પાલઘરમાં સહકર્મી પર બળાત્કાર બદલ ડૉક્ટર સામે ગુનો નોંધાયો

Published: 30th October, 2020 10:45 IST | Gujarati Mid-day Correspondent | Palghar

લગ્નનું વચન આપીને આરોપીએ જુલાઈ, 2018થી સપ્ટેમ્બર, 2020 સુધીના સમયગાળામાં મહિલા પર અનેક વાર બળાત્કાર કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

રાજ્યના પાલઘર જિલ્લાની પોલીસે મુંબઈસ્થિત એક ડૉક્ટર સામે તેના સહકર્મી પર બળાત્કાર કરવાના ગુનામાં કેસ નોંધ્યો હોવાનું એક અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.

30 વર્ષની મહિલાએ દહાણુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે લગ્નનું વચન આપીને આરોપીએ જુલાઈ, 2018થી સપ્ટેમ્બર, 2020 સુધીના સમયગાળામાં તેના પર અનેક વાર બળાત્કાર કર્યો હતો. આરોપી સાથેના સંબંધથી તે ગર્ભવતી બની હતી તથા આરોપીએ તેની મરજી વિરુદ્ધ તેનો ગર્ભપાત કરાવ્યો હોવાનું પણ તેણે ફરિયાદમાં જણાવ્યું હતું.

ગર્ભપાતનો વિરોધ કરતાં ડૉક્ટરે તેના વાંધાજનક વિડિયો જાહેર પ્લૅટફૉર્મ પર મૂકવાની ધમકી આપી હતી. ડૉક્ટર તેનો પીછો કરતો હતો તેમ જ તેને ત્રાસ પણ આપી રહ્યો હોવાનું તેની ફરિયાદમાં જણાવાયું હતું.

દહાણુ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મહિલાની ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK