્યો છે.
પાસધારકો દાદાગીરી કરીને આખી સીટી રોકી લેતા હોવાનો અન્ય પ્રવાસીઓ દ્વારા આરોપ કરવામાં આવ્યો છે.

સુરત-મુંબઈ ઇન્ટરસિટીના પાસહોલ્ડરના મહિલા કોચમાં ૫૦ ટકા સીટો ખાલી હોવા છતાં પાસહોલ્ડર પ્રવાસીઓ સીટ પર કોઈને બેસવા ન દઈને દાદાગીરી દેખાડતા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. ગુજરાતી મહિલા પ્રવાસીએ આ વિડિયો લઈને એને વાઇરલ કર્યો છે અને પાસહોલ્ડરોની આ હરકત સામે અનેક રેલવે-ઍક્ટિવિસ્ટે નિંદા કરી છે અને તેમની દાદાગીરી સામે કડક પગલાં લેવાની માગણી સાથે રેલવે-મિનિસ્ટરને ટ્વીટ કરીને ફરિયાદ સુધ્ધાં કરી છે.

વાઇરલ વિડિયોમાં સુરત-મુંબઈ ઇન્ટરસિટીમાં એક મહિલા પ્રવાસી ટિકિટ લઈને પ્રવાસ કરી રહી છે અને તે દરવાજા પર તેના બાળકને લઈને બેસી છે. દરવાજા પાસે ખૂબ જ ઠંડી હવા આવી રહી હોવા છતાં મજબૂરીમાં બેસેલી મહિલા પ્રવાસી સામે અન્ય કોઈ મહિલા પ્રવાસીએ માનવતા ન દેખાડી અને તે મહિલા ઠંડીમાં એમ જ પ્રવાસ કરી રહી હતી. ગુજરાતી ભાષામાં વિડિયો વાઇરલ કરનાર મહિલાએ ટ્રેનમાં મહિલાઓ સીટ પર એકલી સૂતી હોવાનું, મોબાઇલ પર ટાઇમપાસ કરતી હોવાનું દેખાડ્યું છે; પરંતુ કોઈ મહિલા પ્રવાસીએ બાળક સાથે પ્રવાસ કરતી તે મહિલા સામે માનવતા તો છોડી દો, સીટની પાસે પણ બેસવા જણાવ્યું નહોતું.

આ પણ વાંચો : મુંબઈ: નાના જ્વેલરોમાં ફફડાટ

આ વિશે વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર રવીન્દ્ર ભાકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આવી કોઈ પણ પરિસ્થિતિ હોય તો રેલવે-પ્રવાસીઓ રેલવે પ્રોટેક્શન ફોર્સ ૧૮૨ નંબર પર ડાયલ કરીને મદદ મેળવી શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK