Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્ર બીજેપીની કોર કમિટીની મીટિંગમાં પંકજા મુંડે હાજર ન રહ્યાં

મહારાષ્ટ્ર બીજેપીની કોર કમિટીની મીટિંગમાં પંકજા મુંડે હાજર ન રહ્યાં

12 December, 2019 04:29 PM IST | Mumbai

મહારાષ્ટ્ર બીજેપીની કોર કમિટીની મીટિંગમાં પંકજા મુંડે હાજર ન રહ્યાં

મહારાષ્ટ્ર બીજેપીની કોર કમિટીની મીટિંગમાં પંકજા મુંડે હાજર ન રહ્યાં


(પી.ટી.આઇ.) મંગળવારે મુંબઈમાં યોજાયેલી બીજેપીના મહારાષ્ટ્ર એકમની કોર કમિટીની મીટિંગમાં રાજ્યનાં ભૂતપૂર્વ પ્રધાન પંકજા મુંડે હાજર રહ્યાં નહોતાં. બીડ જિલ્લાના ગોપીનાથગડમાં ૧૨ ડિસેમ્બરે યોજાયેલી જાહેરસભાની પૂર્વતૈયારીને કારણે હાજર રહી શક્યાં નહીં હોવાનું પંકજા મુંડેએ જણાવ્યું હતું. પંકજા દર વર્ષે તેમના પિતા ગોપીનાથ મુંડેની જન્મજયંતી ૧૨ ડિસેમ્બરે બીડ જિલ્લા ખાતેના વતન અને મતવિસ્તારમાં ‘સ્વાભિમાન રેલી’ નામે જાહેર સભા યોજે છે.

સોમવારે ઔરંગાબાદમાં યોજાયેલી પક્ષની પ્રાદેશિક સ્તરની બેઠકમાં પણ તેઓ ગેરહાજર હતાં. એ ગેરહાજરી માટે પક્ષના રાજ્ય એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે ‘આરોગ્યની અસ્વસ્થતા’નું કારણ દર્શાવ્યું હતું. પંકજા મુંડે ઉપરાંત બીજેપીના અન્ય વરિષ્ઠ નેતા એકનાથ ખડસે પક્ષના મોવડીઓથી નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે પક્ષ તરફ નારાજગી નહીં હોવાનું કહેતાં એકનાથ ખડસેએ ૧૨ ડિસેમ્બરે સ્વાભિમાન રેલીમાં સામેલ થનાર હોવાનું જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2019 04:29 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK