મુંબઈ: મતદાન પૂર્ણ થયા બાદ બીજા દિવસે શિક્ષકોએ રજાની માગણી કરી

પલ્લવી સ્માર્ત | May 01, 2019, 08:27 IST

સોમવારે વૉટિંગ પૂરું થયા બાદ આખો દિવસ મતદાનના કામમાં લાગેલા શિક્ષકોએ મંગળવાર માટે રજાની માગ કરી હતી.

મુંબઈ: મતદાન પૂર્ણ થયા બાદ બીજા દિવસે શિક્ષકોએ રજાની માગણી કરી
સોમવારે વૉટિંગ પૂરું થયા બાદ શિક્ષકોએ મંગળવાર માટે રજાની માગ કરી હતી

સોમવારે વૉટિંગ પૂરું થયા બાદ આખો દિવસ મતદાનના કામમાં લાગેલા શિક્ષકોએ મંગળવાર માટે રજાની માગ કરી હતી. સોમવારે મોડી સાંજ સુધી સરકારી શાળામાં શિક્ષકો ચૂંટણીનાં કામમાં હાજર રહ્યા હતા. તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી ચૂંટણી બાદ ગુજરાત ઇલેક્શન કમિશને શિક્ષકોને મતદાનના બીજા દિવસે રજા આપ્યા બાદ શહેરના શિક્ષકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

હાલમાં મંગળવારને પૅઇડ લીવમાં ગણવામાં આવશે, કારણ કે એવી કોઇ સ્પષ્ટતા નથી કરી કે ગઈ કાલે કામ પર આવેલા શિક્ષકોને રજા આપવાની હતી કે નહીં.

અંધેરીમાં આવેલી હંસરાજ મોરારજી શાળાના શિક્ષક ઉદય નારેએ કહ્યું હતું કે, ‘અત્યારે એવી કોઇ સ્પષ્ટતા નથી થઈ કે મંગળવારે રજા જાહેર કરવામાં આવી હતી કે શાળાનું કામકાજ ચાલુ હતું. તેથી શાળા ઑથોરિટી પણ મૂંઝવણમાં છે.’

આ પણ વાંચો: મુંબઈ: દિવસમાં દસ સિગારેટ પીનાર દિલીપભાઈ આજે પરિવાર સાથે સંયમના માર્ગે

ટિચર્સ ડેમોક્રેટિક ફ્રન્ટના રાજેશ પંડ્યાએ કહ્યું હતું કે ‘પ્યુન લેવલથી ઑફિસર્સ લેવલ સુધી ઇલેક્શન ડ્યુટી માટે જે પૈસા સ્ટાફને ચૂકવવામાં આવ્યા હતા એ રકમ નજીવી હતી. ઘણા લોકો મોડી રાત્રે ૧ વાગ્યા સુધી ફરજ પર હાજર હતા.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK