Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાન મંત્રીએ કટાક્ષમાં કરી અપમાનજનક ટિપ્પણી

પાકિસ્તાન મંત્રીએ કટાક્ષમાં કરી અપમાનજનક ટિપ્પણી

08 September, 2019 12:48 PM IST | ઇસ્લામાબાદ

પાકિસ્તાન મંત્રીએ કટાક્ષમાં કરી અપમાનજનક ટિપ્પણી

ચૌધરી ફવાદ હુસૈન

ચૌધરી ફવાદ હુસૈન


ચંદ્રયાન-૨ મિશનના લૅન્ડિંગ થવાના થોડા સમય પહેલાં જ એની સાથેનો સંપર્ક તૂટી જવાથી થોડી વાર સુધી કોઈ જાણકારી ન મળી તો પાડોસી દેશ પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નિકલ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને વાંધાજનક ટિપ્પણી કરી દીધી. તેમણે ટ્વીટ કર્યું કે ‘જો કામ આતા નહીં પંગા નહીં લેતે ના... ડિયર એંન્ડિયા’. તેમણે મિશન પૂરું ન થવાના કારણે કટાક્ષમાં ઇન્ડિયાને એંન્ડિયા લખી દીધું.

આ પણ વાંચો : આ રોકેટથી ચંદ્ર પર પહોંચશે પાકિસ્તાન, જોઈને ખડખડાટ હસી પડશો !!!



નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો આપનારા આર્ટિકલ-૩૭૦ના સમાપ્ત થયા બાદ પાકિસ્તાન ઊકળી ઊઠેલું છે. પાકિસ્તાને ભારત સરકારને યુદ્ધની ધમકી પણ આપી હતી. આ પહેલાં પાકિસ્તાની સરકારના મંત્રી અને ઇમરાન ખાનના નજીકના નેતા ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે સાંસદોને નકામા વિષયોને લઈ પરસ્પર લડવાને બદલે ભારતને જડબાતોડ જવાબ આપવો જોઈએ. આપણે યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર છે.


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2019 12:48 PM IST | ઇસ્લામાબાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK