પંચમહાલમાં પોલીસ જ બની ચોર, મહિલા ASIએ ચાંઉ કર્યા સ્ટાફના રૂપિયા

Published: Jul 16, 2019, 17:13 IST | પંચ મહાલ

પોલીસ આમ તો સમાજની અને લોકોની રક્ષક માનવામાં આવી છે. અન પોલીસને સત્તા પણ લોકોના રક્ષણ માટે સોંપવામાં આવી છે. જો કે સમાજમાં એવા સંખ્યાબંધ કિસ્સાઓ સામે આવતા હોય છે

નયના તડવી
નયના તડવી

પોલીસ આમ તો સમાજની અને લોકોની રક્ષક માનવામાં આવી છે. અન પોલીસને સત્તા પણ લોકોના રક્ષણ માટે સોંપવામાં આવી છે. જો કે સમાજમાં એવા સંખ્યાબંધ કિસ્સાઓ સામે આવતા હોય છે, જ્યાં પોલીસકર્મીઓ પોતાના પદ અને સત્તાનો દુરુપયોગ કરતા હોય. જો કે મોટા ભાગે તેનો ભોગ સામાન્ય જનતા બનતી હોય છે. પરંતુ આ વખતે તો પોલીસના ભ્રષ્ટાચારનો ભોગ ખુદ પોલીસ કર્મચારીઓ જ વધ્યા છે.

ઘટના પંચમહાલની છે, જ્યાં મહિલા ASIએ પોલીસના જ લાખો રૂપિયા ચાંઉ કરી લીધા. પંચમહાલના હાલોલ પોલીસ સ્ટેશનમાં રાઈટર તરીકે અકાઉન્ટ સંભાળતા નયના તડવીએ 43.50 લાખ રૂપિયાની રકમ ચાંઉ કરી હોવાની ફરિયાદ દાખલ કરી છે. મળતી માહિતી પ્રમાણે નયના તડવીએ ટ્રાફિકના દંડમાંથી મળેલી 43.50 લાખની રકમ ખોટી સહી કરીને પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ 43 લાખની રકમમાં પોલીસ કર્મચારીઓના ટીએ - ડીએની રકમ પણ હતી. નયના તડવી 2011થી 2018 સુધી હાલોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પોલીસે એએસઆઈ નયના તડવીની ધરપકડ પણ કરી છે.

આ પણ વાંચોઃ રાજકોટઃસ્વામિનારાયણ ગુરુકુળમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે થઈ ખાસ પૂજા અર્ચના

જો કે આરોપી નયના તડવીએ આ પૈસા ક્યાં વાપર્યા તેની તપાસ ચાલી રહી છે. તો નયના તડવી સાથે અન્ય વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે પણ પોલીસ શોધી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK