લો બોલો, આ સાહેબે ભલી કરી ફ્લાઇટમાં એસીથી સૂકવ્યો બૂટ

Published: Feb 04, 2020, 17:37 IST | Mumbai Desk

એક વ્યક્તિ ફ્લાઇટમાં પ્રવાસ દરમિયાન પોતાનો બૂટ એસીની હવામાં સૂકવી રહ્યો છે. આ દરમિયાન તેનો વીડિયો કોઇકે બનાવીને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધો છે.

સોશિયલ મીડિયા એક એવી દુનિયા છે, જ્યાં દર વખતે કંઇક ને કંઇક વાયરલ થતું રહે છે. ઇન્ટરનેટના વિશ્વમાં એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ફ્લાઇટમાં પ્રવાસ દરમિયાન પોતાનો બૂટ એસીની હવામાં સૂકવી રહ્યો છે. આ દરમિયાન તેનો વીડિયો કોઇકે બનાવીને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધો છે.

આ વીડિયો ઇન્સ્ટાગ્રામના Passenger Shaming નામના પેજ પર 16 જાન્યુઆરીએ શૅર કરવામાં આવ્યો. આ પેજ પર મોટા ભાગે લોકોના અજબ ગજબ કારનામાઓને શૅર કરવામાં આવે છે. આ અંતર્ગત આ પેજ પર આ વ્યક્તિને વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં આ પ્રવાસી વિમાનમાં પ્રવાસ દરમિયાન પોતાનો બૂટ સૂકવી રહ્યો છે.

પણ આ વ્યક્તિએ આ કામ પોતાની ઉપર લાગેલી ફ્લાઇટના એર વેન્ટથી કરી રહ્યા છે. આ વીડિયોને વિમાનમાં જ બેઠેલા કોઇક પ્રવાસીએ બનાવ્યો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે સીટ ઉપર લાગેલ એસી તરફ બૂટ પકડી હાથ ઉઠાવે છે અને તેને એસી પર ચોંટાડી દે છે જેથી તે સૂકાઇ શકે.

સોશિયલ મીડિયા પર તે વ્યક્તિના વીડિયોને જુદી જુદી પ્રતિક્રિયાઓ મળી રહી છે. તો તેના આ વીડિયોને અત્યાર સુધી લાખોથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. અને સેંકડો લોકોના રિએક્શન્સ મળી ગયા છે.

આ પણ વાંચો : happy birthday Urmila matondkar: જુઓ અભિનેત્રીની કેન્ડિડ અને કૂલ તસવીરો...

જો કે, કેટલાક લોકોએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કોમેન્ટ્સ પણ શૅર કરી છે. યૂઝર્સે કહ્યું કે, ફ્લાઇટમાં કોઇએ પણ તે વ્યક્તિને આવું કરતાં અટકાવ્યો નહીં. તો કેટલાક લોકો તેની આ હરકતને અયોગ્ય ઠેરવી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK