Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પંકજા મુંડેએ કર્યો મુખ્ય પ્રધાન બનવાનો આડકતરો દાવો

પંકજા મુંડેએ કર્યો મુખ્ય પ્રધાન બનવાનો આડકતરો દાવો

16 October, 2014 03:38 AM IST |

પંકજા મુંડેએ કર્યો મુખ્ય પ્રધાન બનવાનો આડકતરો દાવો

પંકજા મુંડેએ કર્યો મુખ્ય પ્રધાન બનવાનો આડકતરો દાવો



pankaja-munde



ચૂંટણી પહેલાંનાં સર્વેક્ષણોમાં BJP સૌથી મોટી પાર્ટી તરીકે ચૂંટાશે એવો અંદાજ બાંધવામાં આવ્યો હતો. હવે ચૂંટણી પૂરી થતાં કોણ મુખ્ય પ્રધાન બનશે એની ચર્ચા શરૂ થઈ છે. 

જૂનમાં કાર-અકસ્માતમાં મૃત્યુ પામેલા BJPના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડેની મોટી પુત્રી પંકજા મુંડેએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન બનવા લોકલાગણી તેની સાથે છે, જ્યારે રાજ્યના પક્ષપ્રમુખ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ રેસમાં આગળ કે પાછળ કોઈ નથી.

પંકજા મુંડેએ ગઈ કાલે બીડ જિલ્લાના પોતાના પરળી મતદારક્ષેત્રમાં મતદાન કર્યા પછી જણાવ્યું હતું કે ‘મેં ક્યારેય મુખ્ય પ્રધાનપદ માટે દાવો કર્યો નથી. મેં જણાવ્યું હતું કે રાજ્યમાં BJPના મુખ્ય પ્રધાન હશે એ માટે હું પ્રયત્નશીલ હતી અને મારું લક્ષ્ય મેં હાંસલ કર્યું છે.’

મુખ્ય પ્રધાનપદના મજબૂત દાવેદાર મહારાષ્ટ્ર BJP પ્રમુખ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘મુખ્ય પ્રધાનની રેસમાં કોઈ આગળ કે પાછળ નથી. આ નિર્ણય પાર્ટીના વિધાનસભ્યો અને પાર્લમેન્ટરી બોર્ડ કરે છે.’

ફડણવીસને પક્ષપ્રમુખ અમિત શાહ અને નરેન્દ્ર મોદીના માનીતા ગણવામાં આવે છે.

૧૯૬૨થી ૨૦૧૪ : મહારાષ્ટ્ર અને મુંબઈમાં કેટલું મતદાન




વર્ષ

મુંબઈ

મહારાષ્ટ્ર

૧૯૬૨

૬૧.૮

૬૦.૪

૧૯૬૭

૬૭.૫

૬૪.૮

૧૯૭૨

૬૩.૭

૬૦.૬

૧૯૭૮

૬૦.૯

૬૭.૬

૧૯૮૦

૩૭.૧

૫૩.૩

૧૯૮૫

૪૬.૮

૫૯.૨

૧૯૯૦

૫૪.૬

૬૨.૩

૧૯૯૫

૫૮.૭

૭૧.૭

૧૯૯૯

૪૪.૯

૬૦.૯

૨૦૦૪

૪૮.૪

૬૩.૪

૨૦૦૯

૪૬.૧

૫૯.૫

૨૦૧૪

૫૨.૯૦

૬૨.૪૯

 
૨૦૦૯માં ઓછા માર્જિનવાળી જીત

મતદાર    કેટલા મતે     વિજેતા

સંઘ    જીત      પાર્ટી

કણકવલી      ૩૪    BJP

દિન્ડોરી      ૧૪૯    શિવસેના

પાટણ      ૫૮૦    NCP

તિરોરા      ૬૨૩    BJP

હિંગાણા      ૭૦૦    BJP

મેલઘાટ      ૭૧૦    કૉન્ગ્રેસ

ગડચિરોલી      ૯૬૦    કૉન્ગ્રેસ

અકોટ      ૯૬૫    શિવસેના

રાજ્યમાં તોતિંગ મતદાન ક્યાં-ક્યાં?

કોલ્હાપુર જિલ્લામાં કરવીર મતદારસંઘ :

૮૪.૩૭ ટકા

કોલ્હાપુર જિલ્લામાં કાગલ મતદારસંઘ :

૮૩ ટકા

સાંગલી જિલ્લામાં પલૂસ કડેગાંવ મતદારસંઘ :

૮૧.૬૪ ટકા

ઔરંગાબાદ જિલ્લામાં સિલોડ મતદારસંઘ : ૮૧ ટકા

અહમદનગર જિલ્લામાં શિર્ડી મતદારસંઘ : ૭૮ ટકા

મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન

ઉલ્હાસનગર : ૩૬.૩૨ ટકા

મુંબઈમાં મતદાનમાં ટૉપ-થ્રી

વડાલા : ૫૯.૬૦ ટકા, માહિમ : ૫૯.૫૦ ટકા, મુંબાદેવી : ૫૯.૨૦ ટકા

મુંબઈમાં સૌથી ઓછું મતદાન

વર્સોવા : ૪૦.૩૩ ટકા



Whatsapp-channel Whatsapp-channel

16 October, 2014 03:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK