બે વર્ષના દીપડાને રવિવારે મોડી રાતે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર પાલઘરના સયા-દુર્વેસ ગામમાં એક ઝડપી કારની ટક્કર લાગતાં તેણે જીવ ગુમાવ્યો હતો.
અહીંનાં રેન્જ ફૉરેસ્ટ ઑફિસર નમ્રતા હિરેના જણાવ્યા પ્રમાણે ‘એક અજાણ્યો વાહનચાલક પાલઘરમાં અમદાવાદ હાઇવે તરફ જતો હતો ત્યારે તેના વાહનની દીપડા સાથે ટક્કર થઈ હતી. હાઇવે પર દીપડો ક્રૉસિંગ કરી રહ્યો હતો. માથામાં અને પાંસળીના પાંજરામાં ઈજાઓ થવાને કારણે દીપડાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પાલઘર પશુ હૉસ્પિટલના પોસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ, જ્યારે ગઈ કાલે બપોરે અમે ડેડ-બૉડીને સળગાવી દીધી હતી. દીપડો શિકાર અને પાણીની શોધમાં હાઈવે પર આવ્યો હોવાની શક્યતા છે. મનોર પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ કેસ નોંધ્યો છે.’
Women's day:બૉલીવુડ-ડ્રગ્સ અંગે મહિલા ડિટેક્ટિવ આક્રિતી ખત્રીનો ખુલાસો
1st March, 2021 15:46 ISTરાખીની મમ્મીની સારવાર માટે હંમેશાં મદદ કરવાની તત્પરતા દેખાડી સોહેલ ખાને
1st March, 2021 13:42 ISTસપરિવાર સરદાર કા ગ્રૅન્ડ સન જોવાની અપીલ કરી અર્જુન કપૂરે
1st March, 2021 13:37 ISTસનશાઇનનો આનંદ લેતી આલિયા
1st March, 2021 13:10 IST