ટિકિટ-વિન્ડોના અભાવને કારણે દહિસર સ્ટેશન પર પ્રવાસીઓ હેરાનપરેશાન

Published: 30th September, 2011 20:20 IST

દહિસર રેલવે-સ્ટેશન પર બે ટિકિટ બુકિંગ ઑફિસ છે. એક ઈસ્ટ તરફ અને બીજી વેસ્ટ તરફ પ્લૅટફૉર્મની વચ્ચે આવેલી છે. આ સ્ટેશનથી રોજ લાખો લોકો ટ્રાવેલ કરીને જતા હોવાથી અહીં વધુ એક ટિકિટ બુકિંગ ઑફિસ નૉર્થ તરફ હોવી જોઈએ એવી પ્રવાસીઓની માગણી છે. વેસ્ટમાં જે ટિકિટ બુકિંગ ઑફિસ છે ત્યાં બે જ કાઉન્ટર છે.

આને કારણે પ્રવાસીઓની ટિકિટ માટે લાંબીલચક લાઇન લાગેલી હોય છે. ઈસ્ટમાં પણ બુકિંગ ઑફિસ છે, પણ વધુ ટિકિટ ઑફિસની જરૂર છે. અમુક વાર દહિસર-વેસ્ટ તરફથી વિઠ્ઠલ મંદિરથી સ્ટેશન તરફ આવતા લોકોએ ટિકિટ કઢાવવા માટે ખૂબ જ ચાલવું પડે છે.

વિઠ્ઠલ મંદિર તરફથી આવતા હજારો લોકો માટે નૉર્થ તરફ ટિકિટબારી બનાવવાની માગણી

જો કોઈ પ્રવાસી પાસે ટિકિટ ન હોય અને તેને ટિકિટ કઢાવીને સબવેથી અથવા તો દહિસરના સ્કાયવૉકથી રેલવે-સ્ટેશન પર જવું હોય તો જઈ શકાતું નથી. પહેલાં પ્રવાસીઓએ સાઉથ તરફ ટિકિટ-વિન્ડો તરફ જવું પડતું હોય છે. અહીં બે જ ટિકિટ-વિન્ડો હોવાથી લાંબી લાઇન લાગતી હોય છે. આને કારણે પ્રવાસીઓએ હેરાન થવું પડે છે. આ ઉપરાંત તેીર્ને મિડલ ફસ્ર્ટ ક્લાસ અથવા તો નૉર્થ તરફના ડબ્બામાં ટ્રાવેલ કરીને જવું હોય તો ફરીથી ચાલીને આવવું પડે છે.
દહિસરમાં જ રહેતા કુણાલ દેસાઈએ  મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ને કહ્યું હતું કે ‘જો દહિસર-વેસ્ટમાં વિઠ્ઠલ મંદિર તરફથી કોઈ આવતું હોય તો પહેલાં ટિકિટ લેવા માટે સ્કાયવૉક અને સબવેથી જતાં પહેલાં  ટિકિટ-વિન્ડો તરફ લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે. ટિકિટ કઢાવ્યા પછી નૉર્થ તરફ જઈને સ્કાયવૉક અથવા તો સબવે પર જવું પડે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK