મુંબઈના ભવ્ય શાહે દેશનું નામ રોશન કર્યું

Published: Aug 13, 2019, 09:16 IST | પલ્લવી સ્માર્ત | મુંબઈ

પાંચ ભારતીય સ્ટુડન્ટ્સની ટીમ વર્લ્ડ સ્કૂલ ડિબેટિંગ ચૅમ્પિયનશિપની વિજેતા જાહેર થઈ છે. જોકે આમાં આકર્ષણરૂપ છે આ ટીમમાંનો ડિબેટિંગમાં છઠ્ઠો ક્રમાંક મેળવનારો મુંબઈનો બારમા ધોરણનો દિવ્યાંગ (દૃષ્ટિહીન) સ્ટુડન્ટ ભવ્ય શાહ.

ભવ્ય શાહ
ભવ્ય શાહ

પાંચ ભારતીય સ્ટુડન્ટ્સની ટીમ વર્લ્ડ સ્કૂલ ડિબેટિંગ ચૅમ્પિયનશિપની વિજેતા જાહેર થઈ છે. જોકે આમાં આકર્ષણરૂપ છે આ ટીમમાંનો ડિબેટિંગમાં છઠ્ઠો ક્રમાંક મેળવનારો મુંબઈનો બારમા ધોરણનો દિવ્યાંગ (દૃષ્ટિહીન) સ્ટુડન્ટ ભવ્ય શાહ. પાંચ સ્ટુડન્ટ્સની ટીમમાં ભવ્ય ઉપરાંત ત્રણ છોકરાઓ ચેન્નઈના અને એક જયપુરનો હતો. આ ચૅમ્પિયનશિપમાં ૬૪ દેશના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં આઠમાંથી આઠ પ્રિલિમ‌િનરી રાઉન્ડમાં જીત મેળવીને ઑક્ટોફાઇનલ્સ, ક્વૉર્ટર્સ અને સેમી ફાઇનલ પછી કૅનેડા સાથે ફાઇનલ રાઉન્ડ કર્યો, જેમાં તેઓ ૯-૦થી જીતી ગયા. ટીમ ઇન્ડિયાના પ્રત્યેક પ્રતિસ્પર્ધીને વિવિધ પોઝિશન્સ પર શ્રેષ્ઠ વક્તાનો પણ અવૉર્ડ મળ્યો હોવાનું ઇન્ડિયન સ્કૂલ ફૉર ડિબેટિંગ સોસાયટીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

મુંબઈ સેન્ટ્રલમાં રહેતો અને રાવ જુનિયર કૉલેજમાં અભ્યાસ કરતો ભવ્ય શાહ દસમાની પરીક્ષા પછી પબ્લિક સ્પીકિંગ માટે પોતાને તૈયાર કરવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે તેનો સંપર્ક ઇન્ડિયન સ્કૂલ ફૉર ડિબેટિંગ સોસાયટી સાથે થયો હતો. અહીં તેને વર્લ્ડ સ્કૂલ ડિબેટિંગ ચૅમ્પિયનશિપ વિશે જાણવા મળ્યું અને તેણે જુલાઈ ૨૦૧૮માં પ્રાદેશિક સિલેક્શનમાં ભાગ લીધો હતો. એન્જિનિયરિંગ કૉલેજમાં ઍડ્મિશન લેવા માટે જેઈઈની પરીક્ષાની તૈયારી કરી રહેલા ભવ્યએ બન્ને ક્ષેત્ર વચ્ચે સમતુલન જાળવીને તૈયારી કરવાની શરૂ કરી હતી.

આ પણ વાંચો : સંકટના સમયે કોઈ ચૂંટણી વિશે કેવી રીતે વિચારી શકે છે? : ઉદ્ધવ ઠાકરે

વારસાગત બીમારીને પગલે ભવ્યની આંખના રેટિના બાળપણથી જ ખૂબ નબળા હતા. ભવ્ય ૧૦ વર્ષનો થયો એ પછી તેની દૃષ્ટિ સદંતર ચાલી ગઈ હતી આમ છતાં દસમા ધોરણની પરીક્ષામાં જ્યોતિ બિરલા સ્કૂલમાં અભ્યાસ કરતો ભવ્ય ૯૬ ટકા સાથે ઉત્તીર્ણ થયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK