Notre-Dame church: પેરિસની 850 વર્ષ જૂની ચર્ચ બળીને ખાક

પેરિસ | Apr 16, 2019, 08:39 IST

જો કે આ આગને કારણે આખી ચર્ચ બળીને ખાખ થઈ ગઈ છે. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડે ગોથિક કેથેડ્રલ ચર્ચના મુખ્ય બિલ્ડિંગને બચાવી લીધું છે.

Notre-Dame church: પેરિસની 850 વર્ષ જૂની ચર્ચ બળીને ખાક
પેરિસની ઐતિહાસિક ચર્ચ બળીને ખાખ

ફ્રાંસની રાજધાની પેરિસમાં આવેલી 12મી સદીની પ્રસિદ્ધ નોટ્રે ડેમ કેથેડ્રલ ચર્ચમાં સોમવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જો કે આ આગને કારણે આખી ચર્ચ બળીને ખાખ થઈ ગઈ છે. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડે ગોથિક કેથેડ્રલ ચર્ચના મુખ્ય બિલ્ડિંગને બચાવી લીધું છે.

મળતી માહિતી પ્રમામે આગ ચર્ચની છત પરથી લાગવાની શરૂઆત થઈ હતી, જે જોતજોતામાં આખા ચર્ચમાં ફેલાઈ ગઈ. આગ એટલી ભયંકર હતી કે તેની જ્વાળાઓ દૂર દૂરથી દેખાતી હતી. આગને કારણે પેરિસના આકાશમાં કાળા ધૂમાડના ગોટેગોટા છવાયા હતા. આગને કારણે ચર્ચની ઉંચી મિનારો નષ્ટ થઈ ગઈ છે. ચર્ચનો મોટા ભાગનો હિસ્સો ખરાબ રીતે બળી ગયો છે.

ફાયર બ્રિગેડના કહેવા પ્રમામે સોમવારે સાંજે લગભગ 5 વાગે આગ લાગી હતી. ચર્ચમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યુ હતું. પરિણામે આશંકા છે કે આ રિપેરિંગને કારણે પણ ચર્ચમાં આગ લાગી હોઈ શકે છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેંક્રોએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. મેંક્રોએ ટીવી પર વીડિયો જાહેર કરીને સંદેશ આપ્યો સાથે જ ઘટના સ્થળે પણ પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ આજના દિવસે જ ડૂબ્યું હતું ટાઈટેનિક, જુઓ ટાઈટેનિકના રેર વિન્ટેજ 

યુનેસ્કો આ ચર્ચને વિશ્વના વારસાની ધરોહરમાં સામેલ કરી ચૂક્યું છે. 1991માં આ ચર્ચ વિશ્વના વારસાની ધરોહરમાં સામેલ થઈ હતી. ચર્ચનું નિર્માણ ઈસવીસન 1163થી 1345ની વચ્ચે થયું હતું. દર વર્ષે 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ચર્ચની મુલાકાત લેતા હતા.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK