સંસદસભ્યોને હાઈ ર્કોટના ચીફ જસ્ટિસનો દરજ્જો અને લાલ બત્તીવાળી ગાડી આપો

Published: 1st December, 2011 08:18 IST

નવી દિલ્હી: સંસદસભ્યનો દરજ્જો હાઈ ર્કોટના ચીફ જસ્ટિસની બરાબરીનો હોવો જોઈએ અને તેમને તેમનાં વાહનો પર લાલ બત્તી લગાડવાની છૂટ હોવી જોઈએ. ગઈ કાલે લોકસભામાં મૂકવામાં આવેલા લોકસભાની વિશેષાધિકારોની સમિતિ એટલે કે પ્રિવિલેજિસ કમિટીના રિપોર્ટમાં આ ચાવીરૂપ ભલામણો છે.

 

કૉન્ગ્રેસના સંસદસભ્ય પી. સી. ચાકુના નેતૃત્વ હેઠળની સમિતિએ એવી પણ ભલામણ કરી હતી કે લોકસભાના ભૂતપૂર્વ સ્પીકરોને સરકારી અને બંધારણીય હોદ્દેદારોના દરજ્જાના પ્રોટોકૉલ લિસ્ટ એટલે કે વૉરન્ટ ઑફ પ્રિસેડન્સમાં કેન્દ્રના પ્રધાનો સાથે સાતમા નંબરે મૂકવાની ભલામણ કરવામાં આવી છે. રિપોર્ટમાં એ વિશે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે કે સંસદસભ્યોને વૉરન્ટ ઑફ પ્રિસેડન્સમાં હાલમાં ૨૧મા ક્રમાંકે મૂકવામાં આવ્યા છે જે તેમના મોભાથી ઘણા નીચે છે અને બંધારણીય ફરજ ન ધરાવનારાઓને તેમના કરતાં પણ ટોચના સ્થાને મૂકવામાં આવ્યા છે. સમિતિએ સંસદસભ્યોને ૧૭મા ક્રમાંકે મૂકવાની માગણી કરી છે. સરકારી અધિકારીઓ સંસદસભ્યો સાથે સૌજન્યથી વર્તતા નથી અને તેમના પ્રોટોકૉલનો ભંગ કરે છે એની ગંભીર નોંધ સમિતિએ લીધી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી ઓફિસરો સસંદસભ્યો તરફ આદર અને સૌજન્યશીલતા દાખવતા નથી. લોકસભાના સચિવાલયને આવી અનેક ફરિયાદો મળી છે. સમિતિએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે વિવિધ મંત્રાલયો અને ડિપાર્ટમેન્ટને આ વિશે એક પરિપત્ર મોકલવાની તાતી જરૂર છે. સમિતિએ વધુમાં એવી ભલામણ કરી હતી કે સંસદસભ્યોનું અપમાન કરનારને સજા કરવાનો ક્લોઝ દાખલ કરો, આને લીધે સંસદસભ્યોના પ્રોટોકૉલનો ભંગ કરનાર અધિકારી સામે તપાસ કરીને તેમને સજા કરી શકાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK